________________
નં.-૧૬-૧૭ -: ૧૬. અજીર્ષે ભોજનનો ત્યાગ અને ૧૭. નિયત સમયે શાંતચિત્તથી ભોજન કરવું. – . આ ગુણને બીજે ઠેકાણે “યુક્ત આહાર-વિહાર' નામથી ઓળખાવેલ છે. યુક્ત એટલે યોગ્ય રીતે, યોગ્ય કાળે, યોગ્ય સ્થળે અને યોગ્ય પ્રમાણમાં.
પ્રાચીન કાળમાં શ્રાવકો એક જ વખત દિવસમાં આહાર લેતા. બે વખત આહાર લેવો અપવાદરૂપ ગણાતો અને તે પણ દિવસે જ ભૂખથી ઓછો ઉણોદર, પ્રાસુક. શ્રાવકો કદાપિ અભક્ષ્ય ભક્ષણ કરે નહી. રાત્રીભોજન * તો બાળકો પણ જવલ્લેજ કરતા. રાત્રીભોજનત્યાગના ઉપલક્ષણમાં ધંધો-રોજગાર પણ દિવસ દરમ્યાન પતાવી સૂર્યાસ્ત પહેલાં ઘેર આવી જતા. આયોજન પણ એજ લક્ષપૂર્વક કરવામાં આવતું હોવાથી તેમનાં તે કાર્યો સહજ હતાં. આહારાદિની ખોજમાં રાત્રે ફરવાનું નિશાચર પશુઓને હોય માણસને નહીં સવારે પણ બે ઘડી વીત્યા બાદ સૂર્યના પ્રકાશમાં (માર્ગ બરાબર દેખાય) અને સુક્ષ્મજીવોની વિરાધના ટાળીને વિહાર કરતા. આહાર પણ પાસુક અને વિહાર પણ પ્રાસુક જમીન પર. આહાર જેમ જોઈ તપાસીને, વીણીને સાફ કરીને શાસ્ત્રોક્ત તેમજ વૈદકરીતે તૈયાર કરેલ, સુપાચ્ય, ઋતુને અનુસાર, ઉતાવળ રહિત, માન-મર્યાદા યુક્ત, વિધિપૂર્વક (table manners) કરતા અને તે પણ આયુષ્ય તેમજ બળને હાનિકારક નહિ એવો અને પ્રયોજન વિચારીને કરતા. વિહાર પણ એજ રીતે માર્ગ ને જોઈ, ત્રસ તેમજ સ્થાવરજીવોની વિરાધના ટાળીને, પ્રયોજન વિચારીને, કામ પુરતો તેમજ આરોગ્ય અને બળને બાધા પહોંચાડ્યા વગર યોગ્ય પ્રમાણમાં કરતા.
જે દેશકાળ તથા ક્ષમા-શ્રમ-ઉપધિને મુનિ જાણીને વર્તે આહાર-વિહારમાં તો અલ્પલપી શ્રમણ તે”
પ્રવચનસાર ગાથા-૨૩૧ આ લોકમાં નિરપેક્ષ ને પરલોક અણપ્રતિબદ્ધ છે, સાધુ કષાય રહિત તેથી યુક્ત આહાર-વિહારી છે.”
- પ્રવચનસાર ગાથા-૨૨૬ પ્રવચનસારમાં સાધુના આહાર-વિહારનું વર્ણન છે. જે ધર્મ સાધુનો છે તેજ ધર્મ ગૃહસ્થ-શ્રાવકનો છે. ધર્મમાં ફરક નથી. ફરક તેની માત્રામાં છે. તે સાધુના પૃથિનામું
यत्र सर्वशुभकर्मवर्जनं यत्र नास्ति गमनागमन क्रिया।
तत्र दोषनिलये दिनात्यये धर्मकर्म कुशला न भुज्यते॥ ધર્મ-અર્થ અને કામનું અવિરોધપણે સેવન કરનાર કુશળ અને બુદ્ધિમાન શ્રાવકો અનેક દોષોનું નિવાસસ્થાન પ્રકાશના અભાવમાં રાત્રી દરમ્યાન સઘળી અવર-જવરની ક્રિયા, તેમજ શુભકાર્યો (જિનપૂજા-વ્યાખ્યાન શ્રવણ વિ.)ની પ્રવૃત્તિનો પણ ત્યાગ કરે છે. અને ભોજન પણ કરતા નથી.
_ आमनन्ति दिवसेषु भोजनं, यामिनीषुशयनं मनीषिणा।
ज्ञानीनामवरेषु जल्पनं शान्त्यर्थ गुरुषु पूजनं कृतम्॥ ४५ ॥ બુદ્ધિમાન પુરુષે દિવસ દરમ્યાન ભોજન, રાત્રીએ શયન, જ્ઞાની પુરુષો સાથે ધર્મચર્ચા અને ગુણીજનોનું બહુમાન-આગતા-સ્વાગતા સઘળું સુખદાયક કહેલ છે.
રાત્રી ભોજનના ત્યાગના ઉપલક્ષણમાં ચાર મહાવિગય -માંસ, મદિરા, મધ અને માખણ જેમાં ભયંકર ત્રસહિંસા સુધ-બુધનો નાશ અને પ્રસાદની વૃદ્ધિ બીજરૂપે રહેલ છે તેનો પણ ત્યાગ કરવો જોઈએ. ઘોર હિંસા અને દુર્ગતિના કારણરૂપ ૧૫ કમધામી ધંધાનો જીવનપર્યત અને ૨૨ અભયનો પણ ત્યાગ કરવો જોઈએ.
- ૬૦ -