________________
નં. - ૧ -: ન્યાયસંપન્ન વિભવ- નીતિથી ઉપાર્જિત દ્રવ્ય :– ગૃહસ્થોની મનની પ્રવૃત્તિ ઘણુંખરૂં અર્થોપાર્જન તરફ રહ્યા કરે છે. તેમાં રાત કે દિવસ પણ જોવામાં આવતો નથી. અનાદિ સંસ્કાર કહેતાં વાસનાના જોરથી શરીર કુટુંબ તેમજ ધનાદિ સામગ્રીરૂપ પરદ્રવ્યોમાં એકત્વબુદ્ધિ તેમજ પાંચ ઈન્દ્રિયોના સુખમાં લુબ્ધતા, આસકતતા તેમજ સુખબુદ્ધિના કારણે અને તે પ્રાપ્ત કરવાના સાધનરૂપ માધ્યમ ધન એટલે કે પૈસો હોવાથી તેના ઉપાર્જનમાં આ જીવ એવો એકમેક થઈ રહ્યો છે કે તેને ભાન પણ નથી કે તે શું કરી રહ્યો છે. તેની સ્થિતિ ધતુરાપાનથી અગર મદિરાપાનથી કેફ ચઢેલા મનુષ્યના જેવી છે.
निःसारं प्रस्फुरत्येव मिथ्याकर्मैकपाकत:।। जन्तोरुन्मत्तवच्चापि वाधेर्वातोत्तरंगवत्॥
– પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા ૫૫૩ ઉન્મત્ત પુરૂષની માફક તથા વાયુથી તરંગિત સમદ્રના તરંગોની માફક આ ભોળાભિલાષા જીવોને મિથ્યાત્વ કર્મના ઉદયથી વ્યર્થ જ સ્ફર્યા કરે છે.
આજબાજ પણ તેના જેવા માં-સાંભળવામાં તેમજ અનુભવમાં પણ એજ પૈસા કમાવવા પાછળની ઘેલછા અને ધન-કુટુંબાદિકમાં એકત્વબુદ્ધિ તેમજ સુખ બુદ્ધિ.
- શ્રત, પરિચિત, અનુભૂત સર્વને, કામભોગબંધનની કથા, પરથી જુદા એકત્વની, ઉપલબ્ધિ કેવળ સુલભ ના.
– શ્રી સમયસાર ગાથા - ૪ આ પંચમકાળ - કળિયુગમાં સામાન્ય જીવોની માનસિક સ્થિતિ, તેમનું લક્ષ્ય-ધ્યેય, રાત-દિનની પ્રવૃત્તિ અને તેમના અધ્યવસાયનું જરાક બારીકાઈથી અવલોકન કરવામાં આવે તો જણાશે કે પૂર્વભવમાં આ વીતરાગમાર્ગની આરાધના કરી હશે અગર તો સત્સંગના બળે અંતરંગ વિશુદ્ધિને પામેલ હશે તેને જ વિચાર આવશે કે આ બધું શાના માટે છે અને ક્યાં જઈને અટકશે. સંસાર તેના અસલ વિકરાળ સ્વરૂપમાં નજર સમક્ષ દેખાશે. ધન પાછળ ઘેલાઓની દોટ જોઈ તેમનું રહન-સહન તેમજ માનસિક અધ: પતન જોઈ એક સંલ્પબળ તેના હદયના ઊંડાણમાં મૂળ નાખશે કે જ્યાં સુધી સામાયિક ચારિત્રરૂપ બાહ્ય-અંતરંગ પરિગ્રહના સર્વ પ્રકારે ત્યાગરૂપ સુખદુ:ખમાં, સંયોગ-વિયોગમાં, મિત્ર કે શત્રુમાં, મહેલ કે મશાનમાં પરમ સમભાવ-સામાયિકભાવ રૂપ અંતીમ પુરૂષાર્થ ઉપાડવા યોગ્ય (અંતરંગ વિશુદ્ધિરૂ૫) ચારિત્રબળ ન પ્રાપ્ત થાય ત્યાંસુધી ગૃહસ્થદશામાં રહી ધનાદિ સર્વ સામગ્રી ન્યાય તેમજ નીતિની મર્યાદામાં રહી ઉપાર્જન કરૂં અને ભોગવું તેમજ પંચપરમેષ્ટિ તેમજ ચતુર્વિધ સંઘની ભક્તિ તેમજ સુપાત્રદાનમાં વાપરૂં.
સામા છવને પણ ધનાદિ સામગ્રી મારી માફ્ટ પ્રિય છે એવી પરાર્થદ્રષ્ટિ જાગતાં ધનોપાર્જનમાં ન્યાય-નીતિની મર્યાદાનું તે ઉલ્લંધન કરતો નથી.
प्राणा यथात्मनो मिष्टा भूतानामपि ते यथा।
आत्मौपम्येन भूतानां दयां कुर्वति मानव ।। જેમ પ્રાણ (પ્રાણ કહેતાં ઉપલક્ષણથી ધનાદિ સામગ્રી) મને પ્રિય છે તેમ જગતના બધા જીવોને પ્રિય છે. સુખ મને પ્રિય છે તેમ જગતના બધા જીવોને (કીડીથી માંડી કુંજર સુધી) પ્રિય છે. એમ સમજી હે જીવ-મનુષ્ય! તું બીજા જીવો પ્રત્યે રહમ કર.