________________
अप्रमाणं न भुञ्जीत न भुञ्जीताप्यकारणम् । लाधां कुर्वन भुञ्जीत, निंदन्नापि न चाहरेत् ॥
માત્રાથી અધિક ભોજન ન કરવું, કારણ વિના ભોજન ન કરવું. ખોરાકના વખાણ કરતાં કે તેની નિંદા કરતાં ભોજન ન કરવું.
—: જમતી વખતે મૌન :—
શ્રાવકે ભોજન કરતી વખતે ભ્રમર, આંખ, આંગળી, હુંકાર અને મસ્તકથી સંકેત વિ. કરવાનું છોડીને ઉત્તમ મૌન ધારણ કરવું જોઈએ. મૌન ધારણ કરનાર મનુષ્યની શરદ ઋતુના ચંદ્રમાની માફ્ક ઉજ્જવલ કીર્તિ ફેલાય છે. સઘળા જનસમુદાયથી મિત્રતા થાય છે, કોઈ તેનો દ્વેષ કરતું નથી, કામદેવની માફક સુંદરરૂપ વધે છે. તે ધૈર્યવાન થાય છે. વિદ્વાનોથી પણ પ્રશંસા પામે છે, કાંતિવાન અને નિરોગી થાય છે. ધન-ધાન્ય, જમીન-જાયગા તેમજ ઘર વિ.થી યુક્ત થાય છે. તેની વાણી ગંભીર, મધુર અને સાંભળનારના મનને હરી લેનારી થાય છે. અને તેની નિર્મળ બુદ્ધિ સઘળા શાસ્ત્રોના અર્થઘટનમાં પ્રવિણ એટલે કુશાગ્ર થાય છે.
-- સુભાષિત સંદોહગાથા ૮૬૫ થી ૮૬૯, પ્રકરણ ૩૧ શ્રાવકધર્મકથનની ગાથા ૧૦૪ થી ૧૦૭
- ૬૪ -