________________
નં.-૪
—: પાપભીરૂ - અધભી :—
धारपालीव यस्योश्चैर्विचार चतुरा मति: । हृदि स्फुरति तस्य अधसूति: स्वप्नेऽपि दुर्लभा ॥
જેના હૃદયમાં ઉદ્દાત ભાવનાથી પ્રેરિત વિચક્ષણ બુદ્ધિ દ્વારપાલની માફક સદાય સ્કુરાયમાન એટલે કે જાગૃત રહે છે તેને પાપબુદ્ધિ સ્વપ્નમાં પણ ઉપજતી નથી. જૈનધર્મની અનેક વિશિષ્ટતાઓમાં એક ખુબજ માર્મિક અને વેધક વિશિષ્ટતા ‘પાપથી ડરવું’ એ છે. જૈન ધર્મમાં ભગવાનથી ડર રાખવાનો ઉપદેશ નથી. મરણાદિક પ્રસંગમાં ‘પ્રભુને ગમ્યું તે ખરૂં તેમાં આપણો કંઈ ઈલાજ નથી.' તથા ‘સદ્ગતના આત્માને પરમાત્મા શાંતિ અર્પી' એ બધું બોલવાનો તેમજ છપાવવાનો રિવાજ જૈનોમાં પણ ભલે હોય છતાં જૈનધર્મમાં ભગવાન તો સર્વજ્ઞ અને વીતરાગ છે. ત્રણ જગતમાં સ્થિત અનંતાનંત પદાર્થોમાં એક પરમાણુ માત્રના કર્તા જિનેશ્વર પ્રભુ નથી. પોતાના કર્મોનો તેમજ સુખદુ:ખનો કર્તા તેમજ ભોક્તા જીવ પોતે જ છે.
જીવનનિર્વાહ માટે ધનાદિક ઉપાર્જન કરવામાં પાપાચરણ કરવા છતાં ધનાદિની પ્રાપ્તિ થતી જોઈ તેમાં માણસને ભગવાનની કૃપાદ્રષ્ટિ જણાય છે જે મન-મનામણાં અને આત્મવંચના સિવાય બીજું કંઈ નથી. દેશનો રાજા પણ પાપાચરણ-અનીતિ આદિથી ધન કમાનાર પર કૃપાદ્રષ્ટિ રાખતો નથી. જેલના સળીયા પાછળ ધકેલી દે છે અને બીજો પણ યોગ્ય દંડ કરે છે તો ભગવાન કૃપાદ્રષ્ટિ રાખે એ વાત કેમ બની શકે? અનીતિ અને અન્યાયથી ધન કમાનાર તેમાં ભગવાનની કૃપા જોતાં હોય તો આ પાપાચરણથી છૂટી જીવનને પવિત્ર બનાવવા તરફ ક્યારે વળશે? જ્યારે પાપથી ડરનાર પાપનું સ્વરૂપ અને તેનું ફળ આ ભવ તેમજ પરભવમાં દુ:ખ અને દુર્ગતિ જાણી પાપથી પાછો ફરશે. અને ઉદ્દાત જીવન જીવવા તરફ વળશે. જીવનમાં
પવિત્રતા લાવી વાસ્તવિક આત્મોન્નતિના માર્ગમાં આગળ વધતો જશે.
"The Sinners and especially those who are earning their livelihood by dishonest and unfair means are the most ardent believers in 'God and his mercy.' It suits their profession. It is wishful thinking and self-deception both combined." ~ Annonymous
Alexander Pope in his 'An Essay on Man' Episode IV writes: "But sometimes virtue starves and vice is fed, What then? Is reward of virtue bread?
કોઈકોઈ વખત ગુણવાન મનુષ્યને બે ટંક પેટ ભરવા પુરતું ખાવાનું પણ મળતું નથી અને દુર્જન, દાણચોર, કાળા બજારીયા, અનીતિના ધામો ચલાવનાર અઢળક ધન પેદા કરતા જોવામાં આવે છે. અલેકઝાન્ડર પોપ કહે છે કે તેથી શું થઈ ગયું! ગુણ, સદાચરણનું ફળ શું રોટી કમાવી તે છે ?
धार्मिको न अर्थसंपन्न : धनाढय : स्वादधार्मिक: ।
નેતિ ધર્મસ્થ વૈષજ્યું, તં તસ્યાત્મનિ સ્થિતમ્॥ ૪૬ ॥
ધાર્મિક વૃત્તિવાળો જીવ દરિદ્ર હોઈ શકે છે અને અધાર્મિક-પાપી જીવ ધનાઢ્ય હોઈ શકે છે તેથી કંઈ ધર્મની વિફળતા ન સમજવી. ધર્મનું ફળ આત્મામાં-આત્મિક ભાવોમાં-આત્માની પવિત્રતામાં રહેલું છે.
બીજી વાત દુર્જન ધનાઢ્યો સુખી છે અને ગરીબ-સજ્જન દુ:ખી છે એ કોણે કહ્યું? એક મા ઘરમાં કોઈના ત્યાંથી બે પેંડા આવ્યા હોય તે બે બાળકોને સ્કુલમાંથી ઘેર આવે તે પહેલાં પોતે ખાઈ જાય અને બીજી મા બાળકોના ઘેર આવવાની વાટ જોતી જ્યારે ઘેર આવે ત્યારે તેમને આપી રાજી થાય. સુખી કોણ ?
- 08 -