Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 21
________________ કરી પરમ નિગ્રંથ દાને ધારી આ જગતમાં એક પરમાણુ માત્ર પણ મારૂં નથી, હતું નહિ અને થશે પણ નહિ એવી આર્કિચન્ય દશાને પામી નિર્વાણ પામ્યા છે. ત્યાં ઉપર જણાવેલી ભયંકર અનીતિ પૂર્વક કમાયેલ (મેળવેલ) ધનાદિ સામગ્રી તો બાજુએ રહી, જ્યાંસુધી એક દીવાસળીની સળી પણ ગ્રહણ કરવાની (પોતાના હક્ક. વગર) દાનત છૂટી નથી ત્યાંસુધી ભગવાન મહાવીરના ઉપદેશેલ વીતરાગ માર્ગની ગંધ આવવી પણ જીવને દુર્લભ છે. ધર્મીજીવના હૃદયના ઉદ્ગાર : जिनधर्मो विनिर्मुकत्वा मा भवेच्चक्रवर्त्यपि । स्याच्चेद् दरिद्रोपि जिन धर्मानुवासितो ॥ હે પ્રભુ! જિનધર્મથી રહિત શ્રેષ્ઠ ચક્રવતીપણું પણ મને ખપતું નથી. જિનધર્મના સંસ્કારથી વાસીત ભલે ગરીબાઈ હો તો તે મને કબુલ-માન્ય છે. ‘“અભક્ષ્ય ભક્ષણ કરનારનાં, અન્યાય-અનીતિથી પ્રાપ્ત થયેલ વિષયભોગ અને ધનાદિ સામગ્રીને ભોગવનારનાં પરિણામ એવાં મલીન હોય છે કે કરોડવાર ધર્મનો ઉપદેશ અને સર્વ સિદ્ધાંતોની વ્યાખ્યા ઘણા વર્ષો સુધી સાંભળે તોપણ કદી તેનો હૃદયમાં પ્રવેશ થતો નથી. પચાસ વર્ષોસુધી શાસ્ત્ર શ્રવણ કર્યું હોય તોપણ ધર્મના સ્વરૂપનું ભાન નથી એવા ઘણા આપણે પ્રત્યક્ષ દેખીયે છીએ તે બધું અન્યાયથી પ્રાપ્ત કરેલા ધનનું અને અભક્ષ્ય ભક્ષણનું ફળ છે. તેથી જે પોતાના આત્માની પવિત્રતા ઈચ્છતા હોય તેમણે અન્યાયથી ધન કમાવું-મેળવવું નહીં, અભક્ષ્ય ભક્ષણ કરવું નહીં અને પરસ્ત્રીની અભિલાષા કરવી નહીં.' E સમાધિ સોપાન પાન ૨૮૯-૨૦. જીવની હરેક પ્રવૃત્તિની પાછળ ચોક્કસ પરિબળો કામ કરી રહ્યાં હોય છે. એ પરિબળોનું નિર્માણ કરનાર પણ જીવ પોતે જ છે. બીજો કોઈ નથી. પોતાના સુખને માટે પ્રયત્ન કરી રહેલા જીવોની પ્રવૃત્તિઓમાં આસમાન જમીન જેટલો તફાવત, વાસ્તવિક સુખ અને સુખના કારણોની સમજ તેમજ મૂલ્યાંકનમાં પૂર્વ-પ્રશ્ચિમ દિશાની જેમ તફાવતને કારણે છે. એક બાજુ મહત્વાકાંક્ષી બે સામ્રાજ્યો વચ્ચે યુદ્ધમાં હજારો-લાખો માણસોના મૃત્યુ-ઘવાયેલાઓની યાતનાઓ, તેના પરિણામ સ્વરૂપ વિધવાઓ અને અનાથ બાળકોની હૃદયદ્રાવક મનોવેદનાઓ અને બીજી બાજુ રણસગ્રામમાં જાનના જોખમે ઘવાયેલાઓની યાતના દૂર કરવામાં રાત-દિવસ એક કરતા Red-Cross ના માનવ રત્નો-નમ્ર સેવકો. એક બાજુ મહત્વાકાંક્ષી રાજાઓનો કાળો કેર અને બીજી બાજુ મધર ટેરેસાનું લોકસેવામાં સમર્પણ જીવન. Behind every action of a man or an animal, there is a motivating force arising from an inner conviction that he will be happy in this way or that way. His action is a natural consequence of that inner conviction. The difference between what is ultimately good and conducive to happiness or otherwise is in direct proportion to the understanding of the real values of life. kya એક બાજુ લાખો રૂપિયાની આવક હોવા છતાં કોઈનું હરામનું અગર મફ્તનું ખાવાની, ઘરભેગું કરવાની દાનત અને બીજી બાજુ દસ પૈસાના સિક્કાથી માંડી સોસોની નોટો (ધોવા નાખેલા શેઠના કપડામાં મળી આવેલી) અણીશુદ્ધ સોંપી દેનાર ઘરની કામવાળી બાઈ. એકબાજુ સ્વામીવાત્સલ્યમાં જમવાની ઉતાવળના કારણે કલાકસુધી તડકામાં લાઈન લગાવી ઉભા રહેનાર લક્ષાધિપતિઓ અને બીજી બાજુ છોકરાઓને જમાડી વધ્યુંઘટ્યું નિરાંતથી ખાનાર ગરીબ ઘરની વયોવૃદ્ધ બાઈ. આ બધું અનીતિથી ઉપાર્જન દ્રવ્યથી પોષણ પામેલ વિકૃતમાનસની સંસારલીલા સમજવી. -૮

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156