Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 59
________________ નં.-૧૦ તથા ૧૧ – ૧૦. ઉપદ્રવવાળા સ્થળનો ત્યાગ . – ૧૧. નિષેધ કરેલા દેશકાળમાં ગમન ન કરવું. :-- ગૃહસ્થ જીવનમાં કુટુંબનો નિર્વાહ અને ઉત્તરદાયિત્વ નિભાવવાની જવાબદારી સાર્થકરીતે અદા કરવામાં ઉપદ્રવવાળા સ્થાનોનો ત્યાગ કરવામાં બુદ્ધિમતા રહેલી છે. સમયસર પગલું ન ભરવામાં આવે તો સારાયે કુટુંબની પાયમાલી-અકલ્પનીય દુઃખોની પરંપરા સર્જાય છે. ઉપદ્રવો મનુષ્યકૃત, તિર્યચકૃત, રાજકૃત અને કુદરતથી નિર્માણ થાય છે. જેના કારણે ગૃહસ્થ મહઅંશે ધર્મ, અર્થ, કામ કોઈપણ પુરૂષાર્થમાં સફળ થતો નથી. અને મનુષ્ય જીવનની અણમોલ ઘડીઓ જાણે-અજાણે બરબાદ થતી જાય છે. મનુષ્યકૃત ઉપદ્રવો: ધાડ, લૂંટ, અપહરણ, આતંકવાદ, ખૂનની ધમકીઓ જ્યાં આંતરે દિવસે સામાન્ય બની ગયાં હોય ત્યાં વસવાટ કરવો ગૃહસ્થને માટે સલાહભર્યો નથી. આજુબાજુમાં કારખાનાઓ અગર બીજા ઉધોગોથી વાતાવરણમાં પ્રદૂષણ કાયમ રહેતું હોય, તેમાંથી હરરોજ થતા કચરાના નિકાલથી નદીનાળાઓ તેમજ કૂવાઓમાંનું પાણી દૂષિત થતું હોય. દુર્ગધ ફેલાતી હોય અને આની ફરીયાદ કરવા જતાં વધુ આત વહોરવાની દહેશત રહેતી હોય તેમજ સરકારી અધિકારીઓ માસિક હપ્તા લઈ આંખ આડા કાન કરતા હોય એવા સ્થાનોમાં ઘર વસાવવાથી કુટુંબના સ્વાધ્યને હાની પહોંચે અને નિરંતર ભયના વાતાવરણમાં રહેવાથી બરબાદી સિવાય બીજું કોઈ પરિણામ આવતું નથી. માટે એવા સ્થળોનો બનતી શક્યતા તેમજ ત્વરાએ ત્યાગ કરી નવી જીંદગી શરૂ કરવામાં બુદ્ધિમતા રહેલી છે. તિર્યંચકૃત ઉપદ્રવો: નજીકના જંગલોમાંથી તેમજ આજુબાજુના સ્થળોમાંથી હિંસક તેમજ ઘાતક પ્રાણીઓ આવી પશુધનને, મનુષ્યને પણ ઉપાડી જતા હોય, જાનમાલને નુકસાન પહોંચાડતા હોય તેવા સ્થળોનો બુદ્ધિમાન શ્રાવકે ત્યાગ કરવો. રાજકૃત ઉપદ્રવો : જ્યાંનો રાજા અન્યાયી હોય, રાતદિન સુરા-સુંદરીમાં મશગુલ રહેતો હોય, પોતાના ધાર્મિક સ્થળો પ્રત્યે દ્વેષભાવ રાખતો હોય, ધર્મવિરૂદ્ધ દુરાચારી હોય, બાળક બુદ્ધિવાળો હોય, સ્વાર્થોધ અને ખુશામતીયાઓથી ઘેરાયેલો હોય, જેનો પ્રધાન બુદ્ધિહીન હોય, રાજાના અધિકારીઓ વાર તહેવારે બરજોરીપૂર્વક ઉઘરાણાં કરતાં હોય, જેની દાદ-ફરીયાદ ન હોય એવા દેશમાં અગર સ્થળમાં સજ્જન- પુરૂષો પણ સલામતી અનુભવતા નથી. અને જ્યાં સલામતી (Sense of securityો નથી ત્યાં ધર્મ-અર્થ કે કામ કોઈ પુરૂષાર્થ વ્યવસ્થિત પણે થઈ શકતો નથી. આયોજન પણ થઈ શકતું નથી. અને સઢ વગરના વહાણ જેવી ડામાડોળ સ્થિતિનું જીવનમાં નિર્માણ થાય છે. કુદરતકૃત ઉપદ્રવો: દુષ્કાળ (અતિવૃષ્ટિ અગર અનાવૃષ્ટિના કારણે) વાવાઝોડાં, મરકી, ધરતીકંપ, સાત ઈતિઓ, ત્રણ ઋતુઓમાં ઉનાળામાં અસહ્ય ગરમી, શિયાળામાં કાતિલ ઠંડી અને ચોમાસામાં ઘરની અંદર નદી નાળામાં ભરતીને કારણે પાણીનું ઘરમાં ઘુસી જવું અને સારી રાત અને દિવસ નિ:સહાયપણે જાનમાલની, સ્ત્રીપુત્રો, બાળકોની બરબાદી જોતા રહી જવું. આજુબાજુ ખાબોચિયામાં પાણી ભરાઈ જવું. તેમાંથી દુર્ગધ અને રોગનો ફેલાવો વિ. દુષણો સામાન્ય થઈ પડ્યાં હોય તેવાં સ્થળોનો પણ બુદ્ધિમાન શ્રાવકે બનતી શક્યતા અને ત્વરાએ ત્યાગ કરવો. વ્યભિચારી સ્ત્રી-પુરૂષોનાં સંકેત સ્થાનો, કેફી દ્રવ્યોની હેરફેરીનાં સ્થાનો, દારૂ ગાળવાની ભઠ્ઠિઓ, અનેક પ્રકારના ગુન્હાહીત કૃત્યો વિના સંકોચે કરવાનો જેનો વ્યવસાય થઈ ગયો હોય એવા અડ્ડાઓ, આજકાલની હોટેલો જેમાં અનેક જાતના અસામાજિક તત્ત્વોનાં નિયમિત આગમન હોય તેની નજીકમાં વસવાટ - ૪૬ -

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156