________________
3
સંવાદ અને લગ્નમંડપથી પાછા ફરનાર નેમિરાજ સાથે રાજમતિનો સંવાદ અને બંનેએ પરિણામ સ્વરૂપ આર્થિકાપરૂપ દીક્ષા ગ્રહણ, સ્ત્રીની પતિપરાયણતા ઉપરાંત અદમ્ય સ્વતંત્રપરાયણતાનાં યુગોસુધી સ્મરણપટ રહેનારાં જ્વલંત દ્રષ્ટાંતો છે.
All other gifts (goods) by Fortune's hand are given, The wife is the peculiar gift of heaven ~ Pope
મનુષ્યના જીવનમાં અનેક અનુકુળ સામગ્રીની પ્રાપ્તિમાં સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિ અનુકૂળ સ્ત્રીને કહેલ છે.
"A man travels the world over in search of what he needs (peace) and returns home to find it."
ઘરની શોભા, સમૃદ્ધિ, યશ, સુખ, શાંતિ અને ધર્મ એ સર્વમાં કુલીન સ્ત્રીનું યોગદાન પુરુષ કરતાં જરાય ઓછું નથી, કદાચ વધારે કહીયે તો પણ અતિશયોક્તિ નથી. પૈસા કમાવા કરતાં તેનો અવેર અને દુર્વ્યયના અભાવનું મૂલ્યાંકન અનેકગણું વધારે છે અને તેમાં સ્ત્રીનું યોગદાન મહદ્ અંશે હોય છે. વર્તમાન યુગમાં દિન-પ્રતિદિન વધતી જતી મોંઘવારીમાં કુટુંબના ખર્ચને નિભાવવાનો અત્યંત વિકટ બોજો માથે ઉપાડી, ‘સાત સાંધે ત્યાં તેર તૂટે' એવી પરિસ્થિતિનો મુકાબલો કરી દિવસના અંતે પુરુષનું અંત:કરણ ‘ચાલો હવે દુકાન-ઑફિસ બંધ કરી ઘેર જઈએ' એમ મનોમન બોલે છે ત્યારે દિવસનો થાક ઘેર જઈ ઉતારી શાંતિની ઝંખના કરતું હોય છે. ઘેર આવી સોફાસેટ અગર હીચકાપર બેસી પગ લંબાવી નિરાંતનો દમ લે છે તે વખતે ઘરની સજાવટ ઉષ્માભર્યું વાતાવરણ અને તે બધા કરતાં પોતાના ઘેર પાછા ફરવાની પ્રતીક્ષા કરતી પોતાની સ્ત્રીની આંખમાં તેની કદર કરતું પ્રતિબિંબ જ્યારે તે જુએ છે ત્યારે આખા દિવસનો થાક એક ક્ષણમાં ઉતરી જાય છે અને બીજે દિવસે ફરી પાછા ધંધા-નોકરી પર જવાની શક્તિ-પ્રેરણા મેળવી લે છે.
Peace and rest at length have come All the day's long toil is past; And each heart is whispering 'Home' 'Home at last... Most men who run down women are running down one woman only दक्षा तुष्टा प्रियाभाषा, पतिचित्तानुवर्तिनी । कुलौचित्याद्वयकरी सा लक्ष्मीरिव चापरा ।। પતિના ચિત્તને અનુસરનારી, ફુલને ઉચિત ખર્ચ કરનારી સ્ત્રી જાણે ઘરમાં બીજી
શાણી, સંતુષ્ટ, પ્રિયભાષી, લક્ષ્મી ન હોય તેવી હોય છે.
Hood Home at last'
Remy De Gouroat
મદનસુંદરીની માફક મધુર, પરિમીત અને સમયોચિત વચન બોલનારી, રૂખમણી (શ્રી કૃષ્ણની પટરાણી) તેમજ દ્રોપદી (અર્જુનની ધર્મપત્ની)ની માફક પતિના અભિપ્રાયને તેમના રહન-સહનથી સહજમાં, આંખના પલકારા માત્રમાં જાણી લઈ તેમના કંઈપણ *હેવા પૂર્વેજ પ્રસંગને અનુકૂળ વર્તન કરનારી અને તેજપાલ મંત્રીની પત્ની અનુપમાદેવીની માફક ઘરકાર્યમાં કુશળ અને ઘરના સ્થાન-માનને અનુકુળ માફકસર ખર્ચ કરનારી, ઘરની શોભા, શાંતિ અને સ્વાસ્થ્યને વધારનારી.
- ૨૭ -
કુલીનતા, આચારની વિશુદ્ધિ, ઉત્તમ કુલાચાર અને દેવ-અતિથિ તેમજ બાંધવોનો સત્કાર કરવામાં નિર્દોષ મનોવ્યાપાર ઉત્તમ કુળવધુનાં લક્ષણ છે.