________________
सावध योगस्य विरतेरभ्यासो जायते यतः।।
समभाव विकासः स्यात्, तच्च सामायिकं व्रतम्।। જેમ જેમ સાવધ યોગ (હિંસાદિ પાંચ પાપ)ની વિરતિનો અભ્યાસ થતો જાય છે તેમ તેમ સમભાવની વૃદ્ધિ થતી જાય છે અને તેજ સામાયિક વ્રત છે.
सामायिकं च मोक्षांगं परं सर्वज्ञभाषितम्।
वासीचंदनकल्पानामकमेतन्महात्मानाम्।। વાંસલા (કુહાડીની ધાર) પ્રત્યે (સુગંધ છોડનાર) ચંદનવૃક્ષ સમાન મહાત્મા પુરુષોનું સામાયિક નામનું ચારિત્ર જ મોક્ષનું પરમ અંગ છે એમ સર્વશદેવે કહેલ છે. - ચંડકૌશિક નાગે ભગવાન મહાવીરના પગના અંગુઠામાં દંશ દીધો. અંગુઠામાંથી સફેદ લોહીની ધાર વહેવા લાગી ત્યારે ભગવાન મહાવીર ચંડકૌશિક નાગને સંબોધતાં–પ્રતિબોધ કરતાં ચંડકૌશિક નાગને પરિણામની નિર્મળતા. થતાં પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું. તેને આ જીવનનો તેમજ સારાંયે આભવનાં દુષ્કૃત્યોનો એટલો બધો પશ્ચાતાપ થયો કે કીડીઓના નગરામાં મોં ઘાલી આમરણ ઉપવાસની પ્રતિજ્ઞાપૂર્વક દેહ છોડ્યો. તે દરમ્યાન કીડીઓએ તેના શરીરમાં ચટકાઓ ભરી ભરીને તેમજ શરીરના અંગોને ખાઈ જઈ આખું શરીર ચારણીની માફક કરી નાખ્યું હતું. બીજી બાજુ ભગવાનની આંખમાં આંસુની ધાર વહેવાલાગી. પોતાના પગમાં લોહીની ધાર નીકળવાથી નહીં પરંતુ ચંડકૌશિક નાગની પાપવૃત્તિ પર દયા આવતાં. સંગમદેવ છ મહિના સુધી ઉપસર્ગ કરી દેવલોકમાં પાછો ગયો ત્યારે પણ આમજ બનેલ.
कृतापराधेऽपि जने कृपामनन्यतारयोः।
ईषद्बाष्पार्द्रयोर्भद्रं श्री 'वीरजिननेत्रयोः।। Jesus wept (shortest sentence in the Bible)
- John XI-35 જેલના દરવાજાના સળીયા તોડી પોતાના પિતા શ્રેણિક રાજાને જેલમાંથી મુક્ત કરવા કુહાડા સાથે જેલ તરફ કોણિકને દોડતો આવતો જોઈ શ્રેણિક રાજાના મનમાં શંકા ઉપજી કે કોણિક મને મારી નાખવા દોડતો આવે છે. પોતાના પુત્રને ઘોર પિતૃહત્યાનું પાપ ન લાગે તે હેતુથી તેના પહોંચવા પૂર્વે જ બે દાઢ વચ્ચે જીભને કચરીને શ્રેણિક રાજાએ આત્મહત્યા કરી. મહાપુરુષોના ચારિત્રનો આવો જ કોઈ અપૂર્વ અચિંત્ય મહિમા છે. આવા હજારો દષ્ટાંતો ભગવાન મહાવીરના કથાનુયોગમાં મળે છે. આ પાંચમા આરામાં કોને ફરસદ છે એ જોવાની કે જીવનમાં ઉતારવાની
समता सर्वभूतेषु संयमे शुभभावना। आर्तरोद्र परित्याग : तद्धि सामायिकं व्रतम्॥
-: રૌદ્રધ્યાન :૧. હિંસાનંદ, ૨. મૃષાનંદ, ૩. તેયાનંદ, ૪. પરિગ્રહાનંદ
अभिलपति नितान्तं यत्परस्यापकारं व्यसनविशिखभिन्नं वीक्ष्य यत्तोषमेति। यदिह गुणगरिष्टं द्वेष्टि दृष्टवान्यमूर्ति
भवति हृदि सशल्यस्तद्धि रौद्रस्य लिंगम्। જે બીજાઓનું બુરું ચાહે છે તથા બીજાઓને કષ્ટ આપદારૂપ બાણોથી વિંધાયેલો અને દુ:ખી જોઈને સંતોષની
- ૧૮