________________
સત્સંગના મહાભ્યનું કોઈ વર્ણન થઈ શકે તેમ નથી. કેમકે સત્સંગથી જાણે-અજાણે અને અનાયાસે એટલે કે વગર પ્રયત્ન માત્ર તેમના સહવાસથી માણસના જીવનમાં અનેક સદ્દગુણોનો પ્રાદુર્ભાવ થાય છે. જીવનની દિશા બદલાઈ જાય છે. માણસની વાત બાજુએ રાખો અરે પશુઓ પણ પુરુષના સાનિધ્યમાં જન્મજાત વેરને ભૂલી જઈ એકબીજા પ્રત્યે પ્યાર કરવા લાગી જાય છે. વાઘણનું બચ્ચું ગાયના આંચળ ધાવવા લાગી જાય છે.
अहिंसा तत्प्रतिष्ठायां तन्सन्निधौ वैरत्याग: અહિંસક ભાવ જીવનમાં ઓતપ્રોત થતાં તેની સમીપમાં જન્મજાત વેર ધારણ કરનાર પ્રાણીઓ (બિલાડી અને ઉદર) પણ વેરને ભૂલી એકબીજા પ્રત્યે પ્યાર-સ્નેહ કરતા થઈ જાય છે.
સાક્ષાત તીર્થકર વિચરતા ન હોય એવા કાળ-ક્ષેત્રમાં તેમની પ્રતિમાજીનું સ્થાપન કરી તેનાં નિત્ય દર્શન, પૂજા, સ્તવન, તેમણે પ્રરૂપેલા મોક્ષમાર્ગમાં વિચરતા નિર્ગથસાધુનાં દર્શન, તેમના પ્રવચનનું શ્રવણ, પૂજાભક્તિ અને તેજ મોક્ષમાર્ગને પ્રગટપણે દર્શવતા શાસ્ત્રોનું અવલોકન, વાંચન, નિદિધ્યાસન એ બધાં સત્સંગનાં અવિભાજ્ય અંગો છે.
ભગવાનની ભક્તિ, તેમનાં સ્તવન, કિર્તનમાં તેમના ગુણનો અનુરાગજ મૂળમાં છે. કેવળીગુણને સ્તવે પરમાર્થ કેવળી તે સ્તવે' દર્શનમોહની ક્ષપણાનો પ્રારંભ તેમજ તીર્થકરગોત્ર નામકર્મની પ્રકૃતિનો બંધ કેવળી અગર તો શ્રુતકેવળીના પાદમૂળમાં જ થાય છે. આનાથી બળવત્તર સત્સંગના મહિમાનો દષ્ટાંત બીજો કયો હોઈ શકે?
‘મવાનુ વિસ વધુ મોક્ષના નિરુપયન્તમ્', ' વચનથી કંઈપણ નહિ કહેવા છતાં પોતાના દેહના સઘળા અંગોથી, ઉઠબેસથી, રહેણી કરણીથી મોક્ષમાર્ગનું નિરૂપણ કરતા હોય છે. સશાસ્ત્રોનું વાંચન, શ્રવણ, મનન, નિદિધ્યાસન અને એકાગ્રપણે તેના અર્થની વિચારણારૂપ ધ્યાનથી તે સત્પરષોની વિચારધારાનું આપણી વિચારધારા સાથે અનુસંધાન (Communion-meeting of minds) થાય છે. તે અનુસંધાન અને સ્વરૂપ અનુસંધાનમાં નામભેદ છે અર્થભેદ નથી. સત્પષોના પરોક્ષપણામાં તેમણે રચેલા શાસ્ત્રોનાં વાંચન, મનનથી જે જીવને આવા પરમ લાભની પ્રાપ્તિ થતી હોય તો તેમના પ્રત્યક્ષપણામાં અને તેમની આજ્ઞાનુસાર વર્તન આચરણ કરનાર જીવને શું પ્રાપ્ત ન થાય?
"Any book written, any analytic essay by any author or writer is in ultimate analysis his own autobiography." Talent alone cannot make a writing, there must be a man behind it...
- Emerson. આના પરથી એ બોધ લેવાનો છે કે કોઈપણ શાસ્ત્રોની વાંચનાદિ માટે પસંદગી કરતા પહેલાં તેના લેખક " સંબંધી ખુબજ વિચાર કરવો જરૂરી છે.
काचित्तेषां वचन रचना येन या ध्वस्तदोषा।
શુ થન: શકિતવા નિવૃતિ યત્તિ સર્વ | શકે છે સત્યરૂષોના વચનની કડીબત રચનાનું શ્રવણ કરતાં કલુષતાનો નાશ થઈ વિશુદ્ધિનો પ્રાદુર્ભાવ થતાં જીવ કલ્યાણ-સુખને પામે છે.
"Everything changes with change in values of life.' જીવનનું તેમજ સાચા સુખનું રહસ્ય-મૂલ્યાંકન (attributes of real happiness) બદલાતાં આખું જીવન બદલાઈ જાય છે. અને એ મૂલ્યાંકનમાં ફેરફાર થવો સત્સંગને આભારી છે. સાક્ષાત જોવાથી ચીજનું
- ૪૨ -