________________
સદ્ભાવ કે અભાવ તેનાં મુખ્ય કારણ હોય છે. ધંધા વિ. માં યોગ્ય-ઉચિત પહેરવેશ, યોગ્ય રીતભાત, યોગ્ય-ઉચિત સત્કાર-સમારંભ, ધંધાના સહાયક નોકર વિ. ને પ્રસંગોપાત યોગ્ય બક્ષિસ-ધનની સહાયતા, અનુગ્રહ વિ. ધંધાના મંગળકાય છે. જેનાથી ધનાદિ સુખપૂર્વક ઉપાર્જન થાય છે. અને તેની પાછળ રહેલા બુદ્ધિ-નિપુણતા અને સમતુલાથી તે વૃદ્ધિ પામે છે અને સ્થિર થાય છે. જીવનના આ પાસામાં સફળ પુરૂષ એજ રીતે આગળ ધાર્મિક જીવનમાં પણ સફળ થાય છે.
આવકને અનુસાર ખર્ચ કરવો’ એ ગુણમાં આવકથી અધિક ખર્ચ ન કરવો તેના પર ભાર છે જ્યારે આર્થિક સ્થિતિને યોગ્ય પહેરવેશમાં ઉચિત ખર્ચ કરવા પર ખોટી કરકસર ન કરવા પર ભાર છે. આ બંને - ગણો Broad Based' છે અને ઉપલક્ષણથી જીવનના બધા પાસાઓમાં લાગુ પડે છે.
- ૪૯ -