________________
તેમજ સેવા ચાકરી કરે પણ સવારમાં હરડે લે નહીં તો તેની કબજિઆત કદી ટળે નહીં. તે જ પ્રમાણે દરરોજ દેવપુજા-ગુરુપાતિ અને શાસ્ત્રશ્રવણ કરે પણ ભગવાનના કે સદગુરૂના બતાવેલ માર્ગને જાણીને તે માર્ગપર ચાલે નહિ તો દુઃખનો આત્યંતિક ક્ષય જે મોક્ષ તેને પામે નહીં –: ભગવાનની આજ્ઞા, અહિંસા, વ્રત, સામાયિક અને ચારિત્ર બધા એકાર્યવાચક શબ્દો છે. –
सावध योगस्य विरते: अभ्यासो जायते यत:। ।
समभाव: विकासस्यात् तद्धि सामायिकं व्रतम्।। હિંસાદિ પાંચ પાપોની વિરતિનો અભ્યાસ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ સમભાવની વૃદ્ધિ અને તેજ સામાયિક (ચારિત્રરૂપ) વ્રત છે.
__ हिंसैव विषमा वृत्तिर्दुष्प्रवृत्तितथोच्यते।।
___ अहिंसा साम्यमेतेद्धि चारित्रं बहुभूमिकम्॥ હિંસા એજ વિષમવૃત્તિ છે જેને દુપ્રવૃત્તિ, દુરાચરણ કહેલ છે અને અહિંસા એજ સામ્યભાવરૂપ ચારિત્ર છે જેની અનેક ભૂમિકાઓ છે. શ્રાવકની એક પછી એક અગીઆર પડિકાઓ અને આગળના ગુણસ્થાન જેની અનેક ભૂમિકાઓ છે અને તે અહિંસક ભાવ-સમભાવ કે સામાયિકની પૂર્ણતા કે ચારિત્રની પરાકાષ્ટા કે યથાખ્યાત ચારિત્ર તેજ મોક્ષ છે.
—: ધર્મની વિધિ :– આગળ કહ્યું તેમ મા થી માTM તો એમાં ધર્મ અને તેની વિધિનીજ વાત છે.
કોઈપણ પ્રકારની લૌકિક કે પરમાર્થિક સિદ્ધિમાં વિધિ-ક્રમ હોય છે. શિક્ષણ પદ્ધતિ, અભ્યાસક્રમ આ વાતના સૂચક છે. રસોઈ બનાવવામાં, ખેતી કરવામાં, ધંધામાં વિકાસ અને નોકરીમાં બઢતી વિ. માં પણ ક્રમ હોય છે. પ્રથમોપશમ સમ્યકત્વ થવા પૂર્વે પાંચ લબ્ધિઓ:- મયોપશમ લબ્ધિ, વિશુદ્ધિલબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણલબ્ધિ અને કરણલબ્ધિમાં પણ ૧. અધઃકરણ ૨. અપૂર્વકરણ અને અનિવૃતિકરણ એ ઉત્તરોત્તર અસંખ્યાત ગુણી વિશુદ્ધિના પરિણામો છે અને તે ઉપર જણાવેલ ક્રમ અનુસાર જ હોય છે. શ્રાવકની અગીઆર પડિમાઓ પણ ઉત્તરોત્તર વીતરાગભાવની વૃદ્ધિનાં સ્થાનકો છે. અને તે શાસ્ત્રમાં જણાવેલ ક્રમ પ્રમાણેજ વીતરાગતાની વૃદ્ધિ ભગવાને જોઈને પ્રરૂપેલ છે. કોઈપણ પડિમા ધારીને તેની આગળની બધી પડિમાઓ પૂર્વકજ તે પડિમા હોય. પક શ્રેણીમાં ક્રોધ-માન-માયા અને લોભનો તે ક્રમપૂર્વકજ ક્ષય થાય છે. લોભનો ક્ષય કોઈને પહેલા થાય અને ત્યારબાદ ક્રોધાદિનો એમ કદી બને નહીં અનંતાનુબંધી- અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખાનાવરણ અને સંજ્વલન કષાયોનો અભાવ ઉપર જણાવેલ ક્રમપૂર્વકજ થાય. આનું નામ ક્રમબદ્ધ પર્યાય ભગવાને કહેલ છે. તે સિવાય બધી વાતો જિનાગમની આજ્ઞાથી વિરૂદ્ધ વાણી વિલાસ છે.
“કારજ ધીરે હોતા હૈ, કાહે હોત અધીર;
સમય પાય તરૂવર ફ્લે, કેતિક સીચો નીર” ભાઈ તું અધીરો થા મા! તારું કાર્ય થઈ રહ્યું છે સમય પાકતાં આંબાપર કેરી (ફળ) જરૂર બેસશે. ત્યાંસુધી તું પાણી પાયે જા (અને તેના ઉપલક્ષણમાં) સારસંભાળ રાખ્યા કર.
"A mango tree gives fruit in a particular season which is the result of unnoticed work (process) of all the out seasons."
આંબાપર કરી તેની ઋતુ-ઉનાળાની શરૂઆતમાં બેસે છે પણ તેની બનવાની પ્રક્રિયા આખાયે વર્ષ ચાલુ રહે છે.
- પાઠ