________________
મૂલ્યાંકન જે થાય છે તે સાંભળવાથી કે કોઈના કહેવાથી થઈ શકતું નથી.
दृष्टवा श्रुत्वा यमी योगी पुण्यानुष्ठामूर्जितम्।
आक्रामातिं निरातङक पदवीं तैरुपासिताम्॥ સંયમી મુનિ-યોગીશ્વરોના મહાપવિત્ર આચરણ, અનુષ્ઠાનને જોઈ, સાંભળી આ જીવ તે યોગીશ્વરોની પદવીને નિરૂપદ્રવપણે પ્રાપ્ત કરે છે. સત્સંગનો આવો અપૂર્વ મહિમા છે. કહે છે કે પારસમણી લોખંડને સ્પર્શતાં લોખંડ સોનું બની જાય છે જ્યારે સત્સંગનું પાસુ અડતાં જીવ તેરૂપ બની જાય છે.
“તસુ શુદ્ધ દર્શન-જ્ઞાનરૂપ પવિત્ર આશ્રમ પામીને પ્રાપ્તિ કરૂં હું સામ્યની, જેનાથી શિવપ્રાપ્તિ બને”
– પ્રવચનસાર ગાથા-૫ આશ્રમ, આશ્રમવાસીની સાધના અને તેના ફળની આવી અલૌકિક વ્યાખ્યા જૈનદર્શન સિવાય બીજે કયાં જોવા મળે!
જૈનશાસ્ત્રોના પાને પાને સમભાવ, સામ્યભાવ, સમતાભાવ સામાયિકનું વર્ણન બારીકાઈથી જોનારને દેખાય છે. સત્પષનું યોગબળ, હૃદયની પવિત્રતા, બાળક જેવી સરળતા, નિર્દોષ મુખાકૃતિ, સૌમ્ય પ્રકૃતિ, ચારિત્રબળ, ગંભીરવાણી, આગમ અનુસારીણિ બુદ્ધિ વિ.થી તેમના સહવાસમાં રહેનાર જીવ પ્રભાવિત થતાં સુખ અને તેનું કારણ એકમાત્ર વીતરાગતા-સામાયિકની પૂર્ણતા તેનું બોધિનીજ તેના અંતરંગના ઉડાણમાં મૂળ નાખે છે. તેમાં જ્ઞાનજળના સિંચનથી, પ્રાસંગિક સુચનારૂપ સમારકામ-નીંદણથી અને તેમની નિકટતારૂપ વાડથી સુરક્ષિત મોક્ષમાર્ગરૂપ છોડ ઉગીને વૃદ્ધિ પામતાં મોક્ષરૂપી ફળને આપે છે.
બાલજીવોના સંગથી દૂર રહેવું, ગુરૂજન અને વૃદ્ધ અનુભવી મહાપુરુષોની સેવા કરવી તથા એકાંતમાં રહી વૈર્યપૂર્વક સ્વાધ્યાય-સૂત્ર અને તેના ગંભીર અર્થનું ચિંતવન કરવું એજ મોક્ષમાર્ગનો ઉપાય છે."
વળી સમાધિની ઈચ્છાવાળા તપસ્વી સાધુએ પરિમિત અને શુદ્ધ આહાર ગ્રહણ કરવો. નિપુણાર્થ બુદ્ધિવાળા (મુમુક્ષ) સાથીદારને શોધવો અને સ્થાન પણ એકાંત (ધ્યાન કરવાલાયક) કોલાહલથી રહિત, નિરુપદ્રવવાળું ઈચ્છવું જોઈએ.
- ૪૩ –