________________
– મરણોત્તર કારજનો જમણવાર :– એક ગામમાં એક વયોવૃદ્ધ માણસ ગુજરી ગયા. તેમના બે દિકરાઓ મુંબઈમાં રહેતા હતા. પિતાજીના કારજ માટે ગામમાં આવ્યા. કારજમાં ગામ જમાડવાનો નિર્ણય કર્યો. જુના જમાનામાં પંચની રજા વગર ગામનો જમણવાર કોઈ કરી શકતો નહોતો. પંચની બેઠક થઈ. તેમાં જમણવાર સંબંધી વાતો ચાલતી હતી. બધી સભામાં એક પ્રતિષ્ઠિત વયોવૃદ્ધ સજજન બધું સાંભળતા હતા. કંઈ બોલતા ન હતા. સ્વાભાવિક રીતે બધાની નજર તેમના તરફ વળી અને બધાએ પૂછ્યું “મુરબ્બી! આપ કેમ કંઈ બોલતા નથી?' બંને ભાઈઓએ પણ આજ પ્રમાણે પ્રશ્ન કરતાં તેમણે કહ્યું કે પંચની બેઠક આવતી કાલ પર મુલતવી રાખો અને બંને ભાઈઓને રાતના પોતાને ઘેર આવવા જણાવ્યું. બંને ભાઈઓ તેમના ઘેર ગયા. બંને ભાઈઓને મુરબ્બીએ પૂછ્યું કે ભાઈ! તમોને યાદ તો હશે કે તમારા પિતાશ્રીને દેવું થઈ ગયેલું અને ગામના ઘણા માણસો જેમાં વિધવા બાઈઓ પણ છે તેમના પૈસા ડુબી ગયા છે. તમારે જમણવારમાં જે ખર્ચ થવા જોગ છે તેટલામાં ગામના બધા જુના લેણદારોનું દેવું પતી જશે એટલે મારી તમને સલાહ છે કે તમે જમણવારનો વિચાર માંડીવાળો અને બાપનું જૂનું દેવું પતાવી દો. મુરબ્બી પાસે લીસ્ટ તૈયાર જ હતું. બંને ભાઈઓએ મુરબ્બીની વાત કબુલ કરી અને લીસ્ટ મુજબ બધાના ઘેર જઈ દેવું પરત કરી દીધું. ગામમાં હર્ષોલ્લાસ થઈ ગયો અને જ્યારે આ બે ભાઈઓ મુંબઈ પાછા આવવા ઘેરથી નીકળ્યા ત્યારે આખું ગામ સ્ટેશન સુધી તેમને વરાવવા ગયેલ.
–: બે મિત્રો વચ્ચે વિખવાદ અને લવાદ :– અમદાવાદમાં લગભગ ૫૦ વર્ષ ઉપરની બનેલી આ વાત છે. શ્રેણિક અને ગૌરવ નામે બે મિત્રો હતા. શ્રેણિક ગર્ભશ્રીમંત અને ગૌરવ સાધારણ સ્થિતિનો હતો. બંને મિત્રો એટલે જાણે કૃષ્ણ સુદામાની જોડી. દિવસમાં એક વખત ભેગા થઈ વાતચીત ખબરઅંતર પૂછ્યા વગર રાતના ઘેર સૂવા જાય નહીં. સમય જતાં ગૌરવની આર્થિક સ્થિતિ કથળતી ગઈ. ઘરમાંનાં ઘરેણાં વેચી ઘરખર્ચ ચલાવવાનો વખત આવ્યો. ગૌરવે આનો કંઈ પણ અણસાર શ્રેણિકને આવવા દીધેલ નહીં. એક દિવસ શ્રેણિક ગૌરવની ઑફિસ આગળથી પસાર થતો હતો. તેણે ઑફિસ આગળ ગાડી ઉભી રાખી પહેલે માળ ગૌરવની ઑફિસમાં ગયો. ઑફિસમાં પગ મૂકતાં જોયું કે એક માત્ર પટાવાળો બેઠો છે. બધા માણસોને રજા આપી દીધેલ છે અને ગૌરવ ટેબલ પર બંને હાથમાં માથું મૂકી ખુરશીમાં બેઠેલ હતો. કોઈક આવ્યું છે એવો અણસાર થતાં ઊંચું જોયું તો શ્રેણિક હતો. અંતરની મનોવ્યથાને છૂપાવી હસવાનો પ્રયત્ન કર્યો અને વર્તમાન દેશકાળનો વિષય કાઢી ચર્ચા કરવા લાગ્યો અને સાચી પરિસ્થિતિનો ઢાંકપિછોડો કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ચબરાક શ્રેણિક એક આંખના પલકારામાં બધું સમજી ગયો. અંગ્રેજીમાં બે કહેવતો છે:
1. "The tonge can lie, the eyes cannot." 2. "The eyes speak in all languages and the eyes understand all languages."
શ્રેણિકના પ્રેમપૂર્વકના દબાણને વશ થઈ અથથી ઇતિ સુધી આપવીતી તેને સંભળાવી દીધી. હવે વાત એમ હતી કે બે ત્રણ દિવસ પર એક ખ્યાતનામ પેઢીની આખા ગુજરાતની માલના વેચાણની એજંસી આપવા માટે શ્રેણિકના ત્યાં ઑકર આવેલી. કામનો બોજો એટલો બધો હતો કે શ્રેણિકે કંઈ જવાબ આપ્યો ન હતો. અને મનમાં ના પાડવાનો વિચાર કરી રાખેલો. શ્રેણિકે ગૌરવને આ એજંસી લેવાનો વિચાર જણાવ્યો. ગૌરવે કબૂલ કર્યું અને તાત્કાલિક જરૂરીયાત માટે રૂા. ૫૦,૦૦૦=૦૦ લોન આપ્યા. ગૌરવનો કારોબાર સારો ચાલ્યો અને ચાર પાંચ વર્ષમાં ગૌરવે તે જમાનામાં બે ત્રણ લાખ કમાઈ લીધા. એક દિવસ ગૌરવે શ્રેણિકને
– ૧૦