________________
– કોઈના અવર્ણવાદ ખાસ કરીને રાજા-અમાત્યાદિના ન બોલનાર :– - ભગવાને ૧૮ પાપસ્થાનકો કહ્યાં તેમાં ૧/૬ ભાગ એટલે કે ૩ પાપસ્થાનોમાં ૧) પૈશુન્ય, ૨) અભ્યાખ્યાન અને ૩) પરપરિવાદ કહ્યા. આ ત્રણે અવર્ણવાદનાં અંગો છે. એનાથી મનુષ્યના ધર્મ-અર્થ અને કામ (મોક્ષનો પુરુષાર્થ મુનિને હોય છે. અહીં સામાન્ય ગૃહસ્થની વાત છે તેથી લીધેલ નથી) એ ત્રણમાંથી કોઈ પુરુષાર્થની સિદ્ધિ ન હોવા છતાં એનાથી કોણ બચવા પામેલ છે? / આ ત્રણ પામસ્થાનોનો ત્યાગ કરતાં ૧/૬ કર્મબંધ ટળી જાય છે. તેમાં એક પૈસાનો ખર્ચ નથી કે 'એક ટંક ખાવાનું છોડવાનું નથી. છતાં જેના જીવનમાંથી આ ત્રણ પાપ છૂટ્યાં નથી તેનામાં સજ્જનતા નથી તો ધર્મ તો ક્યાંય દૂર રહ્યો. :
“અરે! જ્ઞાન નરને થાય છે; જે સુજન તેમ વિનીત ને; . . તે જ્ઞાનથી કરી લક્ષ, પામે મોક્ષપથના લક્ષ્યને' || ૨૨ ||
– બોધપ્રાભૃત કોઈપણ જીવનો અવર્ણવાદ બોલનાર નીચગોત્રનો બંધ કરે છે અને લઘુત્વ ગ્રંથિથી પીડાતો હોય છે. તેને જીવનમાં કોઈ ખાસ ધ્યેય નથી. મનુષ્ય જીવનની એક એક પળ એટલી કિંમતી છે કે ભગવાન મહાવીર ગૌતમપ્રભુને સંબોધીને કહે છે 'સમય જોય માં ' હે ગૌતમ! એક સમયમાત્રનો પ્રમાદ ન કર. આનાથી ઉલટું ખાસ કરીને પાછલી ઉમરમાં સમય કેમ પસાર કરવો એ એક Problem છે! આખા જીવનમાં સઢ વગરના વહાણ જેવી ધ્યેય વગરની જીંદગી પસાર કરી તેનું આ પરિણામ છે. અને અવર્ણવાદનું દુષણ અહીં ઘર કરે છે.
Idle mind is the devil's workshop. આ દુષણમાં ખાસ કરીને અદેખસકોભાવ બીજાનો ઉત્કર્ષ-લૌકિક સ્ત્રી, ધન, મકાન, ધંધા રોજગારમાં પ્રગતિ ન જોઈ શકવાના કારણે સામાની નિંદામાં તેને રસ પડે છે. આધ્યાત્મિક-ધર્મમાં બાહ્ય પ્રવૃત્તિ કરનાર લોકસમુહમાં તેમજ સાધુઓમાં, પંડિતોમાં પણ આ દુષણ ઓછું નથી. નિંદા કરનાર અને રસપૂર્વક સાંભળનાર બંનેમાં રસપૂર્વક સાંભળનાર વધુ અધમ કક્ષાનો છે કેમકે નિંદા કરનારને તો કંઈપણ પ્રયોજન હશે જ્યારે આને તો કંઈ નથી.
પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ દુષણ વધુ પ્રમાણમાં અને સ્વભાવગત જોવામાં આવે છે. તેનું મુખ્ય કારણ નવરાપણું અને જીવનમાં કોઈ ઉદાત ધ્યેય હાંસલ કરવાના નિર્ણયનો અભાવ. કોઈ અંગ્રેજ લેખકે લખ્યું છે:
There are three modes of communication: 11 Telephone, 2) Telegram, 3) Tell-a-woman. પહેલાની કહેવત છે. •
અનેક ભવોની આરાધનાના ફળસ્વરૂપ કોઈક જીવમાં ઉદારતા અને સરળતા જોવામાં આવે છે. કોઈના પણ અવર્ણવાદ બોલનારને આમાંનો કોઈ ગુણ હોવાનો સંભવ નથી એટલું જ નહિ તેની ગંધ પણ તેનામાં નથી. આ દુષણ ઐહિક આપત્તિને વખત જતાં આમંત્રણ કરનાર અને લઘુત્રગ્રંથિને પોષણ આપનાર નીવડે છે.
એમ કહેવાય છે કે સ્ત્રીઓને ત્રણ વસ્તુ ખુબ પ્રિય હોય છે ૧) મલાઈ ૨) જમાઈ ૩) નિંદા. શૌર્યરસ, કરૂણ રસ, અધ્યાત્મિક રસ વિ. માં નિંદાને પણ નિંદારસ કહી વર્ણવ્યો છે.
બીજાના અવર્ણવાદ કોઈની આગળ કરવાથી એક પોતે હલકો પડે છે એ વાત બાજુએ રહી વધારામાં જેની આગળ આ વાત કરી છે તેનાથી તે કાયમ બીતો રહે છે. રખેને તેને કહી દેશે એવો ભય તેને કાયમ રહે છે.
-- ૩૬ -