________________
यत्र धर्मो हि साधुनां तत्रैव गृहमेधिनाम् ધર્મ તો જે સાધુઓનો છે તેજ ગૃહસ્થ તેમજ શ્રાવકોનો છે. સાધુઓ ધર્મનું પૂર્ણપણે પાલન કરે છે જ્યારે ગૃહસ્થ-શ્રાવકો તેનું યથાશક્તિ પાલન કરે છે ધર્મમાં ફરક હોઈ શકે નહીં. ફરક તેના પાલનમાં તેની માત્રામાં હોય.
जिनपुगप्रवचने मुनीश्वराणां यदुकतमाचरणम्।
सुनिरुप्य निजां पदवीं शकितं च निसेव्यमेतदपि। જિનેશ્વર પ્રભુના સિદ્ધાંત પ્રવચનમાં મુનીશ્વરોનું જે આચરણ (આચાર) કહેલ છે તે પણ ગૃહસ્થોએ પોતાના પદ અને શક્તિ પ્રમાણે સેવન કરવું જોઈએ.
मुर्छा परिग्रहे त्यकत्वा गृहेऽपि सुविधिनृपः।
भूत्वाऽच्युतेन्द्रस्तुर्येऽभूद् भवे प्रथमतीर्थकृत्॥ સુવિધિરાજા ઘરમાં રહેવા છતાં પરિગ્રહમાં મુચ્છના ત્યાગથી અશ્રુત સ્વર્ગમાં ઈન્દ્ર થઈ ચોથા ભવમાં આ ચોવિસીના પ્રથમ તીર્થંકર થયા.
-- શ્રાવકાચાર સંગ્રહ ભાગ-૩ પાન-૫૧૦