________________
મોક્ષનો ઉપાય એટલે વિધિ-પદ્ધતિ-ક્રમ. આર્ટ્ ધો અને માળÇ તો એમાં પણ ધર્મ અને ધર્મની વિધિની વાત છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલવાની વાત છે. તેમાં આજ્ઞા શબ્દ આ + જ્ઞા. આ એટલે મર્યાદા અને જ્ઞા એટલે જાણવું. ભગવાને (પોતાના અનુભવપૂર્વક) બતાવેલ માર્ગને તેની મર્યાદામાં રહી જાણવું, પોતાના સ્વચ્છંદે નહીં અને તપ એટલે સંવરનિર્જરા તે પણ તેમની આજ્ઞા પ્રમાણે. જે પ્રમાણે જે વિધિ-ક્રમપૂર્વક બતાવેલ છે તે પ્રમાણે.
ભગવાનના શાસ્ત્રોમાં આને ઉપાદાન-નિમિત્ત સંબંધ તરીકે જણાવેલ છે. ઉપાદાન એટલે નિજશક્તિ અને તેના આવિર્ભાવમાં બાહ્ય સહકારી કારણ તે નિમિત્ત. ઉપાદાન કારણ તેમજ નિમિત્ત કારણ બંને કારણો મળીને કાર્ય ઉપજે. નિમિત્ત-ઉપાદાન સંબંધ બંને વસ્તુની વર્તમાન પર્યાય સાથે છે. બે વસ્તુ વચ્ચે નિમિત્ત-ઉપાદાન સંબંધ નથી. વળી નિમિત્ત કારણ છે. નિમિત્ત કર્તા નથી. લૌકિક કે પરમાર્થિક સુખના પ્રયત્નમાં આ નિમિત્ત-ઉપાદાન સંબંધના જ્ઞાન પરજ પ્રવૃત્તિ થતી જોવામાં આવે છે. એ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષજ્ઞાનને પણ ભગવાને પ્રમાણ જ્ઞાન કહેલ છે. (પ્રત્યક્ષપ્રમાણ).
Let all things be done decently and in order...
Corinthons XIV 40
કાર્યની ઉત્પત્તિ માટે જે કાંઈ નિમિત્ત-ઉપાદાન કારણો હોય તેમાં બીજી ભેળસેળ કર્યા વગર યથાર્થ માપમાં અને તે પણ જે તે કાર્યની સિદ્ધિનો જે ક્રમ છે તે ક્રમ પ્રમાણે.
Think of a dictionary and its utility wherein all the words are written but without alphabetical order.
// ચરિત્તો વસ્તુ ધો ।। 'ચારિત્ર એજ ખરેખર ધર્મ છે.' णाणं पयासओ सोधओ तवो संजमो च गुप्तियरो तिण्हंपि समाओगे मोकखो जिणसासणे दिठ्ठो || ७६८ ॥
જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક છે અને સંયમ ગુપ્તિકર (સંવર કરનાર) છે. આ ત્રણેના સમાયોગથી મોક્ષ છે એમ જિનશાસનમાં દર્શાવેલ છે.
'णाणं करणविहुणं लिंगग्गहणं च दंसणविहूणं ।
संजमहीणो य तवो जो कुणदि णिरत्थिय कुणदि ॥ ७६९ ।।
ચારિત્ર વગરનું જ્ઞાન, દર્શન વગરનું દીક્ષાગ્રહણ અને સંયમ (ઈન્દ્રિયસંયમ અને પ્રાણસંયમ) વગરનું તપ જે કોઈ કરે છે તે બધું નિરર્થક છે. ભગવતી આરાધના ગુજરાતી અનુવાદ પાન.
ज्ञानस्य फलं विरति :
જ્ઞાનનું ફળ વિરતિ છે અને વિરતિ એટલે હિંસાદિ પાંચ પાપોથી નિવૃત્તિ. જે વિચારના ફળસ્વરૂપ જીવને વૈરાગ્ય ન ઉપજે તેમજ વીતરાગતાના ધ્યેય તરફ એક કદમ આગળ ન વધાય તે વિચાર નિષ્ફળ છે.
જ્ઞાન તો પ્રકાશક છે. પ્રકાશના આધારે જેમ પહોંચી શકાય છે તેમ જ્ઞાન મોક્ષમાર્ગને દેખાડે છે. આગળ વધી અંતીમ લક્ષ્ય જે મોક્ષ તેને વરે છે, છે અને ચારિત્ર ખરો ધર્મ છે.
મૂળ
રસ્તો દેખાય છે અને તે રસ્તા પર ચાલી ધ્યેય તરફ (પ્રકાશે છે) અને તે મોક્ષમાર્ગમાં એક એક કદમ ક્રમપૂર્વક પ્રાપ્ત કરે છે. આ રીતે જ્ઞાન પ્રકાશક છે. દર્શન ધર્મનું
There is no way to reach a destination but to walk out the distance.'
કોઈ માણસ હરડેના ગુણ સાંભળી તેની સોનાની પ્રતિમા બનાવી ઘરમાં નાનું મંદિર બનાવી તેની પ્રતિષ્ઠા કરી દરરોજ તેનું પૂજન-સ્તવન કરે. હરડે સંબંધીનાં બધાં વૈદક ગ્રંથોનો અભ્યાસ કરે અને વૈદ્યોનું બહુમાન
- ૫૬ -