________________
નં.-૯ – માતાપિતાની સેવા :-- कृतज्ञतामात्मनि संविधातुं मनस्विना धर्ममहत्वहेतोः।
पुजाविधौ यत्नपरेण मातापित्रो: सदा भाव्यमिहोत्तमेन। કૃતજ્ઞતાના આવિષ્કારરૂપ અને ધર્મના મુખ્ય કારણ સ્વરૂપ માતાપિતાની સેવા ઉત્તમ જનોએ સદાય કરવી જોઈએ.
निएहं दुप्पडिआरं समणाउ सो तंजहा अंमापिउणो
भट्टिदायगस्य धम्मायरियस्स। હે આયુષ્યમાના માતાપિતા-સ્વામી અને ધર્માચાર્ય એ ત્રણજનોના ઉપકારનો બદલો વાળવો અતિ મુશ્કેલ છે.
- मातृपित्रादिवृद्धानां नमस्कारं करोति यः।
तीर्थयात्राफलं तस्य, तत्कायॊऽसौ दिनेदिने। જે માણસ માતાપિતાને નમસ્કાર કરે છે (નમસ્કાર શબ્દનો અર્થ વિનય અને તેમના અભિપ્રાય અનુસાર વર્તન) તેણે તીર્થયાત્રા કર્યા બરાબર છે તેથી તે દિન પ્રતિદિન કરવા યોગ્ય છે.
ન્યાય અને નીતિપૂર્વક ધનાદિનું સંપાદન જે ગૃહસ્થના જીવનમાં નથી તેનાં બધાં ધાર્મિક અનુષ્ઠાનો કેળના થાંભલા સમાન નિ:સાર છે, તેમ માતાપિતાની સેવા પ્રત્યે જેણે દુર્લક્ષ કર્યું તેને અરિહંતાદિક પંચપરમેષ્ટિ પ્રત્યે ઉપકાર બુદ્ધિ જાગી શકતી નથી તેમજ તેમની ભક્તિ, નમસ્કારાદિ, વિડંબના તેમજ આત્મવંચનારૂપ છે.
આ ભવમાં માતાપિતાનો આ જીવ પર જે ઉપકાર વર્તે છે તેનો બદલો તેમના દરરોજ પગ ધોઈને પીવે તો પણ વળી શકે તેમ નથી. જેમ અરિહંતભક્તિ અને સમ્યગ્દર્શનમાં નામભેદ છે, અર્થભેદ નથી તેમ માતાપિતાની સેવા અને મનુષ્ય જન્મની સફળતામાં નામભેદ છે, અર્થભેદ નથી. માતાપિતાની સેવા એ ગુણાનુરાગ દ્રષ્ટિ અગર ગુણના આરાધક જીવનો માપદંડ છે.
માતાપિતાની સેવાનો ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત તેમજ બોધ ભગવાન મહાવીરના જીવનમાંથી મળી આવે છે. ભગવાન મહાવીરનો જીવ ૧૬મા પ્રાસંત સ્વર્ગમાંથી વી ત્રિશલા માતાના ઉદરમાં-ગર્ભાશયમાં ત્રણજ્ઞાન સહિત આવેલ છે. શરીર પર્યામિના નિર્માણપૂર્વક વૃદ્ધિ પામી રહેલ છે. એક વખત તેમને વિચાર આવે છે કે મારા શરીરના હલનચલનથી કદાચ માતાને પીડા થતી હશે તેથી એ ગર્ભમાં રહેલ બાળક હલન-ચલનની ક્રિયા થંભાવી દે છે. ઉદરમાં રહેલા ગર્ભની હલન-ચલન ક્રિયા બંધ પડી જતાં ત્રિશલા માતાને શંકા પડે છે કે ગર્ભનું શું થઈ ગયું? પોતાના પતિ સિદ્ધાર્થ રાજા જે શયનખંડમાં સૂતા હતા ત્યાં જઈ બધી વાત કરી. (આ પ્રકારના શાસ્ત્રમાં આવતા વર્ણન પરથી એક બોધ મળે છે કે ગર્ભાવસ્થા દરમ્યાન પતિ-પત્ની જુદા જુદા શયનખંડમાં સૂતા અને સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળતા. તેના અનેક ફાયદાઓ અને બાળકના શરીરાદિના નિર્માણમાં કેવો ફરક પડતો હશે તે શાસ્ત્રકાર જાણે; પરંતુ પુરાણ પુરૂષોના આ પ્રચલિત વ્યવહારમાં ઘણું તથ્ય સમાયેલ છે એમાં ફરક નથી) સર્વત્ર ગભરાટ ફેલાઈ ગયો. વૈદ્યો, હકીમો, જ્યોતિષ્કારોને બોલાવવાની ધમાલમાં આખો મહેલ, રાજમહેલ પડી ગયો. તેવામાં અવધિજ્ઞાનના ઉપયોગપૂર્વક જોતાં ગર્ભમાં રહેલ બાળકને બધી ખબર પડી ગઈ અને હલન-ચલન શરૂ કરી દીધું. એક ક્ષણમાં વાયુની માફક વાત પ્રસરતાં સર્વત્ર છુટકારાની લાગણી અને હર્ષોલ્લાસથી વાતાવરણ ધમધમી ઉઠ્યું. માતાપિતાનો આવો અનહદ પ્રેમ, રાગ, લાગણી જોઈ ગર્ભસ્થ બાળકે (ભગવાન મહાવીરના ઝવે) નીચે મુજબનો અભિગ્રહ કર્યો.
जीवतो गृहवासेऽस्मिन् यावन्मे पितराविमौ।
तावदेवाधिस्यामि गृहानहमपीष्टन:।। માતાપિતાના જીવન દરમ્યાન હું સ્વેચ્છાપૂર્વક ઘરમાં રહીશ (એટલે કે ધર્મની આરાધના ઘરમાં રહીને કરીશ).
- ૪૪ -