Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 51
________________ નં. ૭ – આદર્શ ઘર :– You have your selection of the quality, type and nature of the seed, but the fruitage is its consequence over which you have no control. so is the case with selection of a good house. - ખેતરમાં બીજ વાવતા પહેલાં તેની જાત, ગુણવત્તા વિ. જોઈ તપાસી પસંદગી કરવાનું તમારા હાથમાં છે, પણ વાવ્યા બાદ તેના ફળની જાત વિ. ઉપર તમારો અધિકાર નથી. આવું જ કાંઈ ઘરની પસંદગીમાં અને તેની પોતાના કુટુંબીજનોના જીવન પર પડતી (જાણ-અજાણમાં) અસરોમાં છે. Consequences are of two kinds 1) Immediate-Short term and 2) Far reaching-Long term. Also 1) perceptible-one can make out 2) Imperceptible - one never knows what. ઘરની પસંદગી કરતા પહેલાં સ્થળ, પડોશ, પાણી, બળતણ વિ. ની સુવિધા, ધંધાના સ્થળથી ઘરનું નજદીકપણું. ટ્રાન્સપોર્ટની ઉપલબ્ધિ, જીવન જરૂરિયાતની ચીજે સવારના દૂધથી માંડી સાંજના શાકભાજી વિ. ખરીદીની સુવિધા, છોકરાઓને ભણવા માટે શાળા-કોલજની ગુણવત્તા અને જવા-આવવા માટે વાહનની ઉપલબ્ધિ અને સૌથી અગત્યની વાત પર્યાવરણ-દુષણ (air pollution and noise pollution) નો. અભાવ અગર અલ્પતા વિ. જોઈને નિર્ણય લેવામાં બુદ્ધિમતા રહેલી છે માટે તેને ગુણ કહ્યો, सगुणमपगुणं वा कुर्वता कार्यजातं परिणतिरवधार्या यलत: पंडितेन। अतिरभसकृतानां कर्मणामाविपत्ते: भवतिहृदयदाहीशल्यतुल्यो विपाकः॥ સારૂ અગર નરસુ કામ કરતા પહેલાં બુદ્ધિમાન પુરુષે તેના પરિણામનો વિચાર કરવો જોઈએ. પૂર્વાપર વિચાર કર્યા વગર ઘણી ઉતાવળથી કરેલા કામથી કોઈ વખત એવી આપદા આવી પડે છે કે તેના વિપાકો હૃદયમાં શલ્ય (કટા)ની માફક દાહ કરનારા નીવડે છે. ઘરનો પાડોશ આજબાજુમાં રહેતા ગૃહસ્થોને પૂછી ખાતરી કરી ઘર લેવાનો નિર્ણય કરવો. ખરાબ પડોશી વડે કુટુંબ-જીવનની બરબાદી કર્યાના દાખલાઓ મુંબઈ શહેરમાં ગલીએ ગલીએ મળી આવશે. બીજી બાજા સારો પડોશ એક પ્રકારની Sense of Security નો ભાગ ભજવે છે અને અણીના પ્રસંગે મોટી આફતમાંથી બચી જવાય છે. ' ocality: આજુબાજુનાં નિવાસસ્થાનો: જ્યાં આજુબાજુમાં જુગારના અડ્ડા, દાણચોરો, સ્ત્રી-પુરુષનાં સંકેત સ્થાનો, દારૂ ગાળવાની ભઠ્ઠીઓ, પશુ-પંખીઓની હત્યા, વેશ્યાવાડો, વાતાવરણમાં હવા તેમજ ઘોંઘાટનું દુષણ ફેલાવતા કારખાનાં હોય તેવી ocality છોડી શાંત, સ્ફર્તિદાયક અને સારા આચાર-વિચારવાળા ગૃહસ્થો રહેતા હોય તેવી જગ્યા પસંદ કરવી. ઘર પણ પોતાની આવક, આર્થિક સ્થિતિ તેમજ માન સ્થાનને લક્ષમાં રાખી બને ત્યાં સુધી પોતાના જેટલી અગર થોડીક ઓછી આવકવાળા સમુહમાં લેવું. ધંધાનું સ્થળ પોતાનાથી વધુ આવક ધરાવતા સમુહમાં લેવું અગર પસંદ કરવું. ઘર બનતા સુધી પોતાની નાતજાતનો સમુહવર્ગ રહેતો હોય ત્યાં લેવું જેથી માન, મર્યાદા, લજાને કારણે દુષણથી અટકી જવાય તેમજ આડકતરો પ્રભાવ પડે. કાયદો અને વ્યવસ્થા (Law and Order) જ્યાં બરાબર બની રહેલ હોય, પરધન-પરસ્ત્રી પર બૂરી નજર નાખનાર ન હોય અને કાયદાથી - ૩૮ -

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156