Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 82
________________ ન.- ૨૦ -: અનાગ્રહ (કલા રિવિણ) :– સંસ્કૃત ભાષામાં (મન + રિgિ) fમવિવિ8 નો અર્થ આગ્રહ અને મન મુકતાં અનાગ્રહ અર્થ થાય છે. અનાગ્રહ શબ્દ બહુલક્ષી છે તેમાં દુરાગ્રહ, કદાગ્રહ, હઠાગ્રહ અને પૂર્વગ્રહ બધાનો અભાવ વર્તે છે. " સવાંગસુંદર તેમજ પરિપૂર્ણ એવી કોઈ ચીજ ભૌતિક જગતમાં જોવા મળવી મુશ્કેલ છે. દરેક જગ્યાએ કાંઈને કાંઈ સુધારા-વધારાનો અવકાશ અવશ્ય હોય છે. આત્માના ચારિત્રગુણની સ્વાભાવિક પર્યાય-દશા વીતરાગતા પ્રગટે નહિ ત્યાંસુધી સુધારાનો અને પગલે પગલે (એક એક ડગલે) આગળ વધવાનો અવકાશ છે અને તે જ મોક્ષમાર્ગ છે. ભૌતિક જગતમાં આને વ્યવહારકુશળતા કહે છે. કોઈપણ પ્રકારનો મહાગ્રહ તેમાં રૂકાવટ કરનારો છે, તેમજ ઘાતક છે. જ્ઞાનની અઘાદતાનું વર્ણન કરતાં એક અંગ્રેજ લેખકે કહ્યું છે: How much we have to know before we know 'How little we know.' આપણે લગભગ કંઈજ જાણતા નથી' એમ જાણવા માટે આપણે કેટલું બધું જાણવું જરૂરી છે. શ્રીમદ્ રાજચંદ્રનું કહેવું મારું જ્ઞાન સમુદ્રમાં એક બીદુ જેટલું પણ નથી તે તેમની નિરાભિમાનતા દર્શાવવા કરતાં હકીકતરૂપ હતું. One has to keep an open and receptive mind in the material as well as spiritual world, in order to make progress. ભૌતિક તેમજ આધ્યાત્મિક વિકાસમાં વધુને વધુ જ્ઞાન તેમજ સુધારાનો અવકાશ છે અને તેને માટે જેનાં બારણાં ખુલ્લાં છે તેજ પ્રગતિ સાધી શકે છે. જૈન ધર્મમાં અનેકાન્તધર્મ અને સ્યાદ્વાદ શૈલીથી બધાજ પ્રશ્નોનું નિરાકરણ તેમજ સંપુર્ણ સમાધાન કરેલ છે. કઈ અપેક્ષાએ કર્યું કથન છે તે બરાબર સમજે તો ક્યાંય વિરોધાભાસ રહેતો નથી. નય એટલે કે એક દ્રષ્ટિકોણ (Angle). આમ હકીકત હોવા છતાં જૈન ધર્મમાં જેટલા ફીરકાઓ અને વાડાઓ હાલમાં દેખાય છે તેટલા કદાચ બીજા ધર્મમાં દેખાતા નથી. તેના અનેક કારણોમાં એક મુખ્ય કારણ જૈનાગમના અભ્યાસનો અને તેના અર્થઘટન માટે જરૂરી કુશાગ્ર બુદ્ધિનો પંચમકાળના હાલના સમયમાં પ્રાય: અભાવ અગર તેની અલ્પતા છે. જુદા જુદા વક્તાઓ પોતાના મનમાન્યા અર્થઘટન કરે છે અને તેને પ્રમાણ માનનાર તેમના એક જૂથ બને છે. અને તે રીતે એક એક વક્તાની પાછળ એક એક વાડો હાલમાં જોવામાં આવે છે. જૈન ધર્મમાં પ્રયોજનભૂત તત્ત્વોનો નિર્ણય આગમ, યુક્તિ અને અનુભવની કસોટીએ ચઢાવીને બુદ્ધિપૂર્વકના અબાધિત જ્ઞાનને પ્રમાણજ્ઞાન કહે છે. જેને માટે અંગ્રેજીમાં “Authenticity' શબ્દ છે. કાયદાની કોર્ટમાં પણ યુક્તિથી સાબિત કરવામાં આવે, સમજમાં આવે અને હાઈકોર્ટ કે સુપ્રીમકોર્ટનો આધાર મળે એમ ત્રણે રીતે અબાધિત ચુકાદો આપવામાં આવે છે. - રામાયણમાં રાવણના અને મહાભારતમાં દુર્યોધનના હઠાગ્રહને કારણે બે તુમુલ યુધ્ધો સર્જાયાં. જૈન ધર્મમાં પદ્મપુરાણ અને જૈન મહાભારત બે પ્રથમાનુયોગનાં શાસ્ત્રો વાંચવા ખાસ ભલામણ છે. રામના બે નામ હતાં રામ તેમજ પદ્મ એ નામ પરથી ‘રામાયણ’ અને ‘પદ્મ પુરાણ' શાસ્ત્રોનાં નામ છે. In recent past, obstinaney was more responsible for provocation and prolongation of wars or strises than ambition. Little departure from obsitaney could have averted loss of thousands of innocent lives, broken houses and limbs, destitutes and orphans all combined in one sentence 'living tragedy-man made.' - ૬૯

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156