________________
दसणमूलो धम्मो } ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. અને તેજ માટે તત્વાથભિગમ સૂત્રની શરૂઆતમાં જ:
1 નાનચરિત્ર મોકાના:. ૨
વાર્થ શ્રદ્ધાનં સભ્યના ૨ કોઈપણ શ્રદ્ધાન જ્ઞાનપૂર્વક થતું હોવા છતાં જ્ઞાનની આગળ શ્રદ્ધાન કેમ મૂક્યું તેનો ખુલાસો એ છે કે સંપુર્ણશ્રદ્ધાન થયા વગર જ્ઞાન કાર્યકારી થતું નથી. Knowledge enlightens, conviction motivates into action and that action is character.
જ્ઞાન પ્રકાશક છે, રસ્તો બતાવે છે પણ જ્યાં સુધી એ જ્ઞાન સંશય-વિપરીતતા અને અનવધ્યવસાય રહિતપણે શ્રદ્ધાનરૂપ પરિણમતું નથી ત્યાંસુધી તે કાર્યકારી થતું નથી માટે સંખ્યા પહેલાં કહયું અને સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર ત્યારબાદ કહ્યાં અને એ ત્રણે મળીને મોક્ષમાર્ગ કહ્યો અને તેની પૂર્ણતાને મોક્ષ કહ્યો. શ્રદ્ધાનગુણ નિર્વિલ્પ છે. જ્ઞાન એક માત્ર આત્માનો વિકલ્પાત્મક (વિચાર સહિત) ગુણ છે. બાકી આત્માના બધા ગુણ નિર્વિકલ્પ છે. જ્ઞાન પોતાને પણ જાણે છે. અને આત્માના અનંતગુણને પણ જાણે છે. જ્ઞાન સ્વપર પ્રકાશક છે એટલે પોતાને જાણે છે તેમજ પરને પણ જાણે છે. પરમાં સારી દુનિયા, તેમાં અવસ્થિત અનંતા પદાર્થો અને તેના ભાવો આવી જાય. પરને જાણવું એ એક વ્યવહાર કથન છે. સાચા અર્થમાં તદાકાર પરિણમેલ પોતાની જ્ઞાનની પયયને જ જાણે છે. સંસારકાળ દરમ્યાન કર્મોદયજનિત પોતાના ભાવને જ ભોગવે છે.
શ્રદ્ધાનગુણ નિર્વિલ્પ હોવા છતાં તે કેવી રીતે કાર્યગત થવામાં કારણ છે તેનો એક દ્રષ્ટાંત:
કોઈપણ પ્રવૃત્તિની પાછળ એક પરિબળ કામ કરી રહ્યું હોય છે. અને તે પરિબળ એટલે કે “હું આ રીતે સુખી થઈશ’ એવી અંતરંગમાં માન્યતા-શ્રદ્ધાની આ શ્રદ્ધાને પણ આત્માનો એક ગુણજ છે. હરેક ગુણની અવસ્થા જેમ પલટાયા કરે છે તેમ શ્રદ્ધાનગુણની પણ. અને એમ ન થતું હોય તો અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ કદી સમ્મદ્રષ્ટિ થાય જ નહીં. શ્રદ્ધાનગુણ પણ હરસમયે કાંતો હીનતા પામે છે, “પુષ્ટીને પામે છે કે ઘરમૂળથી ફેરફારને પામે છે.
સવારમાં ઉઠીને આપણે પ્રથમ કાર્ય બ્રશથી દાંત સાફ કરી મોં સાફ કરી લઈએ છીએ. ભૂતકાળથી આજદિન સુધીમાં દાંત સાફ કરવાના ગુણદોષ સંબંધી જે કંઈ સાંભળવામાં આવ્યું, વાંચવામાં આવ્યું, નાનપણમાં માબાપની શિખામણમાં આવ્યું અને કાળાંતરે અનુભવમાં આવ્યું કે દિવસમાં સર્વપ્રથમ આ કાર્ય કરવા યોગ્ય છે બીજો કોઈ સમય તેને માટે યોગ્ય નથી. હવે જ્યારે દાંત સાફ કરીએ છીએ ત્યારે તેના ગુણદોષની વાત યાદ આવતી નથી તેમજ કરવાની જરૂર પણ નથી. અંતરંગમાં રહેલ જે શ્રદ્ધાન નિર્વિકલ્પ-વિચાર રહિત હોવા છતાં કાર્યમાં પરિણત થવાનું મૂળ કારણ છે. આજ પદ્ધતિ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જે મોક્ષમાર્ગ છે અને મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રમાં જે સંસારમાર્ગ છે તેમાં કામ કરી રહી છે. Heart has got reasons of which reason has no knowledge
| સતાવો થમ્યો . ' ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ. તેની અંતરંગ (ઉપાદાન), શક્તિ અને વિધિ એટલે અંતરંગમાં શક્તિ રૂપે રહેલ ઈચ્છિત ફળ તેને બહાર લાવવા તેનો આવિર્ભાવ કરવા) માટેની પદ્ધતિ-ક્રમ.
આ માર્ગનું ને માર્ગફળનું કથન જિનવર શાસને; ત્યાં માર્ગ મોક્ષોપાય છે ને માર્ગફળ નિર્વાણ છે.” – નિયમસાર ગાથા-૨
Wedge.
-:
:
- ૫૫ -