________________
દરદીનો સહકાર મળતો નથી, તેમજ દરદી Violent થઈ જાય છે અને તેથી રોગ મટાડવાનો ઈલાજ થઈ શકતો નથી. ભવરોગ મટાડવા માટે પ્રથમ કુટુંબનો નિર્વાહ અને ઉત્તરદાયિત્વ નિલ બળતરાને મટાડવા ધનની અને ભૂખ-તરસાદિ જનિત આકુળતા મટાડવા કામ-ભોગનું મર્યાદાપૂર્વક સેવન બાદ ભવરોગ મટાડવાનો ઈલાજ ધર્મનું સેવન' નિર્વિઘ્નપણે થઈ શકે છે.
ધનના ઉપાર્જન કરતાં, ઉપાર્જન કરેલા ધનનો વ્યય-ખર્ચ વધારે મહત્વનો છે. ધર્મપાત્રોમાં ધનાદિનું ખર્ચ તેમજ કાર્યપાત્રોમાં એટલે કે ધનના ઉપાર્જનમાં સહકારી-ધંધાના નોકર-ચાકર તેમજ ધંધાના બીજા પાસાઓમાં મદદગાર વ્યક્તિઓને પ્રસંગોપાત ભેટ-સન્માનાદિ તથા કુટુંબના સભ્યોના નિર્વાહ માટે ઉચિત ખર્ચ વિ. ધર્મ, ' અર્થ અને કામ ત્રણેને મદદગાર નીવડે છે.
धर्मपात्राण्यनुग्राह्माण्यमुत्र स्वार्थ सिद्धये।
कार्यपात्राणि चात्रैव की त्वौचित्यमाचरेत् ॥ પરલોકના પ્રયોજનની સિદ્ધિ અર્થે ધર્મપાત્રોનો અનુગ્રહ કરવો જોઈએ અને આલોકના પ્રયોજનની સિદ્ધિને અર્થે કાર્યપાત્રો (ધંધામાં નોકરાદિ તેમજ ધંધાના સાથીઓ) અને કુટુંબના (સ્ત્રીપુત્રાદિ કુટુંબીજનો સાથે ઉચિત વ્યવહાર કરવો જોઈએ એટલે કે દાન, સન્માન, સંભાષણ વિ. દ્વારા તેમને અનુગ્રહીત કરવા જોઈએ.
– શ્રાવકાચાર સંગ્રહમાં સાગારધમમૃત પાન-૧૪. You give and thou shalt be given ઉદાર હાથે આપવામાં ધંધાની સફળતા તેમજ સારાયે જીવનની સફળતાની ચાવી રહેલ છે. સફળ ધંધાધારી તેમજ જીવન સાફલ્યવાળા જીવોની સાથે ધંધામાં નિષ્ફળ અને જીવન હારી ગયેલા જીવોની કાર્યપદ્ધતિની સરખામણી કરવાથી માલુમ પડશે કે ઉદારતા અને સરળતા એ જીવનના દરેક અંગોમાં સફળતાની ચાવીરૂપ છે અને આ બંને ગુણો કોઈ ભાગ્યશાળી છવોમાં આજકાલ આ પાંચમા આરામાં જોવા મળશે. ઉદારતા અને સરળતા અનેક ભવોની આરાધનાનું ફળ છે.