________________
—: ૧૫ કર્માધામી ધંધાઓ :– (૧) અંગાર કર્મ (૨) વનકર્મ, (૩) શકટ કર્મ (૪) ભાટક કર્મ (૫) સ્ફોટક કર્મ, (૬) દંત વાણિજ્ય, (૭) લખ વાણિજ્ય, (૮) રસ વાણિજ્ય (૯) વિષ વાણિજ્ય, (૧૦) કેશ વાણિજ્ય, (૧૧) યંત્ર વાણિજ્ય, (૧૨) નિલંછન કર્મ, (૧૩) દવાગ્નિદાયક કર્મ, (૧૪) સરદ્રા તલાવ શોષણ કર્મ અને (૧૫) અસતી પોષણ કર્મ ' આ પંદર કમઘામી ધંધાઓમાં ખાસ કરીને પ્રત્યક્ષ તેમજ અપ્રત્યક્ષ ત્રસ જીવોની હિંસાની સંભાવના ભગવાને જોઈ છે. તેથી ભગવાને આ ધંધાઓ નહિ કરવા ગૃહસ્થોને જણાવેલ છે. રાત્રીભોજનના ત્યાગમાં મુખ્ય કારણ એ છે કે રાતના સમયમાં સુક્ષ્મ જીવોનો સંચાર ઘણો જ હોય છે અને ખોરાકમાં પડે તો પણ દિવસના પ્રકાશ સમાન રાત્રે જોઈ શકાતા નથી અને આ રીતે સુક્ષ્મ જીવોની હિંસા તેમાં અનિવાર્ય હોવાથી પાપાર્જન થયાજ કરે છે. એ જ પ્રકારે આમાંના કેટલાક ધંધાઓમાં ત્રસ જીવોની હિંસા ગર્ભિત છે. કેટલાક ધંધાઓમાં કોઈપણ જાતનો ઉપયોગ કે સાવધાની હોવી અસંભવ હોવાથી અનેક નાના મોટા જીવોની હિંસા થયાજ કરે છે. ,
જેના હૃદયમાં અહિં ભાવ (જગતના સમગ્ર ગસ-સ્થાવર જીવો પ્રત્યે કરૂણાભાવ) નિરંતર વિદ્યમાન છે એવા ગૃહસ્થોએ અહિંસક ધંધા જેવા કે સોના-ચાંદી-કાપડ-તૈયાર કપડાં વિ. જેવા બીજા ધંધાઓ જેમાં ત્રસ જીવની હિંસા નહિવત હોય તે પસંદ કરવા જોઈએ. ભગવાન મહાવીરના અનુયાયીનો લક્ષ સર્વસંગ પરિત્યાગનો હોય છે. પરંતુ જ્યાં સુધી તે પ્રકારનું આત્મબળ તેમજ બીજા સહકારી કારણોનો સદ્ભાવ આ પંચમકાળમાં ન બને ત્યાંસુધી ગૃહસ્થાવાસમાં રહી પોતાનું રહન-સહન એવી રીતે નિર્માણ કરે કે આખા દિવસના વ્યવસાયમાં ત્રસજીવોની હિંસા ન થાય અને અનિવાર્ય સ્થાવર જીવોની હિંસામાં ખેદ રહ્યા કરે.
પરિગ્રહમાં પાંચ ઈન્દ્રિયોના વિષયોની લોલુપતા મુખ્ય છે. તેનાથી ચાર કષાય: ક્રોધ, માન, માયા અને લોભની ઉત્પત્તિ અને તેના ફળ સ્વરૂપ હિંસાદિ પાંચ પાપો (હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ) માં પ્રવૃત્તિ હોય છે.
આરંભ-પરિગ્રહથી જેનું મને વિરામ પામેલ છે અને સંસારનું સાચું સ્વરૂપ જેને સમજાયું છે તેવા ગ્રહસ્થ-શ્રાવકો બીજા પણ એવા ધંધા જે પ્રત્યક્ષ અનીતિના ધામો છે અને હિંસાના ઉપકરણો તેમજ માદક દ્રવ્યોનો વેપાર મન-વચન અને કાયાથી કરતા નથી. કરાવતા નથી અને કરતાને અનુમોદતા નથી. આ જીવનનું ૭ વર્ષનું આયુષ્ય અનંત ભૂતકાળ અને આગામિ અનંત ભવિષ્યકાળ જોતાં સાગરનાં એક બિંદુ જેટલું કહેવું તે પણ અતિશયોક્તિ છે. એવા મનુષ્ય ભવના કાળમાં ભગવાન મહાવીરના બતાવેલ અહિંસક માર્ગને પોતાના જીવનમાં અપનાવે છે.
-: ૨૨ અભક્ષ્ય :– ૧) વડના ટેટા, ૨) પીપળના ટેટા, ૩) પીપરના ટેટા, ૪) ઉદંબર ફળ અને ૫) અંજીર (આ પાંચ ઉદબર ફળ તરીકે શાસ્ત્રોમાં વર્ણવેલ છે. ૬) મદિરા, ૭) માંસ, ૮) મધ, ૯) માખણ, ૧૦) બરફ, ૧૧) વિષ, ૧૨) કા, ૧૩) માટી, ૧૪) દ્વિદળ, ૧૫) પંચોટ ફળ, ૧૬) અનંતકાય, ૧૭) અથાણાં, ૧૮) રાત્રીભોજન, ૧૯) રીંગણ, ૨૦) અજાણ્યાં ફળ, ૨૧) તુચ્છ ફળ અને ૨૨) ચલિત રસ. શાકભાજીમાં બધી જાતની ભાજીઓ તેમજ ફુલાવરમાં બારીક ત્રસ જીવોની સંભાવના હોવાથી ગૃહસ્થ શ્રાવકે તેનો સર્વ પ્રકારે ત્યાગ કરવો.
- ૬૧ -