________________
કરવાથી પોતાના જાન-માલની હાની તથા બાળકો પર પડતા કુસંસ્કાર વિ. અનેક શક્યતાઓના કારણે તેથી R વસવાટ કરવામાં બુદ્ધિમતા રહેલી છે. આ ગુણના ઉપલક્ષણમાં ઘરમાં ફોટાઓ, જેમાં ઓછા વત્તે અંશે બિભત્સતા, હિંસાનું તાંડવ, સૂરતા અને નિર્દયતાયુક્ત દ્રષ્યો હોય, નટ-નટીઓના અર્ધનગ્ન સ્વેચ્છાચારી દ્રષ્યો હેય તેને ટાળી પોતાના આદર્શને પોષતા, નિત્યપ્રતિ તેના દર્શનથી જીવનના ધ્યેયની યાદ દેવડાવતા ફોટાઓની સજાવટ કરવી જોઈએ.
આજકાલ ટી.વી. જે પ્રજમાં સુસંસ્કાર રેડવામાં અને આદર્શ, પ્રેમ, સ્નેહ, ભાતૃભાવ, સમર્પણ, નિસ્વાર્થ, જનસેવા, વ્યવસાયીક શિક્ષણ, નૈતિક મૂલ્યાંકનનું શિક્ષણ અને તેનો એકધાર્યો, એક પ્રકારે સારાયે દેશમાં અલ્પકાળમાં સિદ્ધ કરવાનું ઉત્તમ માધ્યમ છે તેને હિંસાખોરી અને બેફામ શરમજનક કુચેષ્ટાથી ભરપુર દ્રષ્યો બતાવી પ્રજાની જેટલી પાયમાલી નોતરી છે અને નોતરી રહ્યા છે તેનું મૂલ્યાંકન કરવામાં આવે તો તમારી અબજો રૂપિયાની અનેક પંચવર્ષિય યોજના, ઉદારીકરણની નીતિ વિ. કાંઈ કામ લાગવાનું નથી. દિવસે દિવસે અવનવા બનતા બનાવો, સાત સાંધે ત્યાં તેર તૂટે એવી બેફામ ગુન્હેગારી, શહેરી જીવન જોવામાં આવે તો આ વાત દીવા જેવી દેખાય છે. આ બધું જોઈ જ્ઞાનવૃદ્ધ પુરુષો ભૂતકાળમાં રામ અને કૃષ્ણ જેવાને પણ આવી પડેલી આફતોને યાદ કરી મનોમન કહે છે કે “દુર્વારા પવિતવ્યતા’ જે કંઈ બની રહ્યું છે તે નિવારી ન શકાય એટલી હદે પહોંચી ગયેલ છે. અને જ્યાં નિરૂપાયતા છે ત્યાં સહનતા સુખદાયક છે. "What cannot be cured must be endured' એમ જાણી ચૂપ રહે છે. જેનાથી દૂર રહેવા કહ્યું તેને ઘરમાં વસાવ્યું.
-૪૦