________________
चरित्तो खलु धम्मो શુભને અશુભ અનેકવિધ પૂર્વે કરેલું કર્મ જે; તેથી નિવઆત્મને, તે આતમા પ્રતિક્રમણ છે. | ૩૮૩ || શુભ ને અશુભ ભાવી કરમ જે ભાવમાં બંધાય છે; તેથી નિવર્તન જે કરે તે આતમા પચખાણ છે. || ૩૮૪ છે. શુભ અને અશુભ અનેકવિધ છે વર્તમાને ઉદિત જે; તે દોષને જે ચેતતો તે જીવ આલોચન ખરે. પ્રતિક્રમણ નિત્ય કરે અને પચખાણ જે નિત્યે કરે; નિત્ય કરે આલોચના તે આતમા ચારિત્ર છે. || ૩૮૬ ..
– શ્રી સમયસાર જૈન શાસનમાં પ્રતિક્રમણ અગ્રસ્થાને અને તેમાં પ્રચલિત શબ્દ “મિચ્છામિ દુક્ત૬ છે. મનથી અને કાયાથી નમ્ર બનીને દોષોને દૂર કરવા માટે, હું મારાથી થયેલા દુષ્કતને મિથ્યા કરવા પશ્ચાતાપ છું અથવા મારી ભૂલથી (હું ભવિષ્યમાં તેની ભૂલ ફરીથી નહિ કરૂં એવા અધ્યવસાન પૂર્વક) પાછો ફરું છું. પ્રતિક્રમણ માટેનું આ સૂત્ર અને તેનું ઉચ્ચારણ તથા તેના અર્થની ગંભીરતા, જૈનશાસનના પ્રણેતા મહાનુભાવોની પરમ જ્ઞાનસંપન્નતા, પરમ શીલસંપન્નતા અને પરમ કારૂણ્યશીલતા તથા સર્વોત્કૃષ્ટ શાસનની સ્થાપના સૂચવે છે. પૂર્વે કરેલા પાપોનું પ્રાયશ્ચિત ભવિષ્યમાં તેવી ભૂલ નહિ કરવાના નિણર્યપૂર્વક જ હોય અને તે નિર્ણય-પ્રતિજ્ઞાને પચખાણ કહેવામાં આવેલ છે. પચખાણ-વ્રત-પ્રતિજ્ઞા અભિગ્રહ વિ. એ એકજ અર્થના સૂચક છે અને છેવટે વર્તમાનમાં થઈ રહેલા ભાવોનું બારીકાઈપૂર્વક અંતરંગમાં નિરીક્ષણ-પૃથક્કરણ-સમીક્ષા કરી તેમજ સર્વ આપદાઓનું મૂળ અંતરંગ ભાવોમાં રહેલું છે એમ બરાબર સમજી સતત જાગૃતિપૂર્વક વર્તમાન દોષોને જોઈ તેને ટાળવા તે આલોચના છે. આ ત્રણે એટલે કે પ્રતિક્રમણ-પચ્ચખાણ અને આલોચના મળી એક ચારિત્ર નામ પામે છે. ચારિત્રનું આવું આબેહુબ ભાવવાહી વર્ણન જિનશાસન વગર બીજે ક્યાં જોવા મળે ? ચરિત્તો નુ થો ચારિત્ર એજ ખરો ધર્મ છે. ચારિત્ર પોતે જ સુખ તેમજ સુખમય છે. આત્માનું સુખ આત્મામાં હોય, આત્માના ગુણમાં હોય તેનો આવિર્ભાવ તે ધર્મ કહો કે મોક્ષમાર્ગ કહો બંને એક જ અર્થને સૂચવે છે.
'“પ્રતિક્રમણ આદિ ક્રિયાચરણ નિશ્ચય તણું કરતો રહે;
તેથી શ્રમણ તે વીતરાગ ચરિત્રમાં આરૂઢ છે.”
–: પ્રતિક્રમણ – પશ્ચાતાપ- પ્રાયશ્ચિત :– ભગવાનની આજ્ઞા-આમ્નાય વિરૂદ્ધ પૂર્વે કરેલ સર્વ દુરાચરણ માટે પશ્ચાતાપરૂપી એવો અગ્નિ પ્રગટ કરે કે પૂર્વે બાંધેલ સત્તામાં રહેલ કર્મ (સામાન્ય લોકોને સમજ પડે તેવી ભાષામાં કહીએ તો કુસંસ્કાર) બળીને ભસ્મ થઈ જાય. પ્રાયશ્ચિતને છ અંતરંગ તપમાં પ્રથમ સ્થાન છે (પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન) અને તત્ત્વાર્થસૂત્ર ૯મા અધ્યાયની ૩જી ગાથામાં “તપના નિર્જરા ર’ કહેલ છે. એટલે કે પ્રાયશ્ચિતથી નવા આવતા કર્મોનો સંવર થાય છે (નવાં કર્મ બંધાતાં નથી) અને બાંધેલ સત્તામાં રહેલ કર્મની નિર્જરા થાય છે. જેને શાસ્ત્રમાં સ્થિતિકાંડઘાત અને અનુભાગકાંડઘાત કહેલ છે. અને સંવર-નિર્જરા એ મોક્ષમાર્ગ છે એવું કથન માળાના મણકાઓ વચ્ચે પસાર થતી દોરીની માફક હરેક શાસ્ત્રમાં ઓતપ્રોત રહેલ છે.
પસ્તાવું એ પુનિત ઝરણું, સ્વર્ગથી ઉતર્યું છે; પાપી તેમાં પુનિત થઈને પુણ્યશાળી બને છે.
-— કલાપિ
- ૧૫ -