________________
સેવન કરેલી પદવીને આ જીવ નિરૂપદ્રવપણે પ્રાપ્ત કરે છે એવો કોઈ અપૂર્વ મહિમા જિનશાસનમાં વૃદ્ધશાની જનોની સેવાનો ઠેર ઠેર ગાયો છે.
भयलजाभिमानेन धैर्यमेवावलम्बते।
साहचर्यं समासाद्य संयमी पुण्यकर्मणाम्॥ ३१ ॥ વૃદ્ધ-જ્ઞાની પવિત્ર પુરુષોના સાહચર્યથી આ જીવ ભય-લજજા તેમજ અભિમાનના કારણથી પણ વિકટ પ્રસંગમાં વૈર્ય રાખી શકે છે અને પોતાના માર્ગથી યૂત થતો નથી. અને પ્રસંગ ટળી જતાં પોતાના વ્રતાદિની દઢતાને કારણે અપૂર્વ અદમ્ય ઉત્સાહને વરે છે.
| મુક્તિનં તવ ચાલુશાક્ષરં સતા ૩૮ છે. સપુરુષના ઉપદેશનો એક શબ્દ માત્ર પણ કોઈક વખત મુક્તિના બીજસ્વરૂપ કામ કરે છે. નિગ્રંથ મુનિનું એક જ ટૂંકુ વાક્ય "યુયોર્કવૃદિરતું શ્રેણિક રાજાના જીવનમાં પરિવર્તનનું કારણ બની ગયું. તેમણે જૈનધર્મ અંગીકાર કર્યો અને ભગવાન મહાવીરના અનુપમ અનુયાયી થયા અને તે પણ કેવા? જે આવતી ચોવિસીમાં ‘પદ્મનાભ' નામધારી પ્રથમ તીર્થંકર થશે.
આ જીવને સાનિધ્યથી જોવાનું-નિહાળવાનું અને અવલોકન કરવાનું જે બને છે તેનાથી જેટલી સચોટ અસર તેમજ તેની વાસ્તવિકતાનો જેવો ખ્યાલ આવે છે તેવો સાંભળવાથી કે જેનું તેનું જીવનચારિત્ર વાંચવાથી
| નથી. કોઈપણ વસ્તુનું ગમે તેટલા વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવે તો પણ તેને જેવાથી જે સર્વાગ ખ્યાલ આવે છે તેવો આવતો નથી. “It is to be seen to be believed' કોઈ વ્યાખ્યાનહૉલમાં કોઈ વિષય પર કોઈનું પ્રવચન સાંભળવા જઈએ ત્યારે આપણે એવી જગ્યાપર બેસવાનું પસંદ કરીએ છીએ કે જ્યાંથી કમ સે કમ વક્તાનું મુખ દેખી શકાય. મુખમાં પણ સૌથી અગત્યનો ભાગ વક્તાની આંખ છે. શાસ્ત્રમાં પણ કથન છે કે જ્ઞાનની ઝલક આંખમાં જોઈ શકાય છે. પ્રવચનકારના હાવભાવ, જે તે પ્રસંગે તેમની મુખમઢા પરથી પસાર થતી રેષાઓ અને તેમની આંખમાં પ્રતિભાસતી જ્ઞાનની ઝલક તેનાથી શ્રોતાઓમાં ઉપદેશની સચોટ તેમજ વેધક અસર (Impact) થાય છે. કોઈના ત્યાં આપણે જઈએ ત્યારે યજમાન આપણને ચાપાણી વિ. માટે પૂછે છે ત્યારે આપણે યજમાનની આંખપરથી તેના આમંત્રણ વિ.માં હૃદયપૂર્વકનો આવકાર છે કે કેમ તે જોઈ હા અગર ના પાડવાનો નિર્ણય કરી લઈએ છીએ.
The tounge can lle, the eyes cannot' જીભ જૂઠું બોલી શકે છે. આંખ નહીં. 'Eyes speak in all languages and also understand all languages.' 14 YEN ભાષાઓ બોલી શકે છે તેમજ બધી ભાષાઓ સમજી શકે છે.
કાયદાની કોર્ટમાં સાક્ષીની જુબાની લેવામાં આવે છે. સાક્ષી શબ્દની વ્યુત્પત્તિ + તેમાં અક્ષનો અર્થ આંખ છે. જેણે આંખથી જાતે જોયેલ હોય તેને અંગ્રેજીમાં 'Eye Mtness' (નજરે જોયેલ) કહેવામાં આવેલ છે તેની “Eidentiary value ઘણી હોય છે. જ્યારે કોઈએ સાંભળેલી વાત કહેનાર ને "heresay evidence ગણી Law of Jurisprudence માં તેની કિંમત નહિવત્ છે.
-: ભિખારીનો દટાંત – એક ભિખારી રસ્તા ઉપરની કચરાપેટીમાંથી સડેલો રોટલો લઈને ખાતો હતો. ભૂખના દુઃખથી બહાવરો જેવો લાગતો હતો. આ જોઈ રસ્તા પર ચાલતા માણસો ભેગા થઈ ગયા. ઘણાએ પોતપોતાની રીતે તેને સડેલો રોટલો ન ખાવા જણાવ્યું છતાં તેણે ખાધે જ રાખ્યું. એક સમાજ સેવકે ઘણો સમજાવ્યો. એક વૈધે કહ્યું તને પેટમાં ચૂંક આવશે અને ભંયકર રોગથી પીડાઈશ. એક પોલીસ-સિપાહી ત્યાંથી પસાર થતો
- ૭૧