________________
પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યતામાં આ આઠ ગુણનો સમાવેશ થઈ જાય છે.
સંવેગગુણના લક્ષણમાં ઉપલક્ષણ ભક્તિ અને વાત્સલ્ય છે. પ્રથમ ગુણના ધોતક આત્મનિંદા અને આત્મગહ છે. એટલે કે સમ્યદ્રષ્ટિ જીવ નિરંતર પોતાના દોષોને જોતો થકો પોતાની નિંદા-ગોં કરતો રહે છે. કોઈપણ દોષ થતાં ચિંતામિ ઈનિ મMા યોનિ એમ મનોમન દિવસમાં સેંકડો વખત બોલતો રહે છે.
- -: સમ્યકત્વનાં ૮ અંગ :– ૧. નિ:શંકતા, ૨. નિઃકાંક્ષતા, ૩. નિર્વિચિકિત્સા, ૪. અમૂઢદષ્ટિ, ૫. ઉપવૃંહણ, ૬. સ્થિતિકરણ, ૭. વાત્સલ્ય અને ૮. પ્રભાવના.
-: સમ્યત્વના ૨૫ દોષ :ઉપર કહયા તે નિ:શકતાના પ્રતિપક્ષી શંકાદિ ૮ દોષ ૮ મદ ૬ અનાયતન અને ૩ મૂઢતા.
પંચાધ્યાયી ઉત્તરાર્ધમાં શ્લોક ૪૨૫ થી માંડી ૮૧૮ સુધી પાન ૧૮૫ થી ૩૨૨ અવશ્ય વારંવાર અધ્યયન કરવા જેવા છે.
– સમ્યગ્દર્શનના ૫ અતિચાર :– ૧. શંકા, ૨. કાંક્ષા, ૩. વિચિકિત્સા, ૪. અન્યદ્રષ્ટિ સંસ્તવ અને ૫. અન્યદ્રષ્ટિ પ્રશંસા. સમ્યગ્દર્શનની પણ ચારિત્રની માફક આરાધના હોય છે માત્ર સ્વીકૃતિ નહીં
“વાત્સલ્ય વિનય થકી સુદાને દક્ષ અનુકંપા થકી વળી માર્ગ ગુણસ્તવના થકી ઉપગૂહન ને સ્થિતિકરણથી. ' આ લક્ષણોથી તેમ આર્જવભાવથી લક્ષાય છે ! વણમોહ જિનસમ્યકત્વને આરાધનારો જીવ જે.' '
અષ્ટપાહુડમાં ચારિત્રપાહુડ ગાથા.૧૧-૧૨. लघुत्वमारोग्यमलोलुपत्वं वर्णप्रसादं स्वरसौष्ठवं च ।
गंध : शुभो मूत्रपुरीषमल्पं योगप्रवृत्तिं प्रथमा वदन्ति ।। ૧. શરીરનું હલકાપણું, ૨. નિરોગીપણું, ૩. લોલુપતાનો અભાવ, ૪. શારીરિક કાંતિની ઉજ્જવળતા, ૫.
સ્વરની મધુરતા, ૬. સુગંધ અને ૭. મળમૂત્રની ન્યૂનતા આ સર્વ લક્ષણો યોગની પ્રથમ સિદ્ધિનાં બાહ્ય ચિન્હો જણાવેલ છે. આજ વાત બીજે ઠેકાણે નીચે પ્રમાણે બતાવેલ છે :
अलोल्यमारोग्यमनिष्ठरत्वं गंधःशुभो मूत्र-पुरीषमल्पम्। ... कान्ति : प्रसाद : स्वरसौम्यता च योगप्रवृत्ते : प्रथमं चिन्हम्॥
-: ધર્મધ્યાનનાં લક્ષણ:धम्मस्स लकरवणं से अज्जवलहुगत्तमद्दवुवदेसा।
उवदेसणा य सूत्ते णिसग्गजाओ रुचीओदे॥ આર્જવ એટલે સરળતા, લઘુતા એટલે હળવાપણું માર્દવ એટલે નમ્રતા, ઉપશમભાવ, જિનસૂત્રમાં આત્મહિતની બુદ્ધિ અને અસંગતાની રૂચિ એ ધર્મધ્યાનનાં લક્ષણ છે.
- ૨૧ -