________________
સંભળાવ્યા! આ શકિતની મને અદેખાઈ થઈ, પણ હું તે પર મુગ્ધ ન થયે. જેના ઉપર હું મુગ્ધ થયે તે વસ્તુને પરિચય મને પાછળથી થયે, એ હતું તેમનું બહોળું શાસ્ત્રજ્ઞાન અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગશ. આત્મદર્શનની ખાતર જ તે પોતાનું જીવન વ્યતીત કરતા એમ પાછળથી મેં જોયું.
૫. જે મનુષ્ય લાખોના સેદાની વાત કરી લઈને • તુરતજ આત્મજ્ઞાનની વાતે લખવા બેસી જાય તેની જાત વેપારીની નહિ, પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમને આવી જાતને અનુભવ મને એક વેળા નહિ, પણ અનેક વેળા થયેલો. મેં તેમને કદી મૂર્શિત સ્થિતિમાં નથી જોયા.
૬. ઘણાં ધર્માચાર્યોના પ્રસંગમાં હું ત્યાર પછી આવ્યો છું. દરેક ધર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે. પણ જે છાપ મારા પર રાયચંદભાઈએ પાડી તે બીજા નથી પાડી શક્યા. તેમનાં ઘણાં વચનો મને સેસરા ઉતરી જતાં.
ગાંધીજીની આત્મકથા ખંડ ૧ ભાગ ૨. પ્ર ૧. ૭. આપણે સંસારી જ છીએ ત્યારે શ્રીમદ્ અસંસારી હતા આપણને અનેક નિમાં ભટકવું પડશે, ત્યારે શ્રીમદુને કદાચ એક જન્મ બસ થાઓ. આપણે કદાચ મેક્ષથી દૂર ભાગતા હેઈશું, ત્યારે શ્રીમદ્ વાયુવેગે મેક્ષ તરફ ધસી રહ્યા હતા.
૮. બાહ્ય આડંબરથી મનુષ્ય વીતરાગ નથી થઈ -શો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયતને મળી શકે છે, એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગોને કાઢવા પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું એ કેવું કઠિન છે! એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી.
ખીર જવાની મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org