Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 52
________________ ડરીને ચાલનારો સભ્ય સમાજ હોય. કાયદાના બાંધાપર પગ મૂકીને ચાલનારને જ્યાં ત્વરીત કડક શિક્ષા થતી હોય, લાંચ-રૂશ્વતનું જોર ન હોય. એવા રાજ્યમાં જ્યાં રાજા અને પ્રધાન ન્યાય-ની કારોબાર ચલાવતા હોય ત્યાં વસવાટ માટે ઘર લેવું. ઉનાળો-ચોમાસુ તથા શિયાળો એ ત્રણે ત્રાતુમાં શારીરિક બાધા ન પહોંચે એવા સ્થળ પર ઘર વસાવવું જોઈએ. બહુ નીચાણવાળા ભાગ પર ઘર ન લેવું. બહુમાળીયા મકાનમાં છેક ભોંયતળીયામાં ફ્લેટ ન લેવો. જેથી ચોરી, કોઈની બૂરી નજર, માંખ મચ્છરના ત્રાસ તેમજ દૂષણયુક્ત પર્યાવરણથી બચી જવાય. ઘરમાં દાખલ થવા માટે તેમજ ઘરમાંથી બહાર નીકળવા માટે એકમાત્ર મુખ્ય દરવાજો અને જેના પર અનેક સ્થાનો પરથી નજર પડી શકે એવું ઘર ઉત્તમ ગણાય. એકથી વધારે ઘરમાં આવવા જવાના દરવાજા ચોરી–જારીને આમંત્રણ આપનારા નીવડે છે. sense of security ને મહદ્ અંશે બાધા પહોંચે છે. A Man's house is his own castle. The first and foremost duty of any nation is to maintain Law and order so as to instill a sense of security in the minds of her citizens. Everybody should seel secured in his dwelling house and also feel secured that he will enjoy the fruits of his labour, well earned wealth without let or hindrance from any outsider. બીજું જ્યાં ન્યાયપૂર્વક અર્થોપાર્જનની સુવિધા હોય. ધર્મસાધન માટે અનુકૂળ ચૈત્યાલય તેમજ બીજાં ધર્મસ્થાનક હોય. સાધમીઓનો વસવાટ હોય. સત્સમાગમમાં સુશ્રાવકોની બાહુલ્યતા હોય ત્યાં ઘર લેવું. ઘરમાં ઝાગ-ઝમગ વગરનું અને ઉપયોગિતાના લક્ષપૂર્વક જરૂર પૂરતું ફનીચર, આસન, શયનાદિની સજાવટ કરવી. જોઈતી વસ્તુઓ જેની તેની મુકરર જગ્યા પર મૂકવી જેથી જરૂર પડતાં તુરતજ મળી આવે. A place for everything and everything in its place. ઘરના ડૉકટરનો તેમજ બીજા સ્પેશીયાલીસ્ટ ડૉક્ટરો, હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, ફાયરબ્રીગેડ, સગાસંબંધી, કારીગરો વિ.ના ટેલીફોન નંબરો ડાયરીના પહેલા પાના પર લખી રાખવા તેમજ ડાયરી મુકરર જગ્યાએ ટેલીફોનની નજીકમાં મૂકી રાખવી. ટેલીફોન પાસે જ લખવાની નોંધબુક તથા પેનસીલ કાયમ રાખવાં. ઘરની વાત કરીયે ત્યારે તેમાં ઘરની નાયિકા સ્ત્રીની વાત આવી જ જાય. જેના પર ઘરની સજાવટ અને ઉષ્માભર્યા વાતાવરણનો મુખ્ય આધાર છે. અને તેવા ઘરમાંજ ચારિત્ર નિર્માણનો પાયો નંખાય છે અને ધાર્મિક અનુષ્ઠાનો નિર્વિને પાર પડે છે. “A man's dignity may be enhanced by the house he lives in but not wholly secured by it. The owner should bring honour to the house and not the house to its owner." "A man travels the world over in search of what he needs and returns home to find it."ગુજરાતીમાં કહેવત છે : 'ધરતીનો છેડો ઘર' "It is not wealth I seek, nor fame. I crave for a home" --- Ravindranath Tagore in 'Home Sweet home at last' ઘર માટી, ચુનો અને પત્થરની સજાવટ છે તેનો આત્મા તેમાં રહેતા કુટુંબીજનો છે. સ્નેહ અને સમર્પણ વિનાનું કૌટુંબિક-જીવન કડવાશભર્યું બની જાય છે તેને પાછું હળવાશભર્યું બનાવવા માટે સમજપૂર્વક સહન કરતાં અને સહુના સુખ માટે સ્નેહપૂર્વક સમર્પણ કરતાં શીખો. કૌટુંબિક સુખ માટે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. - ૩૯ - .

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156