________________
ને વિષય-વાસના તરફ ઘૂમવા દેશો નહીં. બસ આ પ્રમાણે વ્રતના પાલન કરતા થકા ભૂતકાળમાં અનંતા જીવો મોક્ષે ગયા છે. વર્તમાનમાં જઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ આની માફક જશે...
– નિર્ગથ પ્રવચન પાન-૧૫ પિતાની શિખામણ માથે ચઢાવી, વ્રત અંગીકાર કરી ભગવાનના સોએ પુત્રો ભગવાનની પહેલાં મોક્ષે ગયા. ભગવાન મહાવીરની દેશનામાં પ્રથમ વાક્ય કર્યું આવ્યું તે વિષે બે મત પ્રર્વતે છે. એક મત મુજબ:
सर्वे जीवा न हन्तव्या कार्या पिडापि नाल्षिका। उपद्रवो न कर्तव्यो, नाज्ञापि बलपूर्वकम्।।
नवा परिगृहीतव्या, दासकर्म नियुक्तये।
- एष धर्म ध्रुवो नित्य : शाश्वतो जिनशासने। " ભૂત-ભવિષ્ય અને વર્તમાનમાં વિરાજમાન સર્વ તીર્થકરો એમ કહે છે (અગર તો એમ પ્રરૂપણા કરતા રહ્યા છે) કે સર્વ પ્રાણી, સર્વ ભૂત સર્વ જીવ અને સર્વ સોને ન તો મારવા જોઈએ. ન તો તેમની પર હકમત ચલાવવી જોઈએ. ન તો તેમને પરાધીન કરવા એટલે કે બાંધવા જોઈએ અને ન તો તેમને ઉપદ્રવ કરવો જોઈએ. આજ ધર્મ શુદ્ધ, નિત્ય તેમજ શાશ્વત છે.
લોકોને તેમજ જીવસમહને તેમજ તેમના સંતાપ-દુખને સારી રીતે સમજીને જ્ઞાની પુરષોએ સર્વને માટે એટલૅ કે ઉત્થિત અગર અનુત્થિત, ઉપસ્થિત અગર અનુપસ્થિત, હિંસાથી વિરત અગર અવિરત, ઉપાધિ સહિત અગર ઉપાધિ રહિત, સંયોગી અગર અસંયોગી, સર્વને માટે આજ ધર્મ કહ્યો છે અને આજ ધર્મ તથ્ય છે તેમજ યથાર્થ છે. જિનપ્રવચનમાં પણ આજ વાત કહેવામાં આવેલ છે. * બીજા મત મુજબ:
"ત્પશ્ચ શૌથયુ સન. દરેક વસ્તુ પોતે પોતાનાપણે સદાય ટકી રહે છે, છતાં પોતાની અવસ્થા બદલાયા કરે છે.
બેમાંથી કોઈ હો પહેલીમાં ધર્મનું મૂળ અહિંસા છે એ વાત આવી જ્યારે બીજીમાં એક શાશ્વત સિદ્ધાંતની વાત આવી જેના પર સમગ્ર શાસ્ત્રોની રચના થયેલ છે. સતનો કદી નાશ નથી અને અસતનો કદી ઉત્પાદનથી. '
__ उत्पादव्ययध्रौव्ययुक्तं सत् .
– તત્ત્વાધિગમ સૂત્ર અધ્યાય-૫, સૂત્ર-૨૯ सत् लक्षणं द्रव्यं गुणपर्यवत् द्रव्यं
– તત્વાથભિગમ સૂત્ર અધ્યાય-૫ સૂત્ર-૩૭ વર્તન: રિym: ગુNT: Hવર્તિન: પા : દ્રવ્ય-ચીજ, વસ્તુ પોતાપણે ટકી રહીને અવસ્થા બદલાવ્યા કરે તેનાથી યુક્ત સત્ કહ્યું, ગુણ અને તેની વર્તમાન એક પર્યાય (અવસ્થા) સહિત દ્રવ્ય હોય છે. ગુણો બધા દ્રવ્યમાં એકસાથે રહે છે. પર્યાય-અવસ્થા એક પછી બીજી એમ પલટાયો કરે છે.
આના પરથી સાર એ નીકળે છે કે આ જીવ પોતે ભૂતકાળમાં અનંતકાળથી બાહ્યમાં અનંત શરીરો અને સમયે સમયે તેની પલટાતી અવસ્થા અને અંતરંગમાં સમયે સમયે પલટાતા આત્માના પરિણામોમાંથી પસાર થતો આ મનુષ્યભવમાં આવેલ છે. તેમાં પણ બાલ અવસ્થા, યુવાન અવસ્થા અને ઘડપણમાં પોતે જ જાતજાતના ભાવો ધારણ કરતો, અવસ્થા બદલતો, સુખદુ:ખને ભોગવતો વર્તમાન સ્થિતિમાં મોજુદ છે. આ રહસ્ય સમજાતાં જીવ પોતાનું જીવન, રહન-સહન વ્યવસ્થિત કરી શાશ્વત સુખનો પ્રયત્ન કરશે જે ભગવાને પ્રરૂપણ કરેલ મોક્ષમાર્ગ છે બીજો કોઈ માર્ગ શાશ્વત સુખને માટે નથી. '
- ૫૪ -