________________
निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु लक्ष्मी समाविशतु गच्छतु वा यथेष्टम्। - अद्यैव वा मरणमस्तु युगान्तरे वा
न्यायात्पथ : प्रविचलन्ति पदं न धीराः॥ વ્યવહારકુશળ માણસો મારી નિંદા કરો કે પ્રસંશા, પૈસા મળે કે ના મળે, મરણ આજ આવે કે યુગના અંતે વા ગમે તેમ થાવ તોપણ ધીર પુરુષો ન્યાયના બાંધા પર પગ મૂકતા નથી.
– જુગલ કિશોર રચિત “મેરી ભાવના આમાં ધીરા શબ્દ ન્યાય-અન્યાય, નીતિ-અનીતિ ન જોતાં ધનાદિની પ્રાપ્તિ અર્થે આંધળી દોટ મનુષ્યોએ આજકાલ મૂકી છે, તેનાથી વિરામ પામેલા એક ન્યાય અને નીતિવાન માણસની અંતરંગ મનોવેદનાનો સૂચક છે. જે ભાવ-પરિણામથી અનંત સંસારનો અનુબંધ (અનુબંધ એટલે પરંપરા) થાય એવા અનંતાનુબંધી કષાયના ઉદયથી આ જીવ અન્યાય અને અનીતિ ગર્ભિત વિષમ કાર્યો કરે છે. અસંખ્ય ત્રણ-સ્થાવરોની હિંસાયુક્ત કર્માધામી ધંધાઓ, કારખાનાઓ, રાજમહેલો યુક્ત આરંભ-પરિગ્રહ કરે છે અને ઘા ઉપર મીઠું ભભરાવવાની જેમ તેનું અભિમાન કરે છે, ચોરી કરે છે, ધાડ પાડે છે, ગામને ઉજ્જડ કરે છે, કોઈના ઘરમાં ઘૂસી જઈ ચીજવસ્તુઓ ઉપાડી લાવે છે, અને તેમ કરવામાં મરણ સુધીના ભયને પણ ગણકારતો નથી. રાજા કે કોઈ વેપારી-મીલમાલિકને ત્યાં નોકરી કરે છે તેમાં કાગળ પેનસીલ વિ. ચોરી કરી ઘર ભેગું કરે છે, પ્રજા સાથે કે અન્ય વેપારી સાથે ભળી જઈ સસ્તો માલ (શેઠને માટે) બહુમૂલ્ય આપી ખરીદી લાવે છે, શેઠનો બહુમૂલ્ય માલ સેકન્ડમાં વેચી દે છે, અગર સેકન્ડસમાં સારો માલ (શેઠનો) ભેળવી સામા માણસને આપી દે છે અને તેમાં પોતાનો હિસ્સો રાખે છે. પોતાના થોડા લાભ માટે અનેકગણું નુકસાન પોતાને નોકરીએ રાખનાર શેઠનું અગર તો સરકારનું કરે છે. સરકારી અધિકારીઓની લાંચ રૂશ્વત આજકાલ સર્વસામાન્ય વ્યવહાર બની ગયો છે. રાજ્યના હાંસિલની ચોરી કરે છે. ટિકિટ લીધા વગર અગર તો સેકન્ડ કલાસની ટિકિટ લઈ ઉપરના કલાસમાં રેલ્વેમાં મુસાફરી કરે છે. પકડાઈ જાય તો ટી.સી.ને થોડીક લાંચ આપી પતાવી દે છે. દેશપરદેશમાં ટૂંકકોલ કરવો હોય (મોટા વેપારીઓનો દરરોજનો વ્યવસાય તેમાં ટેલીફોન ઓપરેટરને માસિક હતો બાંધી અગર પરદેશના એક કોલ દીઠ એકસો રૂપિયા આપી કલાકો સુધી પરદેશ સાથે વાતચીત કરવી, એ તો આજકાલ કહેવાતા સભ્ય સમાજની દિનચર્યા બની ગઈ છે. મોટરગાડીના સાચાખોટા અકસ્માત, રેલ્વેમાં સાચા અગર ખોટા ચઢાવેલ માલ ઉતારી લઈ ગૂમ થયાના બનાવટી ક્લેઈમો-તે પાસ કરાવવાવાળાઓની છડેચોક ઓફિસો, ટેસ-જકાતના અધિકારીઓ, રાજદ્વારી કાર્યકર્તાઓ, કહેવાતા સમાજ સેવકો, પટાવાળાથી માંડી ટોચના અધિકારીઓ, રાજકર્તાઓ થોડાક હજાર અગર લાખ રૂપિયા લઈ સરકારને લાખો-કરોડોનું નુકસાન કરવાના દાખલાઓ ગોતવા જવું પડે તેમ નથી. security Scam નો છેવટનો કેટલા હજાર કરોડ રૂપિયાની ઉચાપતનો તાજો દાખલો આ યુગની નીતિમત્તાના ધોરણનો તેમજ નૈતિક અધ:પતનનો અને તેના પરિણામ સ્વરૂપ દેશમાં તેમજ પરદેશમાં અનીતિના ધામો, જુગારના અડ્ડા, દાણચોરી, કેફી દ્રવ્યોનું ઉત્પાદન અને તેની હેરફેર વિ. ખુલ્લેઆમ ચાલતાં હોય તેમાં સરકારી અધિકારીઓના આંખમિચામણાં, હતા એ બધું આપણે ત્યાં જ નહિ, પરંતુ આખી દુનિયામાં એક અનોખો વ્યવસાય વ્યવસ્થિતપણે ચાલી રહ્યો છે. ધન-કમાવવામાં રાજદ્રોહ, સ્વામીદ્રોહ, ધર્મદ્રોહ, મિત્રદ્રોહ, કૃતજ્ઞતા, વિશ્વાસઘાત વિ. દિવસભરનો વ્યવસાય અને દિવસના અંતે તેમની પ્રવૃત્તિઓ જેને 'Under World “અંધારી આલમ' તરીકે ઓળખવામાં આવે છે તેની વાતો જેણે ઓછી જાણી છે તે તેટલો ભાગ્યશાળી સમજવો.
છ ખંડના ઘણી ચક્રવતીઓ પણ સઘળા વૈભવ-સમૃદ્ધિ અને સામ્રાજ્યનો સડેલા તરણાની માફક ત્યાગ