________________
કોઈ દેવીનો એટલે કે સ્ત્રી પર્યાયનો જન્મ નથી તેમજ બીજા કોઈ દેવલોકમાંથી કોઈ દેવીનો આ પાંચ અનુત્તર વિમાનમાં પ્રવેશ નથી.
જ્યારે બીજી બાજુ સાતમી નરકના જીવો: તેમનું પણ ૩૩ સાગરોપમ આયુષ્ય, બધા નપુંસક, કૃષ્ણ લેશ્યાયુક્ત, તીવ્ર કષાયયુક્ત, પ્રતિકુળ સંયોગો જેને સાંભળતાં હાંજા ગગડી જાય એવાં દુ:ખો ભોગવી આયુષ્ય પૂરું થતાં ત્યાંથી બહાર નીકળી નિયમથી દૂર માંસાહારી સિંહ જેવી તિર્યંચગતિમાં અવતરી ત્યાંથી પાછા મરણ કરી છઠી અગર પાંચમી નરકમાં પ્રવેશ કરે છે એટલે જન્મ ધારણ કરે છે. આ બધું જીવના ભાવનું પરિણામ છે. માટે ભગવાન કહે છે કે:
सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं। उभयं पिजाणइ सोच्चा जं सेयं तं समाचरे।।
– દશવૈશાલિક – ૪/૧૧ હે જીવ તારું કલ્યાણ શેમાં છે અને અકલ્યાણ શેમાં છે તેનો વિચાર કરી તેને બરાબર જાણ અને પછી તને ઠીક લાગે તેમ કર!
तदेव यदिह जगति शरीर विशेषसमवेतं किमपि सामर्थ्यमुपलभामहे तत्सकलात्मान एवेति विनिश्चयः। आत्मप्रवृत्ति परंपरोत्पादि तत्वाद्विग्रहग्रहणस्येति ॥
– જ્ઞાનાર્ણવ પાન - ૨૨૯ આ જગતમાં ભિન્ન ભિન્ન પ્રકારનું (શરીરની સાથે મીલીઝુલી એકરૂપ ભાસ્યમાન) જે કાંઈ સામર્થ્ય જોવામાં આવે છે. તે આત્માનું જ છે કારણકે શરીરના પણ ગ્રહણ તેમજ નિર્માણમાં આત્માની પ્રવૃત્તિની પંરપરા (પરિપાઠી)જ કારણરૂપ હોય છે એટલે કે આ આત્મા શુભ કે અશુભ જે કાંઈ પણ એકાગ્રપણે ચિંતા-વિચાર-ચિંતવનાદિ કરે છે તેનાથી પ્રકૃતિ બંધમાં નામકર્મની પ્રકૃતિના ઉદયને અનુરૂપ શરીર ધારણ કરે છે અને તે પ્રમાણે પોતાના સામર્થ્યરૂપ અનેક પ્રકારની ચેષ્ટાઓ કરવી તે તેનું પરિણામ છે.
. धर्मार्थकामसघ्रीचो यथौचित्यमुपाचरन्।
सुधीः त्रिवर्गसम्पत्या प्रेत्य चेह च मोदते॥ ધર્મ-અર્થ અને કામના પુરુષાર્થમાં એટલેકે તેની સાધનામાં સહાયક વ્યક્તિઓનો યથાયોગ્ય ઉપકાર કરવાવાળા બુમાન શ્રાવક ધર્મ, અર્થ તેમજ કામની સંપત્તિથી આ લોક તેમજ પરલોકમાં સુખી થાય છે.
પોતાની ભૂમિકા (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ)ને બરાબર જાણી-સમજી કોઈ એક (ધર્મ, અર્થ અને કામમાંથી)નો અતિરેક બાકીના બેના ભોગે કરવાથી સરવાળે ત્રણે પુરુષાર્થ બગડે છે. માર્ગાનુસારીના ૩૫ ગણોમાં આ (ધર્મ, અર્થ અને કામનું અવિરોધપણે સેવનનામના) ગુણમાં સમતુલના (Sense of proportion)
(Sense of awarness) R450 C (Maturity-horse sense) 19414 (alertness) બતિમત્તા Msdom) અને આવા બીજા અનેક ગુણોનો સુમેળ છે.
સમગઈન થતાં ઔચિત્યગુણ, લબ્ધલક્ષિતા અને જાગૃતિ વિ. અનેકગુણ પ્રગટ થાય છે. અહીં સમ્યકત્વની અનુપ અગર તેને માટે જોઈતી યોગ્યતા એટલે કે વિશુદ્ધિની વાત છે. ધર્મ-અર્થ અને કામનું અવિરોધપણે સેવનું એ ચિત્ય ગુણનો જ પર્યાય વાચક શબ્દ સમુહ છે. એટલે કે ઔચિત્યસેવન ગુણનો જ વિસ્તાર છે. } } { "
સવિલ્સનેa,'નાં નિ: विषायते गुणग्राम, औचित्य परिवर्जितः॥