________________
જિન શાસનનાં
G
*******
તું:
*
*
*
**
సందరు
UPS:
કોઈ કૃતિના અંગરૂપે સ્તુતિ તે વ્યાપ્ય અને સ્વતંત્ર રચના તે વ્યાપક. સમગ્ર લેખમાં જૈન સંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ સ્તોત્રો ઉપર રસમય વિશદ ચર્ચા–તેના તત્ત્વજ્ઞાન અને કાવ્યત્વ પર પ્રકાશ પાડે છે. ઉપરાંત જૈન રાસો સાહિત્યની વિગતે ચર્ચા ઉપરાંત રાસાઓની યાદી નોંધનીય છે. બંને સ્વરૂપોથી ઊંડી ચર્ચા લેખની સમૃદ્ધિ દર્શાવે છે. જૈન દર્શનમાં માનવ પ્રામાય-તેની સામ્પ્રત સમયમાં ઉપાદેયતા
આ લઘુલેખમાં જૈનદર્શન દીધી માનવની શ્રેષ્ઠતાનું સારી રીતે નિરૂપણ છે. માનવથી કોઈ મોટું નથી.'; “ધર્મમાં સ્થિર રહેનારને દેવો પણ વંદન કરે
છે.” જેવા વિધાનો માનવની મહાનતા નિર્દેશ છે. જૈનધર્મનું ઉદાત્ત તત્ત્વWWW
માનવશ્રેષ્ઠતા, સમાનતા, સમતા વગેરે પ્રસ્તુત લેખનનું હાર્દ છે. સદૃષ્ટાંત રજૂઆત એક આગવી શૈલી પણ અવલોકનીય છે. જૈન-વૈદિક પરંપરાઓનો એકબીજા પર પ્રભાવ! કષ્ણ-ગોવર્ધનધારી! ઇન્દ્રપૂજાનો વિરોધ-આ દૃષ્ટિએ સામ્ય વિચારણીય નથી લાગતું? શ્રેષ્ઠ તો માનવ જ. અખંડ દીપજ્યોતિસમા આપણા જૈનતીર્થો
મોક્ષલક્ષી ભારતીય-સંસ્કૃતિમાં યાત્રાનું આગવું મહત્ત્વ છે. જૈનધર્મમાં તો વિશિષ્ટ દષ્ટિયુક્ત છ'રી પાલિત સંઘો પૂર્ણ આયોજિત રીતે તીર્થયાત્રા કરે છે. તીર્થયાત્રામાં તારવુંયા ત્રાયતે–નો ભાવ છે. સંસારની પળોજણથી દૂર જઈ આત્મશાંતિ-શુદ્ધિના કેન્દ્રો તીર્થધામો છે. પ્રસ્તુત લેખમાં જૈનધર્મના ગુજરાત અને ભારતભરના ઉત્તમ તીર્થોની સારી વિગતોની સમૃદ્ધિ છે. પાલિતાણા, આબુ, ગિરનાર, સમેતશિખર-તીર્થકર જન્મભૂમિ આદિની વિગતપ્રચૂરતા લેખનું ઉજ્જવળ પાસું ગણી શકાય. જૈન સાહિત્યનાં ઝળહળતાં નક્ષત્રો-રાસકાર કવિઓ :
પ્રસ્તુત લેખ પ્રાચીન ગુજરાતી સાહિત્યના રાસ સ્વરૂપ અંગેની વિશદ્ ચર્ચા કરે છેમધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મોટું પ્રદાન જૈન કવિઓનું જ છે–તેમાં પણ રાસરાસો એક નૃત્યમય, ગેય કાવ્ય પ્રકાર છે. તેનું પ્રયોજન ધર્મકથા અને ઉપદેશ છે. પ્રસ્તુત લેખમાં-ભરતેશ્વર બાહુબલી રાસથી પ્રારંભી–વિનયવિજયજી કૃત શ્રીપાલરાસ ઉપરાંત અનેક સર્જકોની કૃતિઓનો સંશોધનાત્મક ઉલ્લેખ છે. સંવત ૧૪૦૦ થી ૧૭00 સુધીમાં રાસા
ભાષાનો તફાવત નોંધનીય છે. શ્રી ગોકુળદાસ ગાંધીના મતે તો “નવી ગુજરાતી ભાષાના - આદિ કવિ ઉદયંત છે!” –આ દૃષ્ટિએ રાસા-સાહિત્ય અવલોકનીય છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org