Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 47
________________ વિપ્ન આવતાં તેનું નિવારણ કરવું તેમજ ૯. વૈયાવચ્ચ કરવી, ૧૦. અરિહંત ભક્તિ, ૧૧. આચાર્ય ભક્તિ, ૧૨. બહુશ્રુત ભક્તિ, ૧૩. પ્રવચન ભક્તિ, ૧૪. આવશ્યક ક્રિયાઓનું પરિપૂર્ણ પાલન કરવું, ૧૫. મોક્ષમાર્ગની પ્રભાવના, ૧૬. પ્રવચન વાત્સલ્ય. પરનિંદા, આત્મ પ્રશંસા, બીજાના છતા ગુણોનું આચ્છાદન કરવું, ઢાંકવા અને પોતાના અછતા ગુણોને પ્રકાશવા (કોઈને કહેવા વિ.) નીચગોત્રના બંધ હેતુઓ છે. તેથી ઉલટું પર પ્રશંસા, આત્મનિંદા, બીજના અલ્પગુણને પણ પ્રકાશવા, પોતાના ગુણને ઢાંકવા, દોષને કબુલ કરવા. તેમજ નમ્રવૃત્તિ અને નિર્માતા (અનુસેક ભાવ) ઉચ્ચગોત્રના બંધહેતુઓ છે, દાનાદિમાં વિઘ્ન કરવું તે અંતરાયકર્મના બંધહેતુઓ છે. (દાનાદિ:- દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય-ઉત્સાહ). Self Praise and denouncing others is the sign of inferiority complex. Inferiority Complex = efle out 247 Self respect = 6220da નક્કસે મર૬ તસ્કૃસે વMફ જીવ જે લેયા સહિત મરણ કરે છે તેવી ગતિમાં ઉપજે છે. લશ્યાના છ પ્રકારમાંથી ત્રણ અશુભ લેશ્યાઓ: કૃષ્ણ, નીલ અને કાપોતના ભાવોનું સ્વરૂપ જાણી તેનો પ્રયત્નપૂર્વક ત્યાગ કર્યા સિવાય જીવનો ઉદ્ધાર નથી. પ્રથમોપશમ સમ્યકત્વ વખતે ત્રણ શુભ લેશ્યા: પીત-પદ્મ અને શુક્લ તેમાંની કોઈએક લેશ્યા હોય. નરકગતિમાં અપવાદ છે ઉત્કૃષ્ટ કૃષ્ણલેશ્યા સહિત મરણ કરે તો નિયમથી સાતમી નરકમાં ઉત્પન્ન થાય અને ઉત્કૃષ્ટ શુકલેશ્યાસહિત મરણ કરે તો મિથ્યાદ્રષ્ટિજીવ પણ નવમી ગ્રેવેક સુધી દેવપણે ઉત્પન્ન થાય અને સમ્યગ્દષ્ટિ હોય તો પાંચ અનુત્તર વિમાનોમાં સર્વાર્થસિદ્ધિ સુધીમાં દેવપણે ઉત્પન્ન થાય. પાંચ અનુત્તર વિમાનમાં ઉપજેલા બધા દેવો એકાવનારી હોય છે. संबुज्जमाणे उणरेमतीतं पावाउ अप्पाणं निवट्टएजा - हिंसाप्पसूयाई दुहाइ मत्ता, वेराणुबंधीणि महब्भयाणि હે આર્ય બુદ્ધિમાન માણસ એ છે કે જે સમ્યફજ્ઞાનને પ્રાપ્ત થયો થકો, હિંસાને કર્મબંધનો હેતુ અને ભયંકર વેરની પરંપરાને વધારનાર અને દુઃખના મૂળભૂત કારણ જાણીને પાપથી ડરીને ચાલે છે. આ રીતે ભવભીરુતાને કારણે શાસ્ત્રોના અર્થને યથાવત શ્રવણ તેમજ અવધારણ કરે છે. શ્રવણ અને અવધારણ ક્રિયાનું પ્રધાન કારણ ભવભીરતા છે આ સિવાય શ્રોતાપણું સંભવતું નથી. – અણગાર ધર્મામૃત અધ્યાય ૧લો શ્લોક ૧૯. - ૩૪ -

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156