________________
નં.-૩
સમાનકુલ તેમજ શીલવાળી અને અન્યગોત્રની સ્ત્રી સાથે લગ્ન કરવું :
ગૃહસ્થના મુખ્ય કાર્યો ભક્તિ અને દાન તેને યોગ્ય પરિબળોનું નિર્માણ કરવા માટે એકબીજાંને પૂરક થવા તેમજ શરીરના નિર્વાહ માટે અને કામભોગની વૃત્તિને રોગના ઈલાજ માત્ર જાણી સંતોષવા બહારના સમસ્ત જગત પરથી વૃત્તિ ખેંચી લઈ એકમાત્ર પોતાની વિવાહીત સ્ત્રી તેમજ તેની સાથે વસાવેલ ઘરમાં સીમિત કરી આગામી કાળમાં સર્વસંગપરિત્યાગના લક્ષપૂર્વક વર્તમાન પવિત્ર જોડાણ એ લગ્નની પ્રથા છે.
હિંસા, સૂંઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ પાપોમાં અબ્રહ્મચર્યને ભગવાન મહાવીરે પાપ (પાતતિ કૃતિ પાપ) પતન કરનાર કહેલ છે અને એજ ભગવાનના ઉપદેશમાં લગ્નની પ્રથા જેમાં અસંયમ ગર્ભિત છે એવા ગૃહસ્થ જીવનનું વર્ણન કરેલ છે. તેનો ખુલાસો કરતાં શાસ્ત્રોમાં કહેલ છે કે લગ્નની પ્રથાનું વર્ણન કરતાં ભગવાને અસંયમની નહિ પણ સંયમની જ પુષ્ટિ કરેલ છે. વિષયભોગની વાસના પર જય મેળવી ઉદ્દાત જીવન ગાળવા જે અસમર્થ છે તેવા જીવો માટે આ લગ્નની પ્રથા છે. પોતાની વિવાહીત સ્ત્રી સિવાય જગતની અન્ય સ્ત્રી સાથેના પ્રસંગમાં અતિરેક અને બિભત્સતા ઉપરાંત તન-મન-ધનનો દુર્વ્યય, બળ-બુદ્ધિ-ચાતુર્ય અને આયુષ્યની હાનિ વિ. અનેક દૂષણો રહેલ છે. પરસ્ત્રીગમન તેમજ વેશ્યાગમન એ સાત વ્યસનમાંના બે મહા-પાપો ભગવાને કહેલ છે. તે જીવનની બરબાદીનાં ભયસ્થાનો છે. આવું જ બહાર હોટલમાં, ક્લબોમાં રસ્તા ઉપર લોરીયો આગળ ખોરાક ખાવામાં જીભની લોલુપતા, ગૃદ્વીપણું,અતિરેક અને લંપટપણું વિ. અનેક દોષો–દૂષણો જનક ભયસ્થાન સમજવાં. પોતાની વિવાહીત સ્ત્રી તેમજ તેની સાથે વસાવેલ ઘરમાં બધું માફકસર તેમજ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની યોગ્યતા અનુસાર તેમજ પોતાના સ્થાન-માનને અનુરૂપ હોય છે. ટુંકમાં ઘણા અસંયમ અને ભયસ્થાનકોમાંથી છોડાવી થોડાક અને મર્યાદિત અસંયમમાં લાવતી આ લગ્નની પ્રથામાં સંયમનોજ બોધ છે.
भारिया धम्मसहाइया धम्मविइजिया धम्मरागस्ता समसुखदुःख सहाइया
ઉ.પા. ૭/૨૨૭
પત્ની ધર્મમાં સહાયતા કરવાવાળી, ધર્મની સાથી, ધર્મમાં અનુરાગવાળી તથા સુખદુ:ખમાં એક સરખી રીતે સાથ આપનારી.
The hand that rocks the cradle rules the world.... "There is little less trouble in governing a private family than a whole kingdom" Montaigne
ગૃહસ્થના જીવનમાં તેમજ આખી સૃષ્ટી ઉપર સ્ત્રીઓનો પ્રભાવ અદ્વિતીય છે. સ્વ. ગોવર્ધનદાસ ત્રિપાઠીએ લખેલ (ગુજરાતી સાહિત્યમાં કદાચ સર્વશ્રેષ્ઠ પુસ્તક) ‘સરસ્વતીચંદ્રના ભાગ-૨ તથા ભાગ-૩ માં ‘બુદ્ધિધનનો રાજ્ય કારભાર' અને ‘ગુણસુંદરીની કુટુંબજાળ'માં એક રાજ્યના પ્રધાનને સફળ રીતે રાજકારોબાર ચલાવવામાં જેટલી આવડત, દુરંદેશીપણું, સહનશીલતા, ધૈર્ય, ક્ષમા, કુનેહ, નિપુણતા, ગુણદોષની પરીક્ષા, ન્યાયબુદ્ધિ, સમયોચિત કાર્યકુશળતા, ગંભીરતા, નિષ્પક્ષપાતપણું વિ. અનેક ગુણોની જેટલી આવશ્યકતા છે તેટલીજ કદાચ તેથીય વધારે ઘરની આધેડવયની સ્ત્રીને પોતાના કુટુંબના સભ્યો, દીકરા, દીકરીઓ ભિન્ન ભિન્ન દિશામાંથી આવેલી દીકરાની વહુઓ, દરેકની ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ, સંસ્કાર, કોઈના કાચા કાન વિ. જાણી કુશળપણે ગૃહસંસાર ચલાવવામાં પડે છે.
"P મહાત્મા ગાંધીજીના જીવનપર કસ્તુરબાનો, આચાર્ય ક્રિપલાનીજીના જીવનપર સુચેતા ક્રિપલાનીનો પ્રભાવ વર્તમાન યુગનાં જ્વલંત આદર્શ દ્રષ્ટાંતો છે. અગ્નિપરિક્ષામાંથી સફળ બહાર આવનાર સિતાજીનો શ્રીરામ સાથે
- ૨૬ -