________________
[ 15 ]
આ. દેવસૂરિ : આ. દેવસૂરિએ પોતાની ફોઈને દીક્ષા આપી તેનું નામ સાધ્વી ચંદનબાળા રાખ્યું. આ. દેવસૂરિના કુંટુંબમાંથી માતા, પિતા, ભાઈ વિજય અને બહેન સરસ્વતીએ તેમ જ વિમલચંદ્ર વગેરેએ તો પહેલેથી દીક્ષા અંગીકાર કરી હતી.
આ. જિનચંદ્રસૂરિ : તેમની શિષ્યા સાધ્વી ગુણસમૃદ્ધિ મહત્તરાએ સં. ૧૪૦૬માં “અંજના સુંદરીચરિત્ર” રચ્યું.
સાધ્વી દેવશ્રી ગણિની : તેમણે સં. ૧૧૯૨માં ખેડામાં રાજા સિદ્ધરાજના મંત્રી ગાંગિલના કાળમાં ખેડાના વહીવટદાર રાજ. સોમદેવના સમયે આ. મહેશ્વરસૂરિએ રચેલી “પુષ્પવઈકહા”ની પ્રતિ તાડપત્રમાં લખાવી. (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પારા ઃ ૩૫૫)
વાદી કુમુદચંદ્ર : એકવા૨ વાદી કુમુદ્રચંદ્રે એક વૃદ્ધ શ્વેતાંબર સાધ્વી સરસ્વતીશ્રીની ઘણી કદર્થના કરી. સાધ્વીજીએ આ. દેવસૂરિ પાસે આવી એ વૃત્તાંત જણાવ્યો અને સાથોસાથ ઉત્તેજક વાણીમાં જણાવ્યું કે “મોટા મહારાજે તમને આચાર્ય બનાવ્યા તે અમારી વિડંબના જોવા માટે જ કે? તમારી વિદ્વત્તા શું કામ આવશે? તમારી મોટાઈ શું કામની? શત્રુને ન જિતાય તો હથિયાર શા કામનાં? અક્ષમ્ય પરભવ વધતો જાય એવી સમતા શા કામની? અનાજ સુકાઈ જાય એવી સમતા શા કામની? એને દુષ્ટતાનું ફળ જ્યારે મળશે ત્યારે મળશે; પણ તમારો આશ્રિત સંઘ તો તમારા સમભાવથી પતન પામશે.”
આચાર્યશ્રીએ ખૂબ શાંતિ અને ધીરજથી બધું સાંભળ્યું. સાધ્વીજીને શાંત કરી ઉપાશ્રયે મોકલ્યાં અને પાટણના સંઘને પં. માણેકચંદ્ર પાસે પત્ર લખાવી જણાવ્યું કે “અહીં દિગંબર વાદી છે. તે વાદ કરવા ઇચ્છે છે. અમારો વિચાર છે કે તેની સાથે પાટણમાં શાસ્ત્રાર્થ કરવો.
આ. વજ્રસેનસૂરિ : આ. વજ્રસેનસૂરિએ સં. ૧૩૮૪ના આસો સુદ ૧ ને સોમવારે શ્રીમાલનગરમાં સાધ્વી શ્રીમતી સુંદરી, વિજયલક્ષ્મી, સા. પદ્મલચ્છી અને સા. ચારિત્રલક્ષ્મીની વિનંતિથી પોતાના શ્રેય માટે અને સમસ્ત આચાર્ય, ઉપાધ્યાય, મુખ્ય સાધુઓના વાંચવા માટે “શ્રી શાંતિનાથ ચરિત્ર” લખ્યું હતું. (શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ર. પ્ર. નં. ૧૦૮, પૃ. ૭૦) આ. વિમલચંદ્રસૂરિ : તેઓ પ્રથમ ઉપાધ્યાય હતા. આચાર્ય થયા પછી તેમણે આ ગચ્છમાં ઉપાધ્યાયપદ અને સાધ્વીનું પ્રવર્તિનીપદ બંધ કર્યાં હતાં.
આ. હેમચંદ્રસૂરિ : માતા પાહિનીએ ઘણા ઉલ્લાસથી દીક્ષા લીધી. આ નવા આચાર્યશ્રીની ભાવના અનુસાર આચાર્યશ્રીએ સાધ્વી પાહિનીને પ્રવર્તિનીપદ આપ્યું અને સંઘે પ્રવર્તિની સિંહાસન ઉપર બેસવાની અનુમતિ આપી.
આચાર્યશ્રી વિહાર કરતા કરતા પાટણ આવ્યા. અહીં સં. ૧૨૦૭માં તેમનાં માતા પૂ. પ્રવર્તિની પાહિનીજીએ અણુશન કર્યું. શ્રાવકોએ પુણ્યમાં ૩ કરોડ વાપર્યા અને આચાર્યશ્રીએ ત્રણ લાખ શ્લોકનું પુણ્ય આપ્યું ને પ્રવર્તિનીજી કાલધર્મ પામ્યાં.
આશુક : સં. ૧૧૭૯માં પાટણમાં રાજા જયસિંહદેવના રાજ્યમાં મહામાત્ય આશુકના સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org