Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 63
________________ નં૧૪ – બુદ્ધિના આઠ ગુણોથી યુક્ત :- શુશ્રુ શ્રવણ ચૈવ હvi ધાર તથTI. ऊहो अपोहो अर्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणा:॥ ૧. શુશ્રણ, ૨. શ્રવણ, ૩. ગ્રહણ, ૪. ધારણા, ૫. ઉહા, ૬. અપોહ, ૭. અર્થવિજ્ઞાન અને તત્વજ્ઞાન આ બુદ્ધિના આઠ અંગ અગર ગુણકહ્યા છે. તેમાં: ૧. શ્રુણા: સાંભળવાની ઈચ્છા, કોઈપણ વિષય પર તેના જાણકાર (Expert) પાસેથી સાંભળવાની ઈચ્છાને બુદ્ધિનો એક ગુણ કહ્યો છે. બુદ્ધિશાળીનું લક્ષણ કહ્યું છે એ જિનશાસનની ગહનતાનું સૂચક છે. ૨. શ્રવણ: જાણકાર (Expert) પાસેથી તેનું શ્રવણ. જાતે વાંચવાથી શાસ્ત્રોનો પછી તે ધર્મનાં હોય કે બીજા કોઈ વ્યવસાયનાં હોય તેનો મર્મ સ્પષ્ટ જણાવો સામાન્ય માણસને માટે મુશ્કેલ છે. અનુભવી-જાણકાર માણસ ખુબજ સાદી અને સમજી શકાય તેવી ભાષામાં દાખલા-દ્રષ્ટાંત સહિત સમજાવી શકે છે. ભગવાને ‘શ્રોતિ કૃતિ શ્રાવ: શ્રાવકની વ્યાખ્યાં ભગવાને આવી કરી કે : જે સાંભળે છે તે શ્રાવક છે'. ૩. ગ્રહણ: સાંભળીને તેના અર્થનું-મર્મનું ગ્રહણ કરવું, સાંભળવાનું તે સિવાય બીજું કયું પ્રયોજન છે? ' ૪. ધારણા: ગ્રહણ કરેલા-સમજમાં આવેલા અર્થની ધારણા. સ્મરણપટ પર તેનું અંકિત થવું. કોમ્યુટરમાં જેમ Feed કરેલા વિષયો ધારણ કરી રખાય છે અને કૉપ્યુટર જડ હોવાથી તે જેમનું તેમ પડી રહે છે જ્યારે આત્મામાં તેની ધારણાથી સ્પષ્ટ વિચારધારા અને તેની પરંપરાનું ચોક્કસ દિશાયુક્ત નિર્માણ થાય 39. (Clear direction). ૫. ઉહા: ધારણામાં લીધા બાદ તેનાં Pros and cons તેની ગુણવત્તા, application વિ. માટે તેમજ વધુ સ્પષ્ટતા માટે પ્રશ્નો ઉઠવા, આમ્નાય મેળવવી, તુલના કરવી વિ. ૬. અપોહ: વિશેષ પ્રકારે વિસ્તારપૂર્વક ઉપરનાજ ગુણનું આગળનું અંગ છે. બંને સાથે હોતાં ‘ઉહાપોહ તરીકે આપણે એને ઓળખીયે છીએ. ૭. અર્થવિજ્ઞાન: ઉહાપોહની કસોટીમાંથી પાર ઉતરેલ જ્ઞાનને અર્થ-જ્ઞાન કહે છે. દ્રવ્ય-ગુણ તેમજ પર્યાયને શાસ્ત્રમાં અર્થ તરીકે ઓળખાવેલ છે. દ્રવ્યો ગુણો ને પર્યયો સૌ “અર્થ' સંજ્ઞાથી કહ્યાં;, ગુણ-પર્યયોનો આત્મા છે દ્રવ્ય જિન ઉપદેશમાં” – પ્રાતઃસ્મરણીય કુંદકુંદાચાર્ય રચિત પ્રવચનસાર ગાથા-૮૭ ૮. તત્વજ્ઞાન: સંશય-વિપરીતતા અને અનવધ્યવસાય રહિત સ્પષ્ટ દ્રવ્યસ્વભાવ અને પર્યાય સ્વભાવનું જ્ઞાન તે તત્વજ્ઞાન. તત્ત્વની વ્યાખ્યા ‘ સમાજ: તત્વ તેનો ભાવ-સ્વભાવ તે તત્વ... દ્રવ્ય સ્વભાવમાં જીવ અને અજીવ જ્યારે પર્યાય સ્વભાવમાં પુણ્ય-પાપ. આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ આવે. અને તેનેજ ‘તાર્થ શ્રદ્ધાનં તવન' કહયું. તત્ત્વજ્ઞાન થતાં. Result consciousness, and end result અને તે પૂર્વક Motivating force નું નિર્માણ થાય છે અને જીવ પોતાના ધ્યેય તરફ વિના રૂકાવટ સહજરીતે આગળ વધતો જાય છે. બુદ્ધિ એ જ્ઞાનની પર્યાય-અવસ્થા છે. વિચાર કહો કે વિકલ્પ કહો તે પણ જ્ઞાનનીજ પર્યાય-અવસ્થા છે. જ્ઞાન-વિચાર પૂર્વકજ સંકલ્પનું નિર્માણ થતું હોવા છતાં સંકલ્પ માત્ર ધારણામાં રહે છે. સંકલ્પરૂપી ધરીની આસપાસ વિકલ્પોની હારમાળા સર્જાય છે. તે હારમાળા સંકલ્પ હોવા છતાં વિકલ્પના સમયે સંકલ્પનો વિચાર હોતો નથી. સંકલ્પ સંકલ્પ તરીકે નિર્વિચાર રૂપ અંતરંગમાં - ૫૦

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156