________________
પરમાત્મદશાને પ્રાપ્ત કરાવનાર આર્કિચન્ય ધર્મ જે ભગવાને કહ્યો છે તેનું વર્ણન:- આર્કિચન્ય ધર્મ પ્રધાનપણે સાધુજનોને હોય છે. તથાપિ એકદેશધર્મ ધારણ કરનાર ગૃહસ્થ પણ એ ધર્મને (એટલે કે સર્વવિરતિ-સર્વ પરિગ્રહનો બાહ્યત્યંતર ત્યાગ, સર્વ ઠેકાણે સમભાવ, પાંચ સ્થાવર અને છઠ્ઠા સર્વ સજીવો એટલે કે છનિકાય છવોને અભયદાન રૂપ) ગ્રહણ કરવાની ઈચ્છા નિરંતર સેવે છે અને ત્યાંસુધી ગૃહસ્થદશામાં જે મંદરાગી,
અતિ
રક્ત રહીને પ્રમાણિક પરિગ્રહ રાખે છે, ભવિષ્યની વાંછા કરતો નથી, અલ્પ પરિગ્રહમાં અતિ સંતોષી
રહે
પરિગ્રહને પાપરૂપ દુ:ખરૂપ (આ ભવ તેમજ પરભવમાં) અને અત્યંત અસ્થિર માને છે અને એ પરિગ્રહને અર્થે થતો આરંભ અને તેનાથી થતી છનિકાય જીવોની હિંસાને કારણે ઘોર નરક-તિર્યંચનાં દુ:ખો અસંખ્યકાળ સુધી ભોગવવાં પડે છે એમ જાણે છે. આવા આર્કિચન્ય ધર્મની અને પરમપવિત્ર વીતરાગમાર્ગની જેને સહેજ પણ ઝાંખી દર્શન થએલ છે તેના જીવનમાં અન્યાય-અનીતિનો સંભવ કેમ હોઈ શકે ? સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં ાયોપશમાદિ પાંચ લબ્ધિના રિણામો ન્યાયનીતિયુક્ત ઉત્તરોત્તર વિશુદ્ધિનાં પરિણામો છે.
ન્યાયનીતિથી ઉપાર્જન કરેલા દ્રવ્યનું સુપાત્રે દાન કરનાર નંદિષેણ કુમાર (શ્રેણિકરાજાનો પુત્ર) અનેક દિવ્યભોગ ભોગવી ચારિત્ર ગ્રહણ કરી સ્વર્ગમાં જઈને અનુક્રમે મોક્ષપદને પામશે.
ન્યાય-અન્યાય, નીતિ-અનીતિ કોઈપણ પ્રકારે ઉપાર્જિત ધન-વૈભવ તેમજ રાજમહલ જેવા નિવાસસ્થાનોમાં રાચતા અને તેમાં જીવનનું સાક્ષ્ય સમજતા અને તેથી આગળ વધી તેમાં ભગવાનની કૃપા જોતા જૈન ભાઈ-બહેનોએ જરાક મનને શાંત કરી વિચારવા જેવું છે કે જે પરિગ્રહને ભગવાને પાપ (પતન કરનાર) અને ગૃહવાસને હિંસા તેમજ સર્વ અનર્થોનું મૂળ કહી ગૃહસ્થ-શ્રાવકને પોતાની શક્તિ અનુસાર તેના ત્યાગનો ઉપદેશ આપ્યો છે તેમજ તેના સાચી સમજપૂર્વકના ત્યાગમાં અવિનાશી સુખ સમાયેલું છે એમ કહેલ છે તે પરિગ્રહની વૃદ્ધિમાં ભગવાનની કૃપા જોવી તેના જેવું વીતરાગમાર્ગની અવહેલના સ્વરૂપ બીજું કયું અસત્ય-જૂઠાણું હોઈ શકે ? સય્યદ્રષ્ટિ ગૃહસ્થ-શ્રાવક-શ્રાવિકા, મુનિ-આર્થિકા જે મોક્ષમાર્ગ-વીતરાગમાર્ગમાં રત છે તેમજ વીતરાગ માર્ગની મન-વચન અને કાયાની અર્પણતાપૂર્વક આરાધના કરનાર જીવને ભગવાનની દેશનામાં આવેલ-ગણધર પ્રભુએ ઝીલેલ અને પરંપરાએ આચાર્ય ભગવંતોથી રચિત જિનાગમો (જે વર્તમાનમાં પણ આપણા સદ્ભાગ્યે મોજુદ છે)માં પદે પદે ભગવાનની કૃપા દેખાય છે. ધનવૈભવમાં નહીં.
ભગવાનનો ઉપદેશ જેના હૃદયમાં ઉતર્યો છે એવા જ્ઞાની-ઉપાસક જીવના અંતરના ઉદ્ગારો :
जिनधर्मो विनिर्मुक्त्वा मा भवेच्चक्रवर्त्यपि ।
स्याच्चेत् दरिद्रोऽपि जिनधर्मानुवासितो ||
હે ભગવાન । જિનધર્મરહિત ચક્રવતીપણું પણ મને ખપતું નથી. જિનધર્મના સંસ્કાર સહિતની ગરીબાઈ પણ મને કબુલ મંજુર છે.
-૧૨