Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 24
________________ કહ્યું કે હવે મારે બધી વાતે સારું છે અને આપણે હિસાબ સમજી લઈએ. શ્રેણિક કંઈ સમજ્યો નહિ અને ગૌરવને પૂછ્યું ભાઈ! શાના હિસાબની તેં વાત કરે છે? ગૌરવે કહ્યું કે મેં તારી પાસેથી એજંસી અને રૂા. ૫૦,૦૦/- લીધા ત્યારે મનમાં નક્કી કરેલું કે જે કંઈ નફો થાય તેમાં તારો અડધો હિસ્સો મારે ગણવાનો. શ્રેણિકે કહ્યું કે એજન્સી તો જતી કરવાની હતી તે મેં તને લેવા કહ્યું અને રૂા. ૫૦,૦૦=૦૦ પાછા ત્યારે - લેવા કે તારે તેની બીલકુલ જરૂર ન હોય અને તે પણ તને મારો દેવાદાર ન રાખવા માટે. પૈસા માટે નહીં. ગૌરવ કહે હું તને ૫૦ % ભાગ આપ્યા વગર રહું નહીં અને શ્રેણિક કહે એક પણ પૈસો ભાગનો લેવો મારે હરામ છે. વિખવાદ વધતો ગયો. અને બંનેની મિત્રતામાં ફરક પડવા લાગ્યો. ગામમાં પણ બધે વાતો થવા લાગી. શ્રેણિક અને ગૌરવની પત્નીઓને પણ લાગ્યું કે બંને મિત્રોમાં કંઈક વિખવાદ જાગ્યો ' છે. બંનેએ મળી ગામના એક મુરબ્બી સજ્જનને બંને મિત્રો વચ્ચે શું વિખવાદ પડ્યો છે તે તેમની પાસેથી જાણી નિવેડો લાવવા સૂચન કર્યું. અને કોઈપણ ભોગે બંનેનું સમાધાન કરી આપવા આગ્રહ કર્યો. મુરબ્બીએ વાત ધ્યાનમાં લઈ મોકો જોઈ બંનેને પૂછયું અને બંને મિત્રોએ નિખાલસપણે પોત પોતાની વાત રજુ કરી. ઘણી રકઝક પછી એમણે મુરબ્બીને લવાદ તરીકે નીમ્યા અને તેમનો ચુકાદો માંથે ચઢાવવાનું વચન આપ્યું. બંનેના વિચારો તેમજ મક્કમતા જાણી લઈ મુરબ્બીએ ચુકાદો આપ્યો કે ધંધામાં ભાગ આઠ આનીને બદલે ચાર આની રાખવો અને ચાર આની મુજબ જે નફો નીકળે તે બંનેએ મળી ધર્માદામાં વાપરવા-ખર્ચવા. તે પ્રમાણે ચુકાદાનો અમલ થયો અને બંનેની મૈત્રી પાછી હતી તેવી થઈ ગઈ. ' ગૃહસ્થને કોઈપણ કાર્યમાં, વ્યવહારમાં કે ધનાર્જનમાં ન્યાય-નીતિ અગ્રસ્થાને તેમજ નિયામક હોવી જોઈએ. પોતાની યોગ્યતા કરતાં કોઈવધુ વિશેષણોથી નવાજે તેપણ સાંખી શકે નહીં. ઘરમાં ચીજવસ્તુની વપરાશ ભોગવટો ઘરના બીજા સભ્યોની જરૂરિયાત લક્ષમાં લઈ બીજાઓને પહેલાં આપી પછી પોતે ભોગવે. આવી ન્યાયસંપન્નતા જ્યાં સુધી જીવનમાં ઓતપ્રોત ન થાય ત્યાંસુધી આ જીવને ભગવાને બાલેજીવ કહ્યો છે પછી ઉમર ભલે તેની ૭૦ વર્ષની હોય. "This virtue of rectitude must be firmly established in mind and so enter into every detail of a man's life. All dishonesty, deception, trickery and misrepresentation must be for ever put away, and the heart be purged of every vestige of insincerity and Subterfuge. The least swerving from the path of rectitute 'is a deviation from virtue. There must be no extravagance or exaggeration of speach, but the simple truth must be stated : Engaging in deception, no matter how apparently insignificant) for glory or with the hope of personal advantage is a state of illusion which one should make effort to dispel. It is demanded of a man of virtue that he shall not only practise the most rigid honesty in thought, word and deed but that he will be exact in his statements, omitting and adding nothing to the actual truth. In thus shaping his mind to the principle of rectitude, he shall gradually come to deal with people and things in the just and impartial spirit, considering equity before himself and viewing all things with freedom from personal bias, passion and prejudice (પૂર્વગ્રહ અને રાગદ્વેષ). When the virtue of rectitude is fully practised, acquired and comprehended, so that all temptation to untruthfulness and insincerity has ceased, then is the heart made pure and noble, theri is character strengthened and knowledge enlarged and life takes a meaning and a new power.” - James Allen - ૧૧ -

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156