________________
બીજાનો અવર્ણવાદ બોલનારના સમગ્ર વ્યવહારમાં કૃત્રિમતા, દંભ, માયાચાર અને લઘુત્વગ્રંથિનો સમન્વય જોવામાં આવે છે. આમાં પણ જ્યારે રાજા-અમાત્યાદિનો અવર્ણવાદ બોલવામાં આવે છે ત્યારે અણધારી આતને નોતરનાર નીવડે છે. કુટુંબનિવહ, ધંધોરોજગાર, સમાજમાં સ્થાન વિ. ને ખુબજ હાની પહોંચાડનાર નીવડે છે.
When you point one finger at some one, you are pointing three fingers against your self...
te - Louts Nizer. Unjust criticism is often a disguised compliment. It often means that you have aroused Jealousy and envy.
- Dale Carnagle. Jealousy is an awkward image which inferiority renders to virtue...'
– Anonymous Envy and jealousy are cancers of the soul with innumerable side effects.
- Anonymous. ગામડામાં નિંદામોર ભાઈ અગર બહેનને ગામની ફોઈ' તરીકે નવાજવામાં આવે છે. કોઈ લેખકે નિંદા કરનારના મોંને ગામની ગટરના નાળા સાથે સરખાવેલ છે. જેમ આખા ગામનું મેલું ગટરના નાળામાંથી વહેતું રહે છે તેમ નિંદા ખોરના મોંમાંથી આખા ગામના દુષણોરૂપી મેલું પાણી વહ્યા કરે છે.
પાપ નહીં પરદ્રોહસો ત્યાગે સજ્જન સંત” – દોલતરામ. બીજે ઠેકાણે એક કવિએ કહ્યું છે કે:
“નિંદા કરો નહિ કોઈની પાપી મહા તો પાપમાં;
ભવસ્થિતિનું ચિંતન કરી, વિચાર વાળો આપમાં.” અસત્ય વચનમાં શુન્ય અને ગહિત વચનને અસત્યનો પ્રકાર કહેલ છે.
परपरिभवपरिवादादात्मोकर्षाच्च बध्यते कर्म:।
निचैर्गोत्रं प्रतिभवमनेक भवकोटिदुर्मोचम्।। કોઈપણ પ્રાણીના અવર્ણવાદ બોલવાથી અને આત્મપ્રશંસા કરવાથી નીચગોત્ર બંધાય છે કે જે કરોડોભવે પણ મૂકાવું મુશ્કેલ છે. અસંશી પંચેન્દ્રિય, એકેન્દ્રિયથી માંડી ચતુરેન્દ્રિય સુધીના બધા જીવો તેમજ નરક અને નિગોદના તમામ જીવોને નીચ ગોત્રનો ઉદય છે.
છેવટે હૃદયપટ પર સોનાના અક્ષરે લખી રાખવા જેવું સૂત્ર: કેવળજ્ઞાની, શ્રત, સંઘ, ધર્મ અને દેવોનો અવર્ણવાદ દર્શનમોહનીય કર્મના બંધ હેતુ છે.)
– તત્ત્વાર્થસૂત્ર અધ્યાય - ૬ સૂત્ર - ૧૪. To praise oneself and to denounce others is a sign of inferiority complex.