________________
૧૨
חור
જૈનદર્શનમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ :
એક તાત્ત્વિક વિચારણાને સ્પષ્ટ કરતો અધિકારી લેખક–સાધુ ભગવંતનો આ લેખ છે. સકિત એટલે શું એની સમજણ આપી જૈનત્વનો પરિચય કરાવ્યો છે–મહાસતી સુલસાનું દૃષ્ટાંત અને તેનું કયિત્વ ધર્મશ્રદ્ધાની અલૌકિક શક્તિનું દર્શન કરાવી જાય છે. સમ્યક્ત્વને જીવનમાં ઉતારી ધન્ય બનવાનો સંદેશ આપી પ્રસ્તુત લેખ નવી કેડીનાં દર્શન કરાવી જાય છે. પૂજ્યશ્રીને વંદના. જૈનશાસનમાં નિશ્ચય-વ્યવહાર
બીજો વિભાગ–વિદ્વાન, સંશોધકોના લેખનો વિભાગ. જૈનધર્મમાં આદર્શજીવન વ્યવસ્થા : અહિંસા અને મહાવીર સ્વામી
Jain Education Intemational
પ્રસ્તુત લેખ સમગ્ર જૈન દર્શન-સંસ્કૃતિની દૃષ્ટિએ, જીવનવ્યવસ્થા ધાર્મિક આચારવિચાર–મહાવીરના જીવનની ઘટનાઓ અને સાધનાઓ પર પ્રકાશ પાડે છે. લેખમાં જીવમાત્રની જિજીવિષાની વાત કરીને અહિંસાની અનોખી પ્રભાને ઉજાગર કરી છે. સુરેખ કથયિતવ્ય-જૈન જીવનવ્યવસ્થા સુસ્પષ્ટ રીતે આલેખાયાં છે. આરંભના મહિમાવંત જૈનાચાર્યો
પ્રભુ મહાવીરની પાટે પાંચમા ગણધર સુધર્મા સ્વામી આવે છે. પ્રભુદત્ત ત્રિપદીમાંથી ઉદ્ભવેલ ગણધર સાહિત્ય અને તે પછી જંબૂસ્વામી જેવા આચાર્યથી પ્રલંબાતી પરંપરાનાં દર્શન થાય છે. પ્રત્યેક આચાર્યનું સર્વક્ષેત્રીય સામર્થ્ય-પ્રદાન તત્કાલીન શાસનવ્યવસ્થા, ઐતિહાસિક વિગતો દ્વાદશાંગી પછીની રચનાઓ વગેરેની વિગતપ્રચૂરતા ઉત્તમ રીતે નોંધાઈ છે. એક લઘુ લેખમાં કુશળતાપૂર્વક આચાર્ય પરંપરાનું અદ્ભુત શાસન અનન્યતા અર્પતો લેખ સ્પર્શી જાય છે.
જૈનધર્મમાં ઈશ્વર વિશેની વિભાવના
જૈન ધર્મનું પ્રવર્તન કોઈ એક વ્યક્તિ વિશેષ કે દેવને નામે નથી કે તેમાં નથી કોઈ એક સૃષ્ટિ કર્યા દેવ-ઈશ્વરી માન્યતા. અતિક્ષુદ્ર જીવથી માંડી ઇન્દ્રાદિ સુધીના તમામ જીવોને વિભાવદશામાંથી છૂટી “સ્વભાવ'' દશામાં સ્થિર થઈ ઈશ્વરત્વ પ્રાપ્ત કરવાનો અધિકાર માન્ય છે. તેવા વિ તં નર્મસંતિ ના ધર્મો સયામળો—વૈદિક પરંપરાના બ્રહ્મા (સર્જક) વિષ્ણુ (રક્ષક) મહેશ (વિનાશક) સાથે ત્રિપદીનું—ઉપન્નઈ વા વિગમેઈ વા વેઈના વા સાથે કોઈ વૈચારિક અનુસંધાન ખરું?
જિન શાસનનાં
For Private & Personal Use Only
www.jainelibrary.org