________________
નં.-૧૮-૧૯ –૧૮. ધર્મ-અર્થ અને કામનું અવિરોધપણે સેવન :–
– ૧૯. ઉત્તરદાયિત્વનો નિભાવ:– ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પ્રકારે પુરુષાર્થ ભગવાને કહ્યા છે. મોક્ષનો પુરુષાર્થ મુખ્યપણે મુનિ-નિગ્રંથ સાધુઓને હોય છે. તેથી તેની વાત ન લેતાં અહીં ધર્મ, અર્થ, અને કામના પુરુષાર્થની વાત છે. પુરુષાર્થ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે પુરુષ + અર્થ તેમાં પુરુષ એટલે આત્મા અને અર્થ એટલે પ્રયોજન. એ ત્રણ પ્રયોજનો ધર્મ, અર્થ અને કામ છે. તેનું અવિરોધપણે એટલે કે કોઈપણ એકનો પુરુષાર્થ બાકીના બીજા બે પુરૂષાર્થને બાધા પહોંચાડ્યા વગર કરવો તે તેનો ભાવાર્થ છે. .
त्रिवर्गसार : सुखरत्नरवानि धर्मप्रधानं भवतीरे येन।
सम्यकत्वशद्धाविह मुकितलाभ: प्रधानता येन मताऽस्य सद्धि:॥ આ ત્રણ પુરૂષાર્થમાં સારરૂપ અને સુખના રત્નોની ખાણ સમાન ધર્મનો પરષાર્થ મુખ્ય છે. જેનાથી સંસારરૂપી સાગર તરી જવાય છે. અને તેમાં પણ સમ્યત્વથી નિર્મળ એવો ધર્મનો પુરષાર્થ મોક્ષની પ્રાપ્તિ કરાવનાર જ્ઞાનીજનોએ કહેલ છે.
There is no effect without a cause.' and secondly 'Nothing can be achieved without diligence and proper application of mind.
. कारणमन्तरेण कार्य न सिध्यति -तत्वसार पान-३९ सावधानमन्तरेण किमपि न लभ्यते -तत्वसार पान-३८
सव्वं सुचिण्णं सफलं नराणं।
कडाण कम्माणं ण मोकख अत्थि॥ જીવનાં કરેલાં સર્વ કૃત્યોનું ફળ અવશ્ય હોય છે. અને કરેલા કર્મને ભોગવ્યા વગર છૂટકારો નથી. There is no other way to reach a destination but to walk out the distance. Again there is no other way from childhood to manhood but by growth. What we are today is nothing but a cumulative effect or result of our past action In thought, word and deed (મન, વચન અને કાય) and our future is in the mould (making) by what we do every moment of our life.
“તે તે ભોગ્યવિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહનવાત છે શિષ્ય આ કહી સંક્ષેપે સાવ.”
– શ્રીમદ્ રાજચંદ્ર આ જીવ જે જે ભાવ કરે છે તેને ભોગવવા યોગ્ય અનુકૂળ ગતિ અને સ્થાનો જગતમાં પડેલ છે. આ બહુ ગહન વાત (કર્મ અને કર્મફળનો અબાધિત સિદ્ધાંત) નો ટુંકમાં અણસાર (ચેતવણીના રૂપમાં) અહીં કરેલ છે. એકબાજ પાંચ અનુત્તર વિમાનમાં દેવો અને તેમાંય ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધિના દેવો (બધાય એકાવતારી) જેમનું ૩૩ સાગરોપમ આયુષ્ય, આજીવન બ્રહ્મચર્ય, પરમ શુકલ લેશ્યા, નિર્મળ વિચારધારા, અત્યંત મંદ કષાય સહિત સર્વોત્તમ ક્ષેત્રજન્ય, ભોગજન્ય સુખ, અને આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ચ્યવી ઉચ્ચ આર્યકુળ અને ક્ષેત્ર જ્યાં તીર્થકરો સાક્ષાત્ વિચરતા હોય ત્યાં જન્મ લઈ, થોડોક કાળ સંસારના સુખ ભોગવી અંતમાં નિગ્રંથમુનિ દીક્ષા લઈ અંતિમ પરમ પુરુષાર્થપૂર્વક કર્મનો આત્યંતિક ક્ષય કરી મોક્ષે જાય છે. અહીં
- ૬૫ -