Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 58
________________ P -ચપડી, इमौ शुश्रुणमाणस्य गृहानावसतो गुरु। प्रवज्याप्यानुपूव्येण न्यायाऽन्ते भविष्यति॥ ઘરમાં રહી માતાપિતાની સેવા કરી તેમના નિર્વાણ કે દેવલોક બાદ જ મારી દીક્ષા એટલે કે સર્વસંગ પરિત્યાગ વાજબી ગણાશે. (તેમને ઉદ્વેગ કરનારી મારી દીક્ષા વાજબી નહિ ગણાય.) આગળ જતાં શાસ્ત્રકાર લખે છે : प्रारंभमंङगलं हस्या गुरुशुश्रूषणं परम्। एतौ धर्मप्रवृत्तानां नृणां पुज्यास्पदं महत्॥ વડીલની-માતાપિતાની સેવા પ્રવજ્યાનું પ્રથમ ઉત્તમ મંગળ છે. ધર્મમાં પ્રવૃત્ત માણસોનું તેઓ મહત્ પૂજાસ્થાન છે. માતાપિતાનો પૂજક આત્મા દેવ તેમજ ગુરૂનો સાચો પૂજક બની શકે છે. માતાપિતાના ઉપકારની જેને કિંમત નથી તેને અરિહંતાદિક પંચ પરમેષ્ટિ પ્રત્યે ઉપકારબુદ્ધિ કદાપિ ઉપજે નહીં અને તથારૂપ ઉપકારબુદ્ધિ વગર તેમના પ્રત્યે પૂજ્યભાવ, સાધુની વૈયાવચ્ચ વિ. ભાવશુદ્ધિ ઉપજે નહીં. અને તથા પ્રકારની ભાવશુદ્ધિ વગર સમ્યકત્વની પ્રાપ્તિ કદી થાય નહીં सकतज्ञ स पमान लोके स धर्मगरुपजक:। • શુદ્ધધર્મમાં ચૈત્ર ય હેતૌ વિદ્યા તેજ માણસ આ જગતમાં કૃતજ્ઞ અને પવિત્ર આચરણવાળો છે, તે જ ધર્મગુરૂનો-પં છે અને તેજ દ્ધિધર્મનું ભાજન છે જે માતાપિતાની સેવામાં અનુરક્ત છે. પોતાના પુત્રને ઉછેરી, પાલણ-પોષણ કરી, ભણાવી-ગણાવી, પરણાવી, ધંધામાં લગાડી-પરોવી અને તેના સુખ માટે પોતાનાથી બનતું બધું જ કરી છૂટી માતાપિતા સંતોષ અનુભવે છે. આ સઘળા કાળ દરમ્યાન તેમના હૃદયના કોઈ ખૂણામાં એવી આશંકા નથી કે વૃદ્ધાવસ્થામાં ઈન્દ્રિયો અને શરીરના અવયવો નબળા પડતાં પુત્રની સેવાની તેના ટેકાની તેની હૂંફની જરૂર પડશે ત્યારે તે પુત્ર (તેની પોતાની સ્ત્રી તથા બાળકોના ઉછેરમાં ઓતપ્રોત થઈ ભવિષ્યમાં તે બાળક મોટો થઈ પોતે જ્યારે વૃદ્ધાવસ્થામાં આવશે ત્યારે તેની સેવા ચાકરી કરશે એવા ખ્વાબ-મનોરથ સેવતો) જેણે તેના પર આવો જ ઉપકાર કર્યો છે તે માતાપિતા તરફ દુર્લક્ષ કરશે. ઘડપણમાં પોતાના પ્રત્યેની પુત્રોની બેપરવાઈ, પુત્રવધુઓની તોછડાઈ, તિરસ્કાર અને મર્મભેદી કટાક્ષયુક્ત વચનરૂપી બાણના પ્રહાર. ભોજન પીરસવાની રીત તેમજ ભેદભાવ આ બધું મૂંગે મોઢે સહન કરનાર વૃદ્ધાવસ્થાને લીધે લાચાર માતાપિતાના એકાંતમાં અશ્રપાતથી ભીનાં થયેલાં ઓશીકાં પોતાની આત્મકથા લખે તો Tragedy ની પરાકાષ્ટાવાળુ પુસ્તક ગીનીઝની નોંધબુકમાં સ્થાન પામે અને ભલભલાનાં લોખંડ જેવા કાળજે કપી ઉઠ? : Silence is no certain token that no secret grief is there; sorrow which is never spoken is the heaviest load to bear. F. R. Havergal વૃધ્ધ માબાપને અસ્વસ્થ તબિયતના કારણે હૉસ્પિટલમાં દાખલ કરી પૈસા ખર્ચનાર ઘણા જોવા મળશે પણ હૉસ્પિટલમાં અગર ઘરમાં તેમની આગળ શૈયાપર બેસી પોતાના હાથે સેવા-ચાકરી કરનારા અને તેમનો આત્મા શાંતિપૂર્વક તેમના આ પાર્થિવ દેહને છોડી સદગતિમાં જાય તે હેતથી અંતિમ સમયે સઘળું કામકાજ છોડી ગમે તેટલા દિવસો ચાકરી કરવામાં થાય તોપણ તલમાત્ર મનમાં અણગમો ઉત્પન્ન ન થવા દઈ તેમના કાનમાં નવકારમંત્રનું અખંડધારાપૂર્વક સ્મરણ કરાવનાર પુત્રો આ કાળમાં કેટલા જોવા મળશે ?' જેણે અંતિમ સમય સુધી માબાપની સેવા કરી તેનું જીવન ધન્ય થયું તેટલું જ નહી, આગામી કાળમાં સુગતિમાં જન્મ લઈ આ ધર્મને પામશે. શ્રવણે પોતાના વયોવૃદ્ધ માતાપિતાને બે બાજુ કાવડમાં બેસાડી ખભે ઉચકી માઈલો સુધી પગપાળા ચાલી તીર્થયાત્રા કરાવ્યાનો દાખલો ઈતિહાસમાં સોનાના અક્ષરે લખવામાં આવે તો પણ ઓછો છે. - ૪૫ -

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156