________________
એક તરફ ઔચિત્યસેવનનો ગુણ અને બીજી તરફ કરોડ ગુણોનો સમુહ રાખો. શાસ્ત્રકાર કહે છે કે ઔચિત્યગુણ વગરના બાકીના બધા ગુણોનો સમુહ વિષરૂપે પરિણમે છે.
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તો સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન તેહ."
– શ્રીમરાજચંદ્ર. दुःखीषु दयात्यन्तमद्वेषो गुणवत्सु च।
औचित्यात्सेवन चैव सर्वत्रैवाविशेषत:।। દુઃખીયાજીવો પ્રત્યે અત્યંત કરૂણાબુદ્ધિ, ગુણીજનો ઉપર પ્રેમ તેમજ સર્વકાર્યોમાં અચૂક ઉચિત પ્રકારની પ્રવૃત્તિ
चरमे पुद्गलावर्ते क्षयश्चास्योपपद्यते।
- જીવન તપ તત્ર યત પતતુલાતમુI ચરમ એટલે કે છેલ્લા પુદ્ગલ પરાવર્તમાં સ્થિત જીવોના ઘણા દોષોનો ક્ષય થતાં ઉપર જણાવેલ લક્ષણો હોય છે.
આ એક પુદ્ગલ પરાવર્ત સંસારભ્રમણની વાત છે જ્યારે અર્ધ પુગલ પરાવર્ત જેટલો ઉત્કૃષ્ટકાળ સંસાર પરિભ્રમણનો બાકી હોય તેને પ્રથમ ઉપશમ સમકિતની પ્રાપ્તિ હોય છે.
આ ઔચિત્યસેવન નામનો ગુણ તીર્થકરોમાં તેની પરાકાષ્ટારૂપ પ્રગટ હોય છે અને તીર્થંકર પ્રકૃતિના બંધનું એક મુખ્ય કારણ હોય છે. (સોળ કારણ ભાવનાઓમાં છવાયેલો રહે છે.)
કુટુંબનું ભરણપોષણ તેમજ ઉત્તરદાયિત્વ નિભાવવું એ ગૃહસ્થ જીવનનું અનિવાર્ય અંગ છે. તેની અવગણના કરનાર ગૃહસ્થ સુખી થઈ શકતો નથી એ વાત બાજુએ રહી, તેનું ધર્મમાં પ્રવર્તન પોતાના મનમનામણાં તેમજ આત્મવંચનારૂપ છે. (Wishful thinking and self deception) ગૃહસ્થને ધન ઉપાર્જન કરવા નોકરી-ધંધો કરવો જરૂરી છે છતાં તે ધર્મના બાંધા પર પગ મૂકીને નહીં એટલે કે ન્યાય તેમજ નીતિપૂર્વક. આજીવિકાદિ ઈચ્છતાં પણ ન્યાયનીતિ ના તજે' અને તેનો ભોગવટો પણ પોતાના સ્થાન-માન અને મર્યાદામાં રહીને.
૧) ધર્મની અવગણના કરનારને ધનોપજનમાં પણ બાધા પહોંચે છે તે ઉપરાંત તેમના કામભોગ પશુવત્ હોય છે. ૨) ધનની અવગણના કરનારને કામ ભોગમાં બાધા પહોંચે છે એ તો સીધી સાદી વાત છે. પરંતુ કુટુંબના ભરણપોષણ અને ઉત્તરદાયિત્વ નિભાવી ન શકવાથી ધર્મના પુરુષાર્થમાં કુટુંબનો અસહકાર તેમજ બીજાં અનેક પ્રકારનાં વિઘ્નો આવી પડવાથી ધર્મના પુરુષાર્થને પણ બાધા પહોંચે છે. ૩) કામની અવગણના કરનારને અનેક પ્રકારની માનસિક તેમજ શારીરિક વિકૃતિના કારણે ધર્મ તેમજ ધન બંને પુરુષાર્થને બાધા પહોંચે છે. આ બધાનું સંતુલન વ્યક્તિ દીઠ અલગ-અલગ પ્રકારે દરેકના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પર આધારિત છે. વિષયેચ્છાથી ઉદ્દભવેલ અંતરંગ આકુળતા-બળતરાને સમાવવા અને શારીરિક તેમજ માનસિક સ્વાથ્યને માટે પણ અમુક અવસ્થામાં ભોગોપભોગ મર્યાદાપૂર્વક હોવાં અનિવાર્ય છે. છતાં પણ તેનો અતિરેક શારીરિક તેમજ માનસિક સ્વાથ્યને બગાડી તેમજ બીજી અનેક વિકૃતિઓ (Side efects) ના કારણે ધર્મ તેમજ ધનના પુરુષાર્થને બગાડે છે.
રોગીને રોગની વેદના સહી ન જતી હોય તો સૌ પ્રથમ તેને મોરફીન, એનાસીન જેવી દવાઓ આપી સમય પૂરતું વેદનાનું શમન કરી રોગની નાબુદી માટે ઈલાજ કરવામાં આવે છે. તેમ ન કરવામાં આવે તો