________________
સાવધયોગની નિવૃત્તિરૂપ વ્રત, ચારિત્ર, સામાયિકની ભાવના જેના હૃદયમાં વસેલ છે એવો જીવ અલ્પ પપમાં (ક્ષોભ સહિત) પ્રવૃત્તિ કરતો હોવા છતાં તેની સતત નિંદા-ગહ કરતો રહે છે અને મનોમન “મિચ્છામિ દુક્કડમ બોલતો રહે છે. ઘર તેમજ બહારનાં બધાં કાર્યો સંભાળપૂર્વક ત્રસ-સ્થાવર જીવોની હિંસા ટાળીને કરે છે. “પૃહાનિ સવા દ્રષ્ટિપૂર્વ રાજ્ય
—: પાપાશ્રવ :ચર્યા પ્રમાદભરી, કુલષતા, લુબ્ધતા વિષયો વિષે; પરિતાપ ને અપવાદ પરના, પાપ આશ્રવને કરે. ૫ ૧૩૯ છે. સંજ્ઞા, ત્રિલેશ્યા, ઈન્દ્રિયવશતા, આર્તરૌદ્ધ ધ્યાન બે; ' વળી મોહને દુર્યક્ત જ્ઞાન પ્રદાન પાપતણું કરે. || ૧૪૦ ||
– પંચાસ્તિકાય સંગ્રહ ચય પ્રમાદભરી:- યત્ના-સાવધાની (ઢસ-સ્થાવર જીવોની હિંસા ટાળવી) રહિત ચર્યા કહેતાં ચાલવું, બેસવું, ઉઠવું વિ. બધી દિનચર્યા. કલુષતા:- ક્રોધ, માન, માયા અને લોભ પૂર્વકના મનના કલુષિત ભાવોને કલુષતા કહેલ છે. આનું વર્ણન આગળની ૧૩૮ ગાથામાં કરેલ છે. વિષયોમાં લબ્ધતા:- પાંચ ઈન્દ્રિયના વિષયોમાં લોલુપતા, ગૃદ્ધિભાવ, વિષય લંપટતા. . પરિતાપ:- બીજા જીવોને દુઃખ થાય એવી કર્કશ ભાષા તેમજ શારીરિક પ્રવૃત્તિ. અપવાદ:- બીજા જીવોનો અવર્ણવાદ, નિંદા, ચુગલી, પરંપરિવાદ, ઉતારી પાડવાના ભાવ. સંજ્ઞા :- ૪ સંજ્ઞા, આહાર, નિદ્રા, ભય અને મૈથુન. ત્રિલેયા:- ૩ અશુભ લેશ્યાઓ : કૃષ્ણ, નીલ અને કાપોત. ઈન્દ્રિયવશતા:- આગળ આવી ગયેલ છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન:- ચાર આર્તધ્યાન: ઈષ્ટ વિયોગજ, અનિષ્ટ સંયોગજ, રોગ જનિત અને નિદાન આર્તધ્યાન. ચાર રૌદ્રધ્યાન: હિંસાનંદ, મૃષાનંદ, તેયાનંદ અને પરિગ્રહાનંદ (વિષય સંરક્ષણાનંદ) મોહ:- પરદ્રવ્યમાં મમત્વ (મારાપણાનો) ભાવ, તેમાં સુખબુદ્ધિનો ભાવ. ર્યક્ત જ્ઞાન:- પાપબુદ્ધિપૂર્વકનાં મન, વચન, કાયાનાં કાર્યો.
આ રીતે પાપભાવો, તેનાથી થતો કર્મબંધ અને તેના ફલસ્વરૂપ દુર્ગતિ અને દુ:ખોની પરંપરા જાણી તેનાથી ડરવું તેને પણ એક ગુણ કહ્યો.
सिंहं यथा क्षुद्रमृगाश्चरन्तश्चरन्ति दूरं परिशङकमाना:।
समीक्ष्य धर्म मतिमान् मनुष्यो दुरेण पापं परिवर्जयेच्च ॥ ઘાસ ચરવાવાળા શુદ્ધ હરણો સિંહથી ડરીને તેનાથી દૂર રહે છે તેમ ધર્મનું સ્વરૂપ જેણે જાણ્યું છે એવા બુકિતમાન મનુષ્યો પાપને દૂરથી તજે છે.
जातिं च बुडटिं इहज पास भतेहि जाणे पडिलेह सायं तम्हाऽतिविज्जो परमंतिणच्चा सम्मतदंसी ण करेति पावं॥ १२ ॥
– નિગ્રંથ પ્રવચન ગુટિકા પાન-૮૪.
- ૩૨ -