________________
આ સંસાર જન્મ-મરણના દુ:ખોથી ભરેલો છે. દરેક જીવને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે તેનું જેને સંપૂર્ણ ભાન છે અને દુ:ખથી છુટકારાનો એક માત્ર ઉપાય હિંસાદિ પાંચ પાપોથી વિરક્તિરૂપ વ્રતાચરણ / સામાયિક ચારિત્ર છે એમ જાણીને સમ્યગ્દષ્ટિ જીવો પાપાચરણ કરતા નથી.
ण कम्मुणा कम्म खवेति बाला, अकम्मणा कम्म खवेति धीरा।।
मेधाविणो लोभमयावतिता संतोषिणो ण प्रकरेति पावं॥ પાપાશ્રવો ખુલાસા રાખી ગમે તેટલા અનુષ્ઠાનો કરે તો પણ તે જીવો કર્મનો ક્ષય કરી શકતા નથી. જ્યારે સંવર-નિર્જરારૂપ પોતાના મન, વચન અને કાયાના યોગમાં, કાર્યમાં પ્રવર્તમાન ધીર પુરુષ કર્મોને ખપાવી દુ:ખનો અંત કરે છે. લોભ અને મદ (ધનાદિ સામગ્રી પ્રાપ્ત કરવાનો લોભ અને પ્રાસ વસ્તુઓનું અભિમાન)નો ત્યાગ કરી સંતોષી જીવો પાપાચરણ કરતા નથી.
માશંકર વજે પાર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને “ભાવરૂપ - પંચપરાર્વતન રૂપ સંસારનું ભયંકર સ્વરૂપ, નરક તિર્યંચાદિનાં, ક્ષેત્ર-જનિત અને ભાવજનિત તીવ્ર દુ:ખોનું સ્વરૂપ જેણે જાણ્યું છે અને તે બધું કૃષ્ણાદિ પાપરૂપ લેશ્યાનાં તેમજ તેનાથી બંધાયેલ પાપકર્મોનું પરિણામ છે એમ જેણે સારી રીતે જાણ્યું છે એ જીવ પાપાચરણ કરતો નથી.
કર્મપ્રકૃતિ અને તેનાં મુખ્યપણે કારણો (ભાવો) : તસ્ત્રદોશ, નિહનવ, મત્સર, અંતરાય, અસાદન અને ઉપઘાત એ જ્ઞાનાવરણીય તેમજ દર્શનાવરણીય કર્મબંધના હેતુઓ છે. સામાન્ય જીવો તેમજ વ્રતધારી જીવો પ્રત્યે અનુકંપા, દાન, સરાગ સંયમાદિ યોગ, ક્રાન્તિ (ક્ષમાદિભાવ)
નો ત્યાગ. બાહ્યાભ્યાંતર પવિત્રતા) સાતાવેદનીય બંધના કારણો છે. પોતાને-બીજાને તેમજ સ્વપરને દુ:ખ, શોક, આતાપ, આક્રંદન, વધ તેમજ પરિવેદન કરવારૂપ પરિણામ અસાતાવેદનીય કર્મબંધનાં હેતુઓ છે.
કેવળજ્ઞાની, શ્રત, સંઘ, ધર્મ અને દેવનો અવર્ણવાદ, દર્શન મોહનીય કર્મબંધના હેતુઓ છે. કષાયના ઉદયથી થતા તીવ્ર ક્રોધાદિરૂપ પરિણામ ચારિત્ર મોહનીય કર્મબંધના હેતુઓ છે. બહુ આરંભ અને બહુ પરિગ્રહ એ નરકાયુના બંધના હેતુઓ છે. માયા તિર્યંચ આયુ-ગતિની બંધ હેતુ છે. અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, સ્વભાવથી જ મૃદુતા (કોમળ પરિણામ) તેમજ સરળતા એ મનુષ્ય આયુષ્યના બંધ હેતુઓ છે.
શીલરહિતપણુ, વ્રતરહિતપણું અને પુર્વોક્ત અલ્પઆરંભ, અલ્પ પરિગ્રહાદિ પરિણામ તેમની તારતમ્યતા પ્રમાણે બધા આયુષ્યોના બંધ હેતુઓ છે.
સરાગસંયમ, સંયમસંયમ, અકામ નિર્જરા અને બાલતપ એ દેવાયુષ્યના બંધ હેતુઓ છે. યોની વક્રતા અને વિસંવાદ અશુભ નામકર્મના બંધહેતુઓ છે. તેનાથી ઉલટું યોગની અવક્રતા (સરળતા) અને અવિસંવાદ શુભનામકર્મના બંધ હેતુઓ છે.
– તીર્થંકર નામપ્રકૃતિનાં બંધના કારણો :
(ષોડષ કારણભાવના) ૧. દર્શનવિશુદ્ધિ, ૨. વિનય સંપન્નતા, ૩. શીલ તેમજ વ્રતોમાં અતિચાર રહિતપણું, ૪. અભીષ્ણ (અતુટધારા-સતત) જ્ઞાનોપયોગ, ૫. સંવેગ, ૬. શક્તિ પ્રમાણે ત્યાગ, ૭. શક્તિ પ્રમાણે ત૫, ૮. સંઘ તેમજ સાધુજનો પર
- ૩૩ -
-