________________
“પંચમકાળમાં પ્રતિક્રમણને જ પરમાગમમાં ધર્મ કહેલ છે. આત્માના હિત, અહિતના વિચારમાં નિરંતર ઉધમી રહેવા યોગ્ય છે. પ્રતિક્રમણ આત્માની ભારે સાવધાની (જાગૃતિ) રખાવનાર છે અને પૂર્વે (આ બ તેમજ પરભવમાં) કરેલા પાપની તેનાથી નિર્જરા થાય છે.’
સમાધિ સોપાન પાન-૨૪૫
~: સામાયિક :
જૈનધર્મની ભવ્ય ઈમારત સામાયિક્રના દૃઢ પાયા પર ખડી છે. અને સાચા અર્થમાં સામાયિકનું પુરોગામી સમ્યગ્દર્શન છે.
જીવના સુખદુ:ખનું કારણ અંતરંગ ભાવો પર નિર્ભર છે, બાહ્ય પદાર્થો કે સંયોગો કે પ્રસંગો પર નહીં, એમ જ્યારે પ્રથમ ઓધસંજ્ઞાએ પણ જણાશે ત્યારે તે બાહ્ય સંજોગો પરથી લક્ષ છોડી અંતરંગ ભાવો તરફ તેમજ તેને સુધારવા તરફ કેન્દ્રિત કરશે. આ બધું પણ ભગવાનની આજ્ઞા-શાસ્ત્રની આમ્નાય અનુસાર, શાસ્ત્રમાં બતાવેલ વિધિ અને ક્રમપૂર્વક હોવું જોઈએ. સ્વચ્છંદપણે પોતાના અભિપ્રાયપણે નહીં.
જે થાય અધ્યવસાન જીવને વસ્તુ આશ્રિત તે બને; પણ વસ્તુથી નથી બંધ, અધ્યવસાન માત્રથી બંધ છે.
11
સુખદુ:ખનું કારણ સમભાવ કે વિષમભાવ છે. સમભાવ અને તેની આરાધના મોક્ષમાર્ગ છે. વિશ્વમભાવ અને તેમાં રક્તતા સંસારમાર્ગ છે. ભગવાન કહે છે કે હે જીવ! તારૂં કલ્યાણ (પવિત્રતા, સુખ, શાંતિ) શામાં રહેલ છે તે તું વિચારી જો અને પછી તને જે રૂચે તે કર.
सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं । उभयं पि जाणइ सोच्चा जं सेयं तं समाचरे ॥
—: નિત્યક્રમ :
सद्य: प्रातः समुत्थाय स्मृत्वा च परमेष्टिनम् । પ્રાત: હ્રત્યાન્નિવૃત્ત: સત્, બુર્વાત્મનિરીક્ષf i सामायिकं प्रकुर्वीत, समभावस्य लब्धये । भावना भावयेत् पुण्या:, सत्संकल्पान् समासृजेत् ॥
દશવૈશાલિક ૪/૫
સવારમાં વહેલા ઉઠી, પંચ પરમેષ્ટિનું સ્મરણ કરી સવારનાં સ્નાન-શૌચાદિ ક્રિયાથી પરવારી તુરતજ આત્મ નિરીક્ષણ કરવું. સમભાવની પ્રાપ્તિ માટે સામાયિક કરવું, પવિત્ર ભાવનાઓ ભાવવી અને દરરોજ નવા નવા ઉદ્દાત સંકલ્પો કરવા.
साम्यं स्यात् निर्ममत्वेन तत्कृते भावनाश्रयेत्
નિર્મમભાવથી સમતાભાવ પ્રગટે છે અને તેને માટે ભાવનાઓ ભાવવી જોઈએ. તેનો આશ્રય કરવો જોઈએ અને તે છે : અનિત્યાદિ બાર ભાવનાઓ, મૈત્રિ આદિ ચાર ભાવનાઓ, અહિંસાદિ પાંચ મહાવ્રતની દરેકની પાંચ પાંચ મળી, ૨૫ ભાવનાઓ.
संसार देह स्वरुपं संवेग वैराग्यार्थम्
સંસાર અને દેહનું સ્વરૂપ સંવેગ અને વૈરાગ્યને અર્થ વિચારવું જોઈએ. આ સઘળી ભાવનાઓ વ્રતોમાં
-૧૬ -