________________
નં.-૧૨ – ૧૩ : નં. ૧૨. આવકને અનુસાર ખર્ચ :–
– નં. ૧૩. આર્થિક સ્થિતિ અનુસાર પહેરવેશ. :– ધર્મ, અર્થ અને કામનું અવિરોધપણે સેવન એ નં.-૧૯ ગુણમાં આવકને અનુસાર ખર્ચની વાત આવી જતી હોવાથી અહી તેનું વર્ણન કર્યું નથી બીજું આ ગુણમાં ખાસ કરીને દેવું કરીને ઘી ન પીવાય એ કહેવતમાં જે શિખામણ પૂર્વ આપી ગયા છે તેની વાત છે. આમ પણ અર્થસૂચક ગુણ છે. બહુ વિવેચનની જરૂર નથી.
આર્થિક સ્થિતિના ઉપલક્ષણમાં ધંધો, રોજગાર, નોકરી વિ. અર્થોપાર્જનનાં અંગો અને પહેરવેશના ઉપલક્ષણમાં ઘરની સજાવટ, રાચરચીલું, દર-દાગીના, વિ. સમજવું. પોતાની આવક, આવકનાં સાધનો, ધંધાદિને અર્થે બીજા સ્થાનોમાં જઈ સંપર્ક સાધવો વિ તેમજ ધંધામાં સહાયભૂત તેમજ સંપર્કમાં આવતા ગ્રાહકો વિ. તેમજ અધિકારીઓ સાથે પડતા પ્રસંગોમાં પોતાનો પહેરવેશ પ્રથમ પરિચય છે. કોઈની ઑફિસમાં જાવ ત્યારે પ્રસંગોચિત તમારો પહેરવેશ સામાપર પ્રથમ છાપ પાડે છે. અને એ છાપ આગળ થતી વાતચીત ઉપર પ્રભાવ પાડે છે અને મુલાકાતની સફળતામાં સારો એવો ભાગ ભજવે છે. Confucious paid strict attention to his dress and every small detail of his life.
Costly thy habit as thy purse can buy, But not expressed in fancy, rich nor gaudy, For the apparel oft proclaims the man."
- Shakespere आत्मवित्तानुमानेन कालौचित्येन सर्वदा।
कार्यों वस्त्रादिश्रृङगारो वयश्चानुसारतः।। ગૃહસ્થોએ નિરંતર દ્રવ્ય-પ્રસંગ અને અવસ્થા-ઉમરને અનુસાર વસ્ત્રાદિનો અલંકાર કરવો જોઈએ.
अर्थादधिक नेपथ्यो वेषहीनोऽधिकंधनी।
अशकतौ वैरकृत् शकतैर्महभिरुपहस्यते॥ આર્થિક સ્થિતિના પ્રમાણમાં અધિક વસ્ત્રાદિ પહેરવેશ તેમજ બીજા સામાજિક વિ. વ્યવહારોમાં અધિક ખર્ચ કરનાર અને આર્થિક સ્થિતિ સારી અને પોષાય તેવી હોવા છતાં હીનવસ્ત્રાદિ તેમજ બીજા સામાજિક વ્યવહારોમાં કૃપણતા કરનાર અને નિર્બળ છતાં બળવાનની સાથે શત્રુતા-વેર બાંધનાર સમાજમાં હાંસીને પાત્ર થાય છે.
न धार्यमुत्तमैर्जीणं, वस्त्रं च न मलीसमम्॥ ઉત્તમ પુરુષોએ જીર્ણ તેમજ મલીન કપડાં પહેરવા ન જોઈએ.
आकांक्षान्नात्मनो लक्ष्मी, वस्त्राणि कुसुमानि च।
पादत्राणानि वान्येन विधृतानि न धारयेत्।। જે પુરુષ લક્ષ્મીના ઉપાર્જનની ઈચ્છા રાખતો હોય તેણે બીજાનાં ઉતારેલાં કપડાં, કુલ તેમજ પગરખાં ન વાપરવાં જોઈએ. આમ કરવાથી જે લઘુત્વ ગ્રંથિ બંધાતાં ધંધાદિમાં આગળ વધવા જે માનસિક તૈયારી (Preparedness) જોઈએ તેમાં ક્ષતિ આવે છે અને તેનું લક્ષકુંડળ (Horizon) ટૂંકું થઈ જાય છે. નોકરી-ધંધામાં સફળ થયેલા તેમજ નિષ્ફળ ગયેલા માણસોનો બારીકાઈથી અભ્યાસ કરવામાં આવે તો ઔચિત્ય ગુણનો
- ૪૮ -