Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 22
________________ દૂરદર્શનથી પ્રસારણ થતા અનેક પ્રકારના દ્રષ્યો જેવા કરતાં અંતરંગ હૃદયકેન્દ્રમાં હરેક પળે પ્રતિભાસતા આત્માના પરિણામો-ભાવોનું અવલોકન. નિરીક્ષણ, પૃથક્કરણ સમીક્ષા અને આલોચનાદિ કરતો આ જીવ થઈ જય અને ન્વયી પદાર્થો પરથી દ્રષ્ટિ ઉઠાવી લઈ અંતરંગ ભાવોને જિનાજ્ઞા પ્રમાણે ઓળખીને હેય-ઉપાય ભાવોને જાણીને અંતરંગમાં નિષ્કલંક ચારિત્ર નિર્માણનો સંકલ્પ કરે તો ક્રમેકરીને અસંખ્ય કર્મોની નિર્જરા કરતાં ઉત્તરોત્તર વિશુદ્ધિને પ્રાસ આ જીવ થોડાક ભવોમાં દેવ-માનવ ભવ પામીને અંતિમ પરમ પુરૂષાર્થ આરાધી અનંત, અક્ષય, અવ્યાબાધ, અનુપમ સુખધામ નિર્વાણની પ્રાપ્તિ કરે એવો જિનેશ્વર પ્રભુનો ઉપદેશ છે. અન્યાય-અનીતિ પૂર્વક ધનાદિ ઉપાર્જનમાં જીવના મનોવ્યાપારમાં એક એવા અનિષ્ટ પરિબળોનું વિષચક્ર પેદા થાય છે કે જેની સંતતિ રૂપે બીજા હજારો સંકલ્પ-વિકલ્પોની જાળમાં પોતે પોતાને ઘેરી લે છે અને તેના ફળસ્વરૂપ પરવશ અને લાચાર બની જીવનનાં બાકીનાં એક પછી એક વર્ષ એજ પરવશ અવસ્થામાં પૂરાં કરી અંતસમયે એવી મનોવ્યથા માનસિક તાણ (Tension) હતાશ વિ. થી ઘેરાઈ જઈ અંતરંગમાં અકથ્ય વેદના-માનસિકતાણ, હતાશા અનુભવતો અને બાહ્યમાં બેશુદ્ધ અવસ્થામાં આ દેહ અને દેહના કારણે સ્ત્રી પુત્રાદિને અસહાયરૂપ અને મકાનાદિ બાહ્ય સાધનોને જેમને તેમ મૂકી દુર્ગતિમાં ચાલ્યો જાય છે. આમાંથી કોઈ શરણરૂપ થતું નથી. "अणायार भंडसेवी जन्ममरणादि बंधति" એક અંગ્રેજ લેખકે લખ્યું છે : Multitudes of men have made money but have lost the capacity for enjoyment in the process. નીતિથી ધન કમાનારને જીવનમાં સંતોષરૂપ ધનની પ્રાપ્તિ થાય છે. એક અપૂર્વ આત્મવિશ્વાસ-સંકલ્પ બળનું અંતરંગમાં નિર્માણ થાય છે. અને કાલાદિલબ્ધિ પામતાં ભગવાનના પ્રવચનના સારરૂપ નિર્મળબોધને પામે છે. અને કમેકરીને કૃતકૃત્યદશાને પામે છે. પંડિત દીપચંદજી કાસલીવાલ કૃત 'ભાવદીપિકા'માં સમ્યગ્દષ્ટિ જીવના ભાવોનું વર્ણન કરતાં લખે છે : “અનંતાનુબંધી રહિત અપ્રત્યાખ્યાનાદિ ત્રણ કષાયના ઉદયમાં મહાપાપના કારણ અન્યાયરૂપ જે ચંચલ ભાવ તેને છોડી વિમલતા-આત્મશુદ્ધિને પ્રાસ હોય છે ન્યાયરૂપ નિશ્ચલ ભાવમાં રહે છે. અહીં જીવ સમ્યદ્રષ્ટિ હોય છે. અને સમ્યકભાવનું ગ્રહણ હોય છે. ચાર કષાય, ક્રોધ, માન, માયા અને લોભ તથા નવ નોકષાય-હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જાગુસ્સા અને ત્રણ વેદ પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ ન્યાયરૂપ પ્રવર્તે છે. ચારે કષાયોનાં કાર્ય તો હોય છે પણ ન્યાયરૂપ. પાંચ ઈન્દ્રિયોના વિષયોનું સેવન તો હોય છે પણ તે ન્યાયરૂપ તેમજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવની યોગ્યતાપૂર્વક હોય છે. વિષય-કષાયનાં કાર્યોમાં અતિઆસક્તતા પૂર્વક મૂચ્છભાવને પ્રાપ્ત થતો નથી. અયોગ્ય કાર્ય કદાપિ કરતો નથી. રાજવિરૂદ્ધ, ધર્મવિરૂદ્ધ, લોકવિરૂદ્ધ વિષય કષાયનાં કાર્ય કરતો નથી. સાત વ્યસનમાંથી એક પણ વ્યસન તેને હોતું નથી. અને હંમેશાં જાગૃત-સચોટ ઉપયોગ સહિત હોય છે. – ભાવદીપિકા પાન-૬૩ આ ઉપરથી સમજાય છે કે જેના જીવનમાં અન્યાય અનીતિનાં કાર્યો છૂટ્યાં નથી તેની બધી કહેવાતી ધાર્મિક ક્રિયાઓ તેમજ લાખો રૂપિયાનાં દાન બાહ્ય આડંબર, દેખાદેખી, અભિમાનની પુષ્ટી કરનારાં જાણવાં. તેમજ આત્મવંચના અને મનમનામણાં (Self deception and wishful .thinking) સિવાય બીજું કંઈ નથી.જેને ન્યાય-નીતિપૂર્વકની કમાણી નથી તેને દાનના સાચા ભાવ કદી હોઈ શકે નહીં. અંગ્રેજીમાં એક ખુબજ ભાવવાહી કહેવત છે: "Be just before generous." - ૯ -

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156