________________
રહે છે. જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થતું હોવા છતાં સમ્યગ્દર્શનને આગળ મૂક્યું તેનું કારણ એ છે કે કોઈપણ વિષયનું જ્ઞાન, સરાય, વિપરીતતા અને અનવધ્યવસાય રહિત શ્રદ્ધાનરૂપે પરિણમે છે ત્યારેજ શાન કાર્યકારી થાય છે. શ્રદ્ધાનગુણ નિર્વિકલ્પ છે જ્યારે જ્ઞાન વિકલ્પાત્મક છે છતાં શ્રદ્ધાનગુણ Motivating force છે કેમકે શ્રદ્ધાન વગર જ્ઞાન કાર્યકારી થતું નથી.
आगमनानुमानेन ध्यानाभ्यास रसेन च।
त्रेधा विशोधयन् बुद्धि ध्यानमाप्नोति पावनम्।। આગમ, અનુમાન અને એકાગ્રપણે વિચાર એમ ત્રણ પ્રકારે નિર્મળતા પામેલ બુદ્ધિ પવિત્ર વિચારધારાને પામે છે.
- યોગસાર પ્રાકૃત પાન-૨૨૯ બુદ્ધિના આઠગુણના આ પ્રકરણમાં ભગવાનના ઉપદેશની જિનધર્મની વિશેષતા-અપૂર્વતાની સિદ્ધિ બાબત:
-: જિનવચનની પ્રમાણતા :– આગમ-યુક્તિ અને અનુભવ :- કોઈપણ વચનની પ્રમાણતા (authenticity) આ ત્રણે અંગ પૂર્વકની હોવી જોઈએ. આગમમાં તેનો ઉલ્લેખ હોવો જોઈએ. યુક્તિથી સિદ્ધ અબાધિત હોવી જોઈએ અને અનુભવમાં પણ આવવી જોઈએ. આ ત્રણમાંથી એક અંગ પણ ખૂટતું હોય તો તે વચનને પ્રમાણ વચન કહેવામાં આવેલ નથી. કાયદાની કોર્ટમાં પણ દલીલથી કોઈપણ વાત સિદ્ધ કરવામાં આવે અને સ્પષ્ટ સમજમાં (અનુભવમાં) આવે છતાં ન્યાયાધીશ કોઈ હાઈકોર્ટ કે સુપ્રીમકોર્ટના decision નો આધાર માગે છે.
• –: શાસ્ત્રાર્થ કરવામાં પાંચ આધાર :–
'व्याकरण प्रत्यमानकोषाप्तवचन व्यवहारतश्च' ૧. વ્યાકરણ : grammatical meaning ૨. પ્રત્યમાન : Establishing presence of one object by presence of another ૩. કોષ ' : Dictionary meaning ૪. આમવચન : Authority ૫. વ્યવહારથી : Common parlance test.
ભગવાન મહાવીરે શાસ્ત્રાર્થ કરવામાં (Interpretation of religious scriptures) - આગમાર્થ કરવામાં ઉપર જણાવેલ પાંચ આધારો કહ્યા.
કાયદાની અદાલતોમાં કોઈપણ કાયદાનું અર્થઘટન કરવામાં અગાઉ જણાવ્યા મુજબના ચાર આધારો લેવાતા ૧) વ્યાકંરણ, ૨) શબ્દકોષ, ૩) અનુમેય એક વસ્તુ હોવામાં બીજાની ઉપસ્થિતિ અબાધિતપણે હોય અને ૪) અગાઉ ન્યાયાધીશોએ સર્વોચ્ચ અદાલતમાં અગર તેના અભાવમાં અબાધિત હાઈકોર્ટના ચુકાદા (જેને સુપ્રીમકોર્ટમાં ચેલેન્જ-પડકાર કરવામાં ન આવ્યા હોય) નો આધાર માગતા. આજથી લગભગ ૨૫ વર્ષ ઉપર Gannon Dunkerly ના કેસમાં મદ્રાસ હાઈકોર્ટને ઉપરના ચારે આધારોનું અવલંબન લેતાં બે પરસ્પર વિરૂદ્ધ અર્થઘટન થતા માલુમ પડેલા ત્યારે ન્યાયની કોર્ટના ઇતિહાસમાં પહેલી જ વાર Common Parlance test ના આધારે અર્થઘટન કર્યું જેને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે બહાલી આપી અને ત્યારથી અત્યારસુધીમાં સેંકડો કેસોમાં આ Common Parlance test નિર્ણાયક નીવડ્યો છે અને તેના આધાર પર ચુકાદાઓ આવેલ છે. આ વાત ભગવાન મહાવીરે શાસ્ત્રોના અર્થઘટનમાં આજથી ૨૫૨૦ વર્ષ અગાઉ કહેલ છે. જિનશાસનની અપૂર્વતા ગહનતા અને સર્વાગતા આનાથી સિદ્ધ થાય છે.
- ૫૧ -