________________
નં.-૧૫
~~~~: ધર્મ અને ધર્મની વિધિને સાંભળનાર :~~
આ ગુણમાં ત્રણ શબ્દો છે ૧) ધર્મ, ૨) (તેની) વિધિ અને ૩) (તેને) સાંભળનાર.
પૃ ધાવતિ કૃતિ ધર્મ આત્માને દુર્ગતિમાં પડતો બચાવે તેને ધર્મ કહેવામાં આવેલ છે. બહુ સાદા શબ્દોમાં કહીયે તો, આત્મા જે પ્રકારના વિચાર અને વર્તનથી સુખી થાય તેને ધર્મ કહયો છે.
श्रयतां धर्म सर्वस्वं श्रुत्वा च अवधार्यताम् ।
आत्मनः प्रतिकुलानि परेषां न समाचरेत् ॥
ધર્મનો સમગ્ર સાર સાંભળો અને સાંભળીને જીવનમાં ઉતારો-અમલમાં મૂકો. ‘પોતાને પ્રતિકુળ એવું આચરણ બીજા પ્રત્યે ન કરો.'
"Do not do unto others what you wish others not do unto you."
जह ते णपियं दुःकखं तहेव तेसंपि जाण सव्व जीवाणं एवं णच्चा अप्पोवमिओ जीवेसु होदि सदा ॥
જેમ દુ:ખ તમને ગમતું નથી તેમ બીજા જીવોને પણ તે ગમતું નથી. એમ જાણી બીજા જીવોને પોતાની સમાન સમજી તેમના પ્રત્યે પોતાના આત્માની જેમ પ્રવર્તો.
ભગવતી આરાધના – ૭૦૬
येषां जिनोपदेशेन कारुण्यामृतपूरिते । चित्ते जीवदया नास्ति तेषां धर्मो कुतो भवेत् ॥
કરુણામૃતથી છલોછલ ભરેલો જિનેન્દ્ર ભગવાનનો ઉપદેશ સાંભળીને જેના ચિત્તમાં દયાએ વાસ ન કર્યો તેણે ધર્મ શું જાણ્યો ?
एवं खुणाणिणो सारं जं न हिंसति कंचण । अहिंसा समयं चेव, एतावंतं वियाणि या ॥
હે આર્ય! જ્ઞાનીજનોના હૃદયનું સારભૂત તત્વ એ છે તેઓ કોઈ જીવની હિંસા કરતા નથી. અહિંસા એજ શાસ્ર છે એમ તે બરાબર સમજે છે.
सव्वेसिमासमाणं ह्रिदयं गब्भो व सव्व सत्थाणं । सव्वेसिं वदगुणाणं पिंडो सारो अहिंसा हु ।। १८९ ।।
સર્વ આશ્રમનું હૃદય, સર્વ શાસ્ત્રોને મર્મ તથા સર્વ વ્રત-ગુણોનો સારભૂત પિંડ અહિંસા જ છે,
हिंसैव विषमा वृत्तिर्दुष्पवृत्ति तथोच्यते ।
अहिंसा साम्यमेतेद्धि चारित्रं बहुभूमिकम् ॥
હિંસા એજ વિષમવૃત્તિ છે જેને દુષ્પ્રવૃત્તિ-કુચારિત્ર કહેલ છે. અને અહિંસા એજ સામાયિક, સામ્યભાવ તેમજ ચારિત્ર છે જેની અનેક ભૂમિકાઓ છે, શ્રાવકનાં બાર વ્રત, અગીયાર પડિમા, ગુણસ્થાન અને યથાખ્યાત ચારિત્ર એ અહિંસક ભાવની પરાકાષ્ટા, સમભાવ-સામાયિકની પૂર્ણતા અને ચારિત્રની પરાકાષ્ટા છે.
मूलं धर्मतरोराद्या व्रतानां धाम संपदाम् । गुणानां निधिरित्यङिगदया कार्या विवेकिमि : ॥
ભગવતી આરાધના
- ૫૨ -